________________
પચ્ચકખાણનાં સૂત્રો ૦ ૧૦૫
(ઉત્તર-) “હે ગૌતમ ! દેશમૂલગુણ-પ્રત્યાખ્યાન પાંચ પ્રકારે કહ્યું છે. તે આ
પ્રમાણે સ્થૂલ પ્રાણાતિપાતથી વિરામ પામવો ત્યાંથી
સ્થૂલ પરિગ્રહથી વિરામ પામવા સુધી.” (પ્ર.) 'उत्तरगुण-पच्चक्खाणे णं भते ! कतिविहे पन्नत्ते ?' (૩૦) 'गोयमा ? दुविहे पन्नत्ते, तं जहा-सव्वुत्तरगुणपच्चक्खाण य
देसुत्तरगुण-पच्चक्खाणे य ।' (પ્રશ્ન-) “હે ભગવન્! ઉત્તરગુણ-પ્રત્યાખ્યાન કેટલા પ્રકારે કહ્યું છે ?' (ઉત્તર-) “હે ગૌતમ ! ઉત્તરગુણ-પ્રત્યાખ્યાન બે પ્રકારે કહ્યું છે. તે આ
પ્રમાણે સર્વોત્તરગુણ-પ્રત્યાખ્યાન અને દેશોત્તર-ગુણ-પ્રત્યાખ્યાન.” (પ્ર.) 'सव्वुत्तरगुण-पच्चक्खाणे णं भंते ! कतिविहे पन्नते ?' (૩૦) “જેમા | વિદે પરે, તે નહીં
“Tયમફઉં તં, કોડી-સદિય નિર્ધારિ(તિ)યંવેવ | सागारमणागारं, परिमाणकडं निरवसेस ॥
सांकेयं चेव अद्धाए, पच्चक्खाणं भवे दसहा ।" (પ્રશ્ન-) “હે ભગવન્! સર્વોત્તરગુણ-પ્રત્યાખ્યાન કેટલા પ્રકારે કહ્યું છે ? (ઉત્તર-) “હે ગૌતમ ! સર્વોત્તરગુણ-પ્રત્યાખ્યાન દસ પ્રકારે કહ્યું છે. તે આ
પ્રમાણે : (૧) અનાગત, (૨) અતિક્રાન્ત, (૩) કોટિ-સહિત, (૪) નિયંત્રિત, (૫) સાકાર, (૬) અનાકાર, (૭) કૃતપરિમાણ, () નિરવશેષ, (૯) સંકેત અને (૧૦) અદ્ધા. એ રીતે પ્રત્યાખ્યાન દસ પ્રકારનું હોય છે.' આ દસ પ્રકારના પ્રત્યાખ્યાનની સમજ નીચે મુજબ છે :
(૧) અનાગત-પ્રત્યાખ્યાન-તપશ્ચર્યા માટે નિયત થયેલાં પર્વો, જેવાં કે પર્યુષણા વગેરે આવ્યા પહેલાં જ તપશ્ચર્યા કરી લેવી કે જેથી તે પર્વ દિવસમાં ગ્લાન, વૃદ્ધ, ગુરુ આદિનું વૈયાવૃન્ય થઈ શકે.
(૨) અતિક્રાન્ત-પ્રત્યાખ્યાન-પર્વોમાં વૈયાવૃજ્ય આદિ કારણોએ જે તપશ્ચર્યા થઈ શકી ન હોય તે પછીથી કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org