Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પચ્ચકખાણનાં સૂત્રો ૭૧૨૭
પચ્ચકખાણ ભાંગે નહી.
-ધર્મસંગ્રહ ભાષાં. ભાગ-૧, પૃ. પર૧. ૫. ગુર્વવ્યુત્થાન-ભોજન કરતાં પણ વિનય કરવા યોગ્ય શ્રી
આચાર્યભગવંત કે કોઈ નવા (પરોણા) સાધુ આવે, ત્યારે વિનય માટે આસનથી ઊઠવા છતાં આ આગારથી પચ્ચકખાણનો ભંગ ન થાય; વિનય અવશ્ય કરણીય હોવાથી ભોજન કરતાં વચ્ચે ઊઠવા છતાં પચ્ચખાણ અખંડ રહે.
-ધર્મસંગ્રહ ભાષાં. ભાગ-૧, પૃ. ૨૧. ૬. પારિષ્ઠાપનિકાકાર. ૭. મહત્તરાકાર. ૮. સર્વસમાધિ પ્રત્યયાકાર. ૯. લેપ-ઓસામણ, આંબલી કે દ્રાક્ષ વગેરેનું પાણી. ૧૦. અલેપ-કાંજી વગેરેનું પાણી કે છાશની પરાશ વગેરે. ૧૧. અચ્છ-ત્રણ વાર ઉકાળેલું સ્વચ્છ પાણી. ૧૨. બહુલેપ-ચોખા વગેરેનું ચીકણું-ઘટ્ટ ધોવણ. ૧૩. સસિક્ય-લોટથી ખરડાયેલ હાથ કે વાસણનું ધોવણ, જેમાં
લોટના રજકણો પણ હોય, ૧૪. અસિક્ય-લોટથી ખરડાયેલ હાથ કે વાસણનું ધોવણ, જેમાં લોટના રજકણો ન હોય તેવું ગાળેલું ધોવણ.
(૫) આયંબિલ અને નિવિ સૂર્યોદયથી એક પહોર (કે દોઢ પહોર) સુધી નમસ્કાર સહિત, મૂઠી સહિત પ્રત્યાખ્યાન કરે છે. તેમાં ચાર પ્રકારના આહારનો એટલે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનો નીચેના આગારો-પૂર્વક ત્યાગ કરે છે :
(૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) પ્રચ્છન્ન-કાલ, (૪) દિગ્મોહ, (પ) સાધુ-વચન, (દ) મહત્તરાકાર, (૭) સર્વસમાધિ-પ્રત્યયાકાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org