Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પચ્ચકખાણનાં સૂત્રો ૦૧૦૩
શ્રીમદ્દ યશોદેવસૂરિએ પ્રત્યાખ્યાન-સ્વરૂપમાં કહ્યું છે કે – प्रडिकूलमविरईए, विरईभावस्स आभिमुक्खेणं । खाणं कहणं सम्मं, पञ्चक्खाणं विणिदिढें ॥३॥
અવિરતિને પ્રતિકૂળ અને વિરતિભાવને અનુકૂળ એવું ખ્યાન એટલે સમ્યફ કથન તેને પ્રત્યાખ્યાન કહેલું છે.
पच्चक्खाणं नियमो, अमिग्गहो विरमणं वयं विरई । आसव-दार-निरोहो, निवित्ति एगट्ठिया सदा ॥२॥
પ્રત્યાખ્યાન, નિયમ, અભિગ્રહ, વિરમણ, વ્રત, વિરતિ. આસ્રવાર-નિરોધ અને નિવૃત્તિ એ એકાર્થી શબ્દો છે.
શ્રીહરિભદ્રસૂરિએ પાંચમા પ્રત્યાખ્યાન-પંચાશકમાં કહ્યું છે કેपच्चक्खाणं नियमो, चरित्त-धम्मो य होति एगट्ठा । मूलुत्तरगुण-वसयं, चित्तमिणं वणियं समए ॥२॥
પ્રત્યાખ્યાન, નિયમ અને ચારિત્ર-ધર્મ-આ ત્રણે શબ્દો એકાર્થી છે. મૂલગુણ અને ઉત્તરગુણના વિષયભૂત આ પ્રત્યાખ્યાન શાસ્ત્રમાં બહુ પ્રકારે વર્ણવાયેલું છે.
પ્રત્યાખ્યાનને ગુણ-ધારણા પણ કહેવામાં આવે છે. તે માટે આ. ટી.માં કહ્યું છે કે-ફૂદ તુ -ધારા પ્રતિપાદ્યતે...સા મૂલગુત્તરમુખપ્રત્યારોનતિ | અહીં ગુણ-ધારણા કહેવાય છે, તે મૂલગુણ અને ઉત્તરગુણના પ્રત્યાખ્યાનરૂપ છે. ચઉસરણ-પન્નામાં કહ્યું છે કે
गुणधारणरुवेणं, पच्चक्खाणेण तव-इआरस्स । विरियायारस्स पुणो, सव्वेर्हि वि कीरए सोही ॥७॥
ગુણ-ધારણારૂપ પ્રત્યાખ્યાન વડે તપના આચારોની તેમ જ વિર્યાચારની સર્વ આવશ્યકોથી શુદ્ધિ કરાય છે.
પ્રત્યાખ્યાન એ આવશ્યકના છઠ્ઠા અધ્યયનનું નામ છે, જુઓ ભાગ ૧લો, પરિશિષ્ટ ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org