Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૨૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩
વધી પડે તે પરઠવા અંગેના દોષથી બચવા માટે ગુરુ
મહારાજની આજ્ઞાથી વાપરવામાં આવે છે. ૮. મહત્તારાકાર. ૯. સર્વસમાધિ પ્રત્યાકાર. બિયાસણમાં ચૌદ આગારોની છૂટ હોય છે, તે આ પ્રમાણે :૧. અનાભોગ. ૨. સહસાકાર. ૩. સાગારિકાર-ગૃહસ્થ, યાચક વગેરે જેના દેખતાં આહાર કરવાની
શાસ્ત્રમાં મનાઈ છે, તેઓ આવી જતાં સ્થાન છોડીને બીજે જવું
પડે તે. ગૃહસ્થ તો ગૃહસ્થના દેખતાં ભોજન કરે તેનો નિષેધ નથી, પરંતુ કોઈ એવો મનુષ્ય આવે કે જેની દૃષ્ટિથી ખોરાક પચે નહિ નજર લાગે) તેવા પ્રસંગે આ આગારથી ગૃહસ્થને પણ ઊઠીને બીજા સ્થાને બેસી ભોજન કરતાં પચ્ચક્ખાણ ભાંગે નહિ એમ આ આગારથી ગૃહસ્થને પણ છૂટ અપાય છે.
-ધર્મસંગ્રહ ભાષાં. ભાગ-૧. પૃ. ૧૨૧. ૪. આકુંચન-પ્રસારણ-જમતી વખતે ખાલી ચઢી જવાના કારણે કે
બીજા કોઈ કારણે હાથ-પગ લાંબા-ટૂંકા કરવા પડે છે. અથવા કોઈ અસહિષ્ણુ નબળા શરીરવાળો ભોજન કરે ત્યાં સુધી પગપલાંઠી સ્થિર ન રાખી શકે, સંકોચે કે પહોળા કરે, તેમાં આસનથી થોડુંક ખસી જવાય તો પણ આ આગારથી તેનું
२. विहिगहिअं विहिमुत्तं, उद्धरिअं जं भवे असणमाइ । तं गुरुणाणुन्नायं, कप्पइ आयंबिलाईणं ।।
-આ. નિ. ગા. ૧૬૧૧ ભાવાર્થ - વિધિપૂર્વક (લોલુપતા-મૂછ વિના બેતાળીસ દોષ રહિત) મેળવેલું અને તેમાંથી મંડલીમાં બેસીને સિંહ ભક્ષિત વગેરે સાધુના ભોજનના વિધિ મુજબ વાપરતાં વધી પડ્યું હોય, તેવું અશન વગેરે ગુરુઆજ્ઞાથી આયંબિલ-ઉપવાસ વગેરે તપવાળા પણ વાપરી શકે.
-ધર્મસંગ્રહ ભાષાં, ભા. ૧ પૃ. ૫ર ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org