________________
૮૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
મારે કોઈ પણ જીવ સાથે વૈરભાવ નથી.
અનશન અને આરાધનાની સાર્થકતા ક્ષમાપના વડે થાય છે, તેથી અહીં સકલ જીવો પ્રત્યે કરેલા અપરાધની ક્ષમા યાચવામાં આવે છે તથા વૈરભાવનો સંપૂર્ણ ત્યાગ કરીને મૈત્રીભાવ પ્રકટ કરવામાં આવે છે.
મળ્યે નીવા.....ઘુમંત ।।૬।। સર્વે જીવો કર્મ-વશ ચૌદ રાજલોકમાં ભ્રમણ કરે છે, તે સર્વેને મેં ખમાવ્યા છે, તેઓ મને પણ ક્ષમા કરો, સહન કરો.
કર્મ-સંયોગોને લીધે જીવો ચૌદ રાજલોકમાં જુદા જુદા સ્થળે જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થાય છે, તેથી સંભવ છે કે તેમનો કોઈ ને કોઈ રીતે અપરાધ થયો હોય. આ સઘળા જીવોની પાસે હું ક્ષમા માગું છું, તેઓ પણ મને ક્ષમા કરો. जं जं मणेणं.. ..ટુલ્લડ Iઙ્ગા જે જે પાપ મેં મનથી બાંધ્યું હોય, જે જે પાપ મેં વચનથી બાંધ્યું હોય અને જે જે પાપ મેં કાયાથી બાંધ્યું હોય, તે મારું દુષ્કૃત મિથ્યા હો.
......................
ક્ષમાપના પછી સર્વ પાપોની આલોચના કરવામાં આવે છે, જેથી આત્મા શલ્ય રહિત થાય અને કદાચ મરણ પામે તો સદ્ગતિનો અધિકા૨ી થાય. (૫) અર્થ-સંકલના
સ્વાધ્યાયાદિ-પ્રવૃત્તિ હવે સંપૂર્ણ બંધ કરું છું. ક્ષમાશ્રમણોને-ગૌતમાદિ મહામુનિઓને નમસ્કાર હો.
હે જયેષ્ઠ આર્યો ! અનુજ્ઞા આપો.
ઉત્તમ ગુણરત્નોથી વિભૂષિત દેહવાળા હે પરમગુરુઓ ! (પ્રથમ) પૌરુષી સારી રીતે પરિપૂર્ણ થઈ છે, માટે રાત્રિના સંથારાને વિશે સ્થિર થવાની અનુજ્ઞા આપો. ૧.
Jain Education International
હે ભગવન્ ! સંથારાની અનુજ્ઞા આપો. હાથનું ઓશીકું કરવાથી તથા ડાબે પડખે અને કૂકડીની માફક પગ સંકોચી રાખીને સૂવામાં અશક્ત હાતાં ભૂમિનું પ્રમાર્જન કરીને પગ લાંબા કરવા અર્થાત્ વિધિપૂર્વક પગ લાંબા કરે. ૨. જો પગ લાંબા કર્યા પછી સંકોચવા પડે તો ઢીંચણ પૂંજીને સંકોચવા તથા પડખું ફેરવવું પડે તો શરીરનું પ્રમાર્જન કરવું એ તેનો વિધિ છે. જો
For Private & Personal Use Only
www.jainelibrary.org