Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સંથારા-પોરિસી સૂત્ર૭૮૫ કાય-ચિંતા માટે ઊઠવું પડે તો નિદ્રાનું નિવારણ કરવા માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની વિચારણા કરવી, અને તેમ છતાં નિદ્રા ન ઊડે તો હાથ વડે નાકને પકડીને નિશ્વાસને રોકવો અને તેવી રીતે નિદ્રા બરાબર ઊડે ત્યારે પ્રકાશવાળા દ્વારા સામે જોવું. (એવો તેનો વિધિ હું જાણું છું.) ૩.
જો મારા આ દેહનું આ રાત્રિએ જ મરણ થાય તો મેં આહાર, ઉપાધિ (ઉપકરણ) અને દેહને મન, વચન અને કાયાથી અત્યારે) વોસિરાવ્યાં છે. ૪. - ચાર પદાર્થો મંગલ છે : (૧) અહંતો મંગલ છે, (૨) સિદ્ધા મંગલ છે, (૩) સાધુઓ મંગલ છે અને (૪) કેવલિ-પ્રરૂપિત ધર્મ મંગલ છે. ૫.
ચાર પદાર્થો લોકોત્તમ છે : (૧) અહંતો લોકોત્તમ છે, (૨) સિદ્ધો લોકોત્તમ છે, (૩) સાધુઓ લોકોત્તમ છે અને (૪) કેવલિ-પ્રરૂપિત ધર્મ લોકોત્તમ છે. ૬.
| (સંસારના ભયથી બચવા માટે) હું ચારનું શરણ સ્વીકારું છું : (૧) અહંતોનું શરણ સ્વીકારું છું, (૨) સિદ્ધોનું શરણ સ્વીકારું છું, (૩) સાધુઓનું શરણ સ્વીકારું છું, (૪) કેવલિ-પ્રરૂપિત ધર્મનું શરણ સ્વીકારું છું. ૭.
પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, રતિ-અરતિ, પરપરિવાદ, માયા-મૃષાવાદ અને મિથ્યાત્વ શલ્ય એ અઢાર પાપ-સ્થાનકો મોક્ષમાર્ગની પ્રાપ્તિમાં વિધ્ધભૂત અને દુર્ગતિના કારણરૂપ હોઈને તજવાં ઘટે (તેથી હું તેનો ત્યાગ કરું છું.) ૮-૧૦.
“હું એકલો છું, મારું કોઈ નથી અને હું પણ કોઈનો નથી' એવું અદીન મનથી વિચારતો થકો આત્માને સમજાવે-(સમજાવવો). ૧૧.
જ્ઞાન અને દર્શનથી સંયુક્ત એક મારો આત્મા જ શાશ્વત છે અને બીજા બધા સંયોગથી ઉત્પન્ન થયેલા બહિર્ભાવો છે. ૧૨.
મારા જીવે દુઃખની પરંપરા કર્મ-સંયોગને લીધે જ પ્રાપ્ત કરેલી છે, તેથી એ સર્વ કર્મ-સંયોગને મેં મન, વચન અને કાયાથી વોસિરાવ્યા છે. ૧૩.
હું જીવું ત્યાં સુધી અરિહંત મારા દેવ છે, સુસાધુ મારા ગુરુ છે અને જિનોએ કહેલા સિદ્ધાંતો એ મારો ધર્મ છે, આવું સમ્યકત્વ મેં ગ્રહણ કર્યું છે. ૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org