________________
સંથારા-પોરિસી સૂત્ર
તેથી આપ આજ્ઞા* આપો તો હવે રાત્રિ-સંથારા પર સ્થિર થાઉં.’ સંથારા પર કેવી રીતે શયન કરવું જોઈએ ? તે જાણવાની જરૂર છે. તેના મુખ્ય નિયમો નીચે મુજબ છે.
1:
૮૭
(૧) ઓશીકાં વગેરે સાધનો ન રાખતાં હાથનું જ ઓશીકું કરીને સૂવું. (૨) ડાબે પડખે સૂવું.
(૩) સૂતી વખતે કૂકડીની જેમ પગને ઢીંચણથી વાળી દેવા.
(૪) જો પગ ઢીંચણથી વાળવાનું અનુકૂળ ન પડે તેમ હોય તો લાંબા કરવા પણ તેમ કરતાં અગાઉ જે ભૂમિ પર રાખવાના છે, તેનું પ્રમાર્જન કરવું.
(૫) પગ લાંબા કર્યા પછી ટૂંકા કરવા હોય તો ઢીંચણનો ભાગ પૂંજવો જેથી જયણાનું પાલન થાય.
(૬) જો પડખું ફેરવવું હોય તો શરીરનું પ્રમાર્જન કરવું. તાત્પર્ય કે ઊંઘમાંથી જરા પણ જાગ્રત થતાં યતનાનું પાલન કરવું એ જ મુમુક્ષુ માટે યોગ્ય છે. નિદ્રા સ્વલ્પ અને અગાઢ હોવી જોઈએ.
(૭) સૂતા પછી કાય-ચિંતા (લઘુનીતિ) વગેરે માટે ઊઠવું પડે તો નિદ્રાથી સંપૂર્ણ મુક્ત થઈને દ્રવ્યાદિ ચારની વિચારણા કરીને પછી જ જવું ઘટે. બેબાકળા ઊઠીને લથડિયાં ખાતાં ચાલવું, એ વ્રતધારી સ્ત્રી-પુરુષ માટે યોગ્ય નથી.
(૮) જાગ્રત થયા પછી વ્રતધારીએ પોતાનો (આત્માનો) દ્રવ્ય-ક્ષેત્રકાળ ભાવથી વિચાર કરવો. એટલે કે :
દ્રવ્યથી-“હું કોણ છું ? શ્રાવક છું કે અન્ય છું ? અથવા મારા ગુરુ કોણ છે ?' વગેરે વિચારવું.
અમ
બહુવેલ એટલે વારંવાર શ્વાસોચ્છ્વાસ, ચક્ષુસ્પંદન વગેરે થતી ક્રિયાઓને અંગે ગુરુઆજ્ઞા મેળવવા માટે એ બે આદેશો કહ્યા છે. આથી તે સૂચિત થાય છે કે તે સિવાયની જેને અંગે આજ્ઞા મેળવવી શક્ય હોય તેવી એક પણ ક્રિયા ગુરુઆજ્ઞા મેળવ્યા વિના કરી શકાય નહીં અર્થાત્ વિના રજાએ એક સ્થળેથી બીજે સ્થળે બેસવાની પણ સ્વતંત્રતા રહેતી નથી. તો સૂવું, વાતો કરવી વગેરે પ્રમાદ તો થાય જ કેમ ? -ધર્મસંગ્રહ ભાષા. ભાગ-૧. પૃ. ૨૫૭, (પાદનોંધમાંથી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org