________________
૧૨૨ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
આહાર, વિલેપન, પુષ્પમાળા વગેરે જે વસ્તુ એક જ વાર ભોગવાય છે, તે ઉપભોગ કહેવાય છે અને સ્ત્રી, આભરણ, વસ્ત્ર, ઘર, વાડી વગેરે વસ્તુ વારંવાર ભોગવાય છે, તે પરિભોગ કહેવાય છે. પ્રાતઃકાળે જે ચૌદ નિયમ ધાર્યા હોય તેનો અહીં સંક્ષેપ કરવાનો છે.
(૫) અર્થ-સંકલના
(૧) નોકારસી
સૂર્યોદયથી બે ઘડી સુધી ‘નમસ્કાર-સહિત મૂઠી-સહિત' નામનું પ્રત્યાખ્યાન કરે છે. તેમાં ચારે પ્રકારના આહારનો એટલે અશન, પાન, ખાદિમ, અને સ્વાદિમનો નીચેના આગારો-* પૂર્વક ત્યાગ કરે છે ઃ
* અન્યત્ર-પ્રત્યાખ્યાનના આગારની સંખ્યા મૂળ-વિશે નીચે પ્રમાણે ગાથાઓ પ્રાપ્ત થાય છે.
दो चेव नमुक्कारे, आगारा छच्च हुंति पोरिसिए । सत्तेव य पुरिमड्ढे एगासणयम्मि अट्ठेव || १५९९ ॥ सत्तेगट्ठाणस्स उ, अट्ठेव य अंबिलम्मि आगारा । पंचेव अब्भत्तट्ठे छप्पाणे चरिम चत्तारि ॥१६००|| पंच चउरो अभिग्गहे, निव्वीए अट्ठ नव य आगारा । अप्पावरणे पंच उ, हवंति सेसेसु चत्तारि ॥१६०१ || संस्कृतछाया
द्वावेव नमस्कारे, आकाराः षट् च भवन्ति पौरुष्याम् । સૌવ ન પૂર્વાષ, હ્રાશન વૈધ્રુવ ા सप्तैकस्थानस्य तु, अष्टैव चाचामाम्ले आकाश: । पञ्चैवाभक्तार्थे, षट् पाने चरिमे चत्वारि ||२|| पञ्च चत्वारोऽभिग्रहे, निर्विकृतौ अष्ट नव चाकाराः अप्रावरणे पञ्च तु, भवन्ति शेषेषु चत्वारः ॥३॥
આવ. નિર્યુક્તિ.
ભાવાર્થ - નવકા૨સીના પચ્ચક્ખાણમાં બે, પોરિસીમાં છ, પુરિમમાં સાત, એકાસણમાં આઠ, એગલઠાણમાં સાત, આયંબિલમાં આઠ, ઉપવાસમાં પાંચ, પાણહારમાં છ, ચિરમ-પચ્ચક્ખાણમાં ચાર, અભિગ્રહ-પચ્ચક્ખાણમાં પાંચ અથવા ચાર, નિર્વિકૃતિ (નિવ્વિ)માં આઠ અથવા નવ અપ્રાવરણમાં (વસ્ત્ર નહીં પહેરવાના નિયમમાં) પાંચ તથા શેષ પ્રત્યાખ્યાનોમાં ચાર આગાર હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org