Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પચ્ચખાણનાં સૂત્રો ૦ ૧૦૯ ‘નાદરો ઉપયોત્ મોનને' (વાચ.) “આહરણ શબ્દ મા ઉપસર્ગના યોગથી ભોજનના અર્થમાં સિદ્ધ થાય છે.”
સુધાને શમાવનારું દ્રવ્ય આહાર કહેવાય છે. વળી લવણાદિકના યોગથી સ્વાદવાળી બનેલી કાદવ વગેરે વસ્તુઓ જે ક્ષુધાતુર વડે ખવાય છે, તે પણ આહાર જ સમજવાનો છે. પ્રત્યાખ્યાનની પરિભાષામાં તેના ચાર વિભાગો કરેલા છે, તેથી તેને ચતુર્વિધ કહેવામાં આવ્યો છે.
ગ -(કશનમ)-અશન.
શુ—ભોજન કરવું-તે પરથી મશનનો સામાન્ય અર્થ ભોજન થાય છે, પરંતુ અહીં તે સુધાનું શમન કરે તેવાં ભાત, કઠોળ, રોટલો, રોટલી, પૂરી, વડાં, માંડો, સાથવો, દૂધ, દહીં, ઘી, પક્વાન્સ તથા શાકભાજી વગેરે પદાર્થોના અર્થમાં વપરાયેલો છે. તે માટે શ્રાદ્ધવિધિ(પૃ. ૪૪)માં કહ્યું છે કે‘મન્ન-પવી--સાવિ સર્વાધોપશમસમર્થ' મશન-અન્ન, પક્વાન, માંડો, સાથવો, આદિ સુધાનું શમન કરે તે સર્વ અશન.” ચાર પ્રકારના આહારમાં તે પહેલા પ્રકારનો આહાર છે.
પા-[પાનY-પાનને, પાણીને.
પરંતુ પ્રત્યાખ્યાન સિવાય પણ “શ્રાવકે ઉત્સર્ગ માર્ગે તો (શક્ય હોય ત્યાં સુધી) નિર્જીવ - અચિત્ત અને નિરવદ્ય-આરંભરહિત આહારાદિ મેળવવાં-વાપરવાં જોઈએ, તેમ ન બને તો વાપરવામાં સચિત્ત-સજીવ આહારનો ત્યાગ કરવો જોઇએ અને સચિત્તનો પણ ત્યાગ ન થઈ શકે, તો જેથી મહા હિંસા થાય તેવાં માંસ, મદિરા, અનંતકાય (કંદમૂળ), અભક્ષ્ય આદિનો ત્યાગ કરી, બાકીના પ્રત્યેક વનસ્પતિકાય એક શરીરમાં એક જ જીવ હોય તેવા પદાર્થો પૈકી પણ મિશ્ર પદાર્થો[વનસ્પતિકાયમાં પણ કાંઈક ભાગ નિર્જીવ, કાંઈક ભાગ સજીવનું તેમાં સચિત્ત-સજીવ વનસ્પતિ પદાર્થોનું પણ વાપરવાને અંગે નિયમન(સંખ્યા, વજન વગેરેથી નક્કી) કરવું જોઈએ. કહ્યું છે કે :
निरवज्जाहारेणं, निज्जीवेणं परित्तमीसेणं । अत्ताणु संधाणपरा, सुसावगा एरिसा हुंति || संबोधप्र० श्रा० व्रताधि० गा० ७०
ભાવાર્થ - આત્મચિંતનમાં તત્પર શ્રાવકો એવા હોય છે, કે જેઓ નિરવદ્ય, નિર્જીવથી અને તેમ ન બને તો અનંતકાયનો ત્યાગ કરી માત્ર પ્રત્યેક વનસ્પતિકાય કે મિશ્રપદાર્થોથી આજીવિકાનો નિર્વાહ કરે.”
-ધર્મસંગ્રહ ભાષાં. ભાગ ૧. પૃ. ૧૯૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org