Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૦૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૩) કોટિસહિત-પ્રત્યાખ્યાન-ઉપવાસ વગેરે તપશ્ચર્યા પૂરી થયા પછી તેવી જ તપશ્ચર્યા ફરી કરવી.
(૪) નિયત્રિત-પ્રત્યાખ્યાન-પૂર્વે જે પ્રત્યાખ્યાન કરવાનો સંકલ્પ કર્યો હોય, તે રોગાદિ ગમે તે કારણો ઉપસ્થિત થવા છતાં પાર પાડવો. આ પ્રત્યાખ્યાન ચૌદપૂર્વી દસપૂર્વી તથા જિનકલ્પીઓને માટે હોઈ હાલના સમયમાં વિચ્છેદ ગણાય છે.
(૫) સાકાર-પ્રત્યાખ્યાન-જરૂરી આગારો સાથેનું પ્રત્યાખ્યાન. (૬) અનાકાર-પ્રત્યાખ્યાન-આગાર રાખ્યા વિનાનું પ્રત્યાખ્યાન.
(૭) પરિમાણકૃત-પ્રત્યાખ્યાન-દત્તી, કવળી કે ઘરની સંખ્યાનો નિયમ કરવો તે.
(૮) નિરવશેષ-પ્રત્યાખ્યાન-ચતુર્વિધ આહાર તથા અફીણ, તમાકુ આદિ અનાહારનાં પણ પ્રત્યાખ્યાન.
(૯) સાંકેતિક-પ્રત્યાખ્યાન-સંકેત-પૂર્વકનું પ્રત્યાખ્યાન. નવકારસી, પોરિસી પ્રમુખ કરેલું પ્રત્યાખ્યાન પૂર્ણ થયા છતાં તેને પારતાં વિલંબ થાય તેવું હોય ત્યારે આ પ્રત્યાખ્યાન કરવામાં આવે છે. તેમાં નીચેના સંકેતોનો આશ્રય લેવાય છે : (૧) અંગૂઠો, (૨) મૂઠી, (૩) ગાંઠ, (૪) ઘર, (૫) પ્રસ્વેદ, (૬) શ્વાસ, (૭) તિબુક અને (૮) જ્યોતિ. તે એ રીતે કે જ્યાં સુધી મૂઠીમાં અંગૂઠો રહે ત્યાં સુધીનું પ્રત્યાખ્યાન, તે અંગુટ્ટ-સહિય; જ્યાં સુધી મુઠી બાંધી રખાય ત્યાં સુધીનું પ્રત્યાખ્યાન, તે મુદ્દે સહિય;* જ્યાં સુધી કપડે ગાંઠ બાંધી રખાય ત્યાં સુધીનું પ્રત્યાખ્યાન, તે ગંઠિ-સહિયં; જ્યાં સુધી ઘરે ન આવે ત્યાં સુધીનું પ્રત્યાખ્યાન, તે ઘર-સહિયં; જયાં સુધી પરસેવો ન સુકાય ત્યાં સુધીનું પ્રત્યાખ્યાન, તે સેફ-સહિયં; જ્યાં સુધી. શ્વાસ નીચો ન બેસે ત્યાં સુધીનું પ્રત્યાખ્યાન, તે સાસ-સહિયં; જ્યાં સુધી પાત્ર વગેરે પરનાં પાણીનાં બિંદુઓ ન સુકાય ત્યાં સુધીનું પ્રત્યાખ્યાન, તે થિબુઅ-સહિય અને જયાં સુધી દીવો બળે ત્યાં સુધીનું પ્રત્યાખ્યાન, તે જોઈ-સહિય.
* મૂઠીમાં અંગૂઠો રાખી પારવામાં ન આવે ત્યાં સુધી આ પ્રમાણે હાલ પ્રચલિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org