________________
પચ્ચક્ખાણનાં સૂત્રો ૭૦ ૧૩૩
છે. આ અદ્ધા-પ્રત્યાખ્યાનો દસ પ્રત્યાખ્યાન તરીકે પ્રસિદ્ધ છે અને તે જ અહીં પ્રસ્તુત છે.
દસ પ્રત્યાખ્યાનોમાં પહેલું પ્રત્યાખ્યાન ‘નમસ્કારસહિત’ એટલે નમુક્કારસહિય-નમુક્કારસી-નવકારસીનું છે કે જેનો સમય સૂર્યોદયથી લઈને બે ઘડી પર્યંતનો છે. આ સમય દરમિયાન અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ એ ચાર પ્રકારના આહારો પૈકી એક પણ આહાર કરવાનો નથી. આ પ્રત્યાખ્યાનમાં અનાભોગ અને સહસાકાર એ બે આગારો રાખવામાં આવે છે એટલે કોઈ વસ્તુનો અજાણતાં ઉપયોગ થઈ જાય કે અચાનક મુખમાં પેસી જાય તો તેથી પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી. આ પ્રત્યાખ્યાન બરાબર સમયસર પારવું જોઈએ, પરંતુ કોઈ કારણસર તેમ ન બની શકયું તો વ્રતમાં અવ્યવસ્થા થાય, એટલે તેમાં મૂઠસીનું પ્રત્યાખ્યાન પણ કરવામાં આવેછે અને તેમાં અનાભોગ તથા સહસાકાર એ બે આગારો ઉપરાંત મહત્તરાકાર અને સર્વસમાધિ-પ્રત્યયાકારની પણ છૂટ રાખવામાં આવે છે, એટલે ગુરુ, સંઘના વડા વગેરે મોટાના કહેવાથી કદાચ પ્રત્યાખ્યાન વહેલું પારવું પડે કે રોગાદિકથી તીવ્ર અશાંતિ ઉત્પન્ન થઈ હોય, તે
ભાવાર્થ :- ૧. નવકારસહિત (નમુક્કારસહિ), ૨. પૌરુષી, ૩. પુરિમાર્દ્ર ૪. એકાસણું, ૫. એકલઠાણું, ૬. આયંબિલ, ૭. ઉપવાસ, ૮. દિવસચરમ કે ભવચરમ, ૯. અભિગ્રહ, અને ૧૦. વિકૃતિ (વિગઈ)નું—એમ કાળ પચ્ચક્ખાણ-(સમયની મર્યાદાવાળું) ૧૦મું અહ્વા પચ્ચક્ખાણ દશ પ્રકારે છે.
-ધર્મસંગ્રહ. ભાષાં. ભાગ-૧ પૃ. ૫૦૬. ૧. શ્રી દેવસૂરિષ્કૃત યતિદિનચર્યામાં ગાથા ૫૬-૫૭-૫૮માં કહ્યું છે કે :
જે અપ્રમત્ત આત્માઓ હંમેશાં ગંઠિસહિત પચ્ચક્ખાણની ગાંઠ બાંધે છે, તેઓ સ્વર્ગ અને મોક્ષનું સુખ પોતાની ગાંઠે બાંધે છે-એમ સમજવું. વળી વિસ્મરણ ન થવા દેતાં તે ધન્ય પુરુષો શ્રીનમસ્કારમંત્રનું સ્મરણ કરીને ગંઠિસહિતની ગાંઠ છોડવા સાથે કર્મની ગાંઠ છોડે છે, માટે તેઓ ગંઠિસહિતનો અભ્યાસ કરે છે કે જેઓ - શિવપુરના અભ્યાસને ઇચ્છે છે, ગીતાર્થો આ-ગંઠિસહિતનું ફળ અનશનના જેટલું કહે છે.
ધર્મસંગ્રહ ભાષાં. ભાગ-૧. પૃ. ૫૩૧.
★ सूरे उग्गए णमोक्कार- सहितं पच्चक्खाति चउव्विहं पि आहारं असणं पाणं खाइमं साइमं, અર્થ ગામોમેળ સહારેખ વમિરૂ | (આવશ્યક સૂત્ર અધ્યયન છઠ્ઠું)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org