Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પચ્ચક્ખાણનાં સૂત્રો – ૧૦૭
(૧૦) અદ્ધા-પ્રત્યાખ્યાન-સમયની મર્યાદાવાળું પ્રત્યાખ્યાન. તેને કાલિક પ્રત્યાખ્યાન પણ કહે છે. તેના દસ પ્રકારો નીચે મુજબ છે :-(૧) નમુક્કાર સહિયં, (૨) પોરિસી, (૩) પુરિમટ્ઠ-અવâ. (૪) એગાસણ, (૫) એગલઠાણ, (૬) આયંબિલ, (૭) ઉપવાસ, (૮) રિમ, (૯) અભિગ્રહ અને (૧૦) વિગઈનો ત્યાગ.
(0)
(૩૦)
‘વેસુત્તર-ગુણ-પન્નવવાળે ખં ભંતે ! તિવિષે પત્તે ?'
‘પોયમા ! સત્તવિદ્દે પન્નત્તે, તં નહીં-૨. વિસિયં ૨. વમોTરિશ્મોન-પરિમાળું, રૂ. ગળથવંડવેરમાં, ૪. સામાä, . વેસાવસિયં, ૬. પોસહોવવાસો, ૭. તિષિ-સંવિમાનો; અપશ્ચિમमारणंतिय-संलेहणाझूसणाऽऽराहणतो ||"
(પ્રશ્ન-) ‘હે ભગવન્ ! દેશોત્તરગુણ-પ્રત્યાખ્યાન કેટલા પ્રકારે કહ્યું છે ? (ઉત્તર) હે ગૌતમ ! દેશોત્તરગુણ-પ્રત્યાખ્યાન સાત પ્રકારે કહ્યું છે, તે આ પ્રમાણે-૧. દિવ્રત, ૨. ઉપભોગ-પરિભોગ-પરિમાણ, ૩. અનર્થદંડવિરમણ, ૪. સામાયિક, ૫. દેશાવકાશિક, ૬. પોષધોપવાસ, ૭. અતિથિ-સંવિભાગ અને અપશ્ચિમ મારણાન્તિક-સંલેખના.
પ્રત્યાખ્યાનનો સામાન્ય વિધિ એ છે કે :- દેવસાક્ષીએ કર્યું હોય તે અથવા તેથી વધારે (મોઢું) પચ્ચક્ખાણ પુનઃ ગુરુની સાક્ષીએ કરવું-એમ સમજવું.
આત્મસાક્ષીએ, દેવસાક્ષીએ અને ગુરુ સાક્ષીએ પચ્ચક્ખાણ કરવાનું હોવાથી ગુરુ પાસે પણ તે અવશ્ય કરવું જોઈએ. કહ્યું છે કે :
प्रत्याख्यानं यदासीत्तत् करोति गुरुसाक्षिकम् । विशेषेणाथ गृह्णाति, धर्मोऽसौ गुरुसाक्षिकम् ॥१॥
ભાવાર્થ-પહેલાં જે કર્યું હોય તે અગર તેથી વિશેષ પચ્ચક્ખાણ ગુરુમહારાજની સાક્ષીએ ગ્રહણ કરવું, કારણ કે કહ્યું છે કે ઃ
‘ગુરુવિવો હૈં ધમ્મો'-ગુરુસાક્ષીએ ધર્મ ક૨વો-એ જિનાજ્ઞાનું પાલન થાય છે. તથા શ્રાવક પ્રજ્ઞપ્તિમાં પણ કહ્યું છે કે :- પરિણામ હોવા છતાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org