Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પચ્ચકખાણનાં સૂત્રો ૧૨૫ ખરડાયેલા કે હાથ વગેરેથી સામાન્ય સાફ કરેલા ભાજન દ્વારા (અજાણપણે) વિગઈ આદિનો અંશ વાપરવામાં આવે તો પણ આ આગારથી પચ્ચક્ખાણ ભાગે નહીં.
-ધર્મસંગ્રહ ભાષાં. ભાગ-૧ પૃ. ૫૨૨. ૪. ગૃહસ્થ-સંસૃષ્ટ-આહાર આપનારા ગૃહસ્થનું કડછી વગેરે
ભાજન વિગઈ વગેરે અકલ્પનીય વસ્તુથી ખરડાયેલું હોય અને તેનાથી તે પીરસે કે સાધુને વહોરાવે, તો તે અકથ્ય અંશથી મિશ્ર આહાર ખાવા છતાં, તે અકથ્ય અંશનો સ્વાદ ખાસ સ્પષ્ટ ન સમજાય તો તે વપરાવા છતાં આ આગારથી પચ્ચખાણ ભાંગે નહીં.
-ધર્મસંગ્રહ ભાષાં. ભાગ ૧ પૃ. ૫૨૨. ૫. ઉસ્લેિખ-વિવેક-સૂકા રોટલી-રોટલા, ભાત, વગેરે ઉપર
આયંબિલમાં ન કલ્પે તેવી અપ્રવાહી ગોળ વગેરે કઠણ વિગઈ મૂકેલી હોય તે લઈ લીધા પછી તે રોટલા, ભાત વગેરે આયંબિલમાં વાપરવા છતાં આ આગારથી પચ્ચકખાણ ભાંગે નહિ. પરંતુ સંપૂર્ણ ઉપાડી ન શકાય તેવી નરમ વિગઈ જેના ઉપર રહી હોય, તેવા ભાત વગેરે ખાવાથી તો પચ્ચખાણનો
ભંગ જ થાય.
–એ પ્રમાણે આગારો રાખીને બાકી વરિ એટલે આયંબિલમાં ન કલ્પે તેવા ચારેય પ્રકારના આહાર ત્યાગ કરે છે.
(-ધર્મસંગ્રહ ભાષાં. ભાગ ૧, પૃ. પર૨) ૬. પ્રતીત્ય-અક્ષિત-રોટલી, પૂરી વગેરેને કૂણી રાખવા માટે તે
કરતી વખતે ઘી-તેલવાળી આંગળી તેમાં લગાડી હોય તે. ૭. પારિષ્ઠાપનિકાર*-જે આહાર વિધિપૂર્વક ગૃહસ્થના ઘરેથી લીધો
હોય અને યથાવિધિ બીજા મુનિઓને વહેંચી આપ્યો હોય, છતાં
+ ૧. વિશેષ સમજૂતી માટે જુઓ ધર્મસંગ્રહ ભાષાં, ભાગ-૨, પૃ. ૧૫૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org