Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પચ્ચકખાણનાં સૂત્રો ૦૧૨૯ પ્રત્યાખ્યાન કરે છે. તેમાં ચાર પ્રકારના આહારનો એટલે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનો નીચેના આગારીપૂર્વક ત્યાગ કરે છે :
(૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) પારિષ્ઠાપનિકાકાર, (૪) મહત્તરાકાર અને (૫) સર્વસમાધિ-પ્રત્યયાકાર.
(૮) પાણહાર-પાણીના આહારનો સૂર્યોદયથી) એક પહોર, કે દોઢ પહોર (નમસ્કાર સહિત)-મૂઠી સહિત (મન-વચન-કાયાથી-ત્યાગ કરે છે. તેમાં નીચેના આગારો-પૂર્વક ત્યાગ કરે છે :
૧. અનાભોગ. ૨. સહસાકાર. ૩. પ્રચ્છન્ન-કાલ. ૪. દિગ્બોહ. ૫. સાધુ-વચન. ૬. મહત્તરાકાર. ૭. સર્વસમાધિ-પ્રત્યયાકાર. પાણીની છૂટ રહે છે, તે સંબંધી છ આગારો નીચે પ્રમાણે છે :
(૮) લેપ, (૯) અલેપ, (૧૦) અચ્છ, (૧૧) બહુપ, (૧૨) સસિન્થ અને (૧૩) અસિક્ય.
(૯) અભિગ્રહ નામનું પ્રત્યાખ્યાન કરે છે. તેમાં નીચેના આગારો પૂર્વક ત્યાગ કરે છે.
૧. અનાભોગ. ૨. સહસાકાર. ૩. મહત્તરાકાર. ૪. સર્વસમાધિ-પ્રત્યયાકાર. અભિગ્રહ-એ પ્રત્યાખ્યાનનો વિશેષ પ્રકાર છે.
પ્ર.-૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org