Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પચ્ચક્ખાણનાં સૂત્રો – ૧૩૫
પ્રત્યાખ્યાનની અખંડતા* જળવાઈ રહે તે માટે જ કરવામાં આવે છે, એટલે વિકૃતિ અંગે શ્રાવકને બાકીના ચાર આગારો રહે છે.
આ બે પ્રત્યાખ્યાન લીધા પછી એગાસણ, બિયાસણ કે એગલઠાણનું પ્રત્યાખ્યાન લેવાય છે, જેમાં અનાભોગ, સહસાકાર, સાગારિકાકાર, આકુંચન-પ્રસારણ, ગુરુ-અભ્યુત્થાન, પારિષ્ઠાપનિકાકાર, મહત્તરાકાર અને સર્વસમાધિ-પ્રત્યયાકાર એ આઠ આગારો તથા પાણીને લગતાં લેપ, અલેપ, અચ્છ, બહુલેપ, સસિક્સ્થ અને અસિક્થ એ છ વિશેષ આગારો મળીને ચૌદ આગારોની છૂટ રખાય છે. આ પ્રત્યાખ્યાનવાળાએ રાત્રિક પચ્ચક્ખાણ (પાણીનો ત્યાગ કરવા) માટે પાણહારનું પ્રત્યાખ્યાન લેવાનું હોય છે.
★ एवं प्रत्याख्यानमपि, ननु पारिष्ठापनिकादयश्चाकाराः साधूनामेव घटन्ते, ततो गृहिणामयुक्तमेव તવું, नैवं यतो यथा गुर्वादयः पारिष्ठापनिकस्यानधिकारिणोऽपि यथा वा भगवती योगवाहिनो गृहस्थ संसृष्टाद्यनिधिकारिणोऽपि पारिष्ठापनिका द्याकारोच्चारणेन प्रत्याख्यान्ति, 'अखण्डं सूत्रमुच्चारणीय' मितिन्यायाद् एवं गृहस्था अपीति न दोष: । ६ । तस्मात् साधुवच्छ्रावकेणापि श्री सुधर्मस्वाम्यादि परम्परायात विधिना प्रतिक्रमणं कार्यमित्यलं प्रसङ्गेन ।
—ધર્મસંપ્રદ (પૂર્વમા:) પૃ. ૨૨રૂ. ૬.
ભાવાર્થ-‘પચ્ચક્ખાણ આવશ્યક પણ શ્રાવકને કરણીય છે. અહીં પ્રશ્નકાર પચ્ચક્ખાણના આગારોને અંગે પ્રશ્ન કરે છે કે- ‘પરિષ્ઠાના' વગેરે આગારો તો સાધુઓને (આહારાદિ પરઠવવાનાં ન હોવાથી તેઓને) જ ઘટે, શ્રાવકોને તે આગારો રાખવા યોગ્ય નથી. તેનું સમાધાન ગુરુ જણાવે છે કે-તમારો પ્રશ્ન અયોગ્ય છે, કારણ કેપરઠવવા યોગ્ય આહાર ગુરુ વગેરે વડીલોને વાપરવાનો અધિકાર નથી, છતાં તેઓ ‘પારિદ્રાવળિ’ આગાર રાખે છે, ભગવતીસૂત્રના યોગવહન કરનાર સાધુને ‘નિત્યસંમદ્રેળ’ આગારની આવશ્યકતા નથી, છતાં તેઓ એ આગાર રાખે છે, તેમાં જેમ સૂત્રપાઠ અખંડ રાખવાનો ઉદ્દેશ છે, તેમ ગૃહસ્થને પણ ‘પરિતાળિઞા' વગેરેની જરૂર નથી; છતાં તે આગારો રાખે છે, તેનાં ‘સૂત્રપાઠ અખંડ રાખવો' એ જ કારણ છે, માટે ગૃહસ્થને એ આગારો પૂર્વક પચ્ચક્ખાણ કરવામાં દોષ નથી.
એમ શ્રાવકને છ આવશ્યક ઘટિત છે, માટે સાધુની જેમ શ્રાવકે પણ શ્રી સુધર્માસ્વામી વગેરે પૂર્વપુરુષોની પરંપરાથી ચાલ્યા આવતા વિધિ પ્રમાણે પ્રતિક્રમણ કરવું જ જોઈએ.
Jain Education International
—ધર્મસંગ્રહ ભાષાં. ભાગ-૧ પૃ. ૬૦૯
For Private & Personal Use Only
www.jainelibrary.org