Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સંથારા-પોરિસી સૂત્ર ૦૭૯
“સંથારામાં સ્થિર થઈને ત્રણ વાર મુહપત્તીનું પડિલેહણ કરે. પછી નવકાર તથા સામાયિક ઉચ્ચારીને ડાબે પડખે હાથનું ઓશીકું કરીને બે પગો કૂકડીની જેમ સંકોચીને સૂએ. જો આ રીતે પગ સંકોચીને સૂવામાં અસમર્થ હોય તો વધારાની જગ્યાનું સારી રીતે પ્રમાર્જન કરીને ભૂમિ ઉપર વિધિપૂર્વક પગ લાંબા કરે.”
સંગ-સંડાસા ૩બૂટ્ટતે ાય-પડિસ્નેહ-પગ ટૂંકા કરતાં ઢીંચણની અને પડખું ફેરવતાં શરીરની પ્રતિલેખના કરે.
ધર્મસંગ્રહકારે સાધુ-ધર્મનું વ્યાખ્યાન કરતાં અઠ્ઠાવીસમી ગાથાના વિવેચનમાં જણાવ્યું છે કે ““સંજોગ' ત્યાદ્ધિ, યદ્રા પુન: સોવતિ પાવી, तदा संदंशमुरुसन्धि प्रमृज्य सङ्कोचयति, उद्वर्तयंश्च कायं प्रमार्जयति, अयं स्वपतो વિધિઃ '' ““સંકોઈએ” ઈત્યાદિ, જો પગનો ફરી સંકોચ કરે તો ઢીંચણનું પ્રમાર્જન કરીને કરે તથા પડખું ફેરવતાં શરીરનું પ્રમાર્જન કરે. આ સૂવાનો વિધિ છે.”
વ્યા–૩વગો -જો કાય-ચિંતા માટે ઊઠવું પડે તો નિદ્રાનું નિવારણ કરવા માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવની વિચારણા કરવી.
'यदा पुनः कायिकार्थमुत्तिष्ठत्ति स तदा किं करोतीत्याह-'दव्वाईउवओगं' द्रव्यतः क्षैत्रतः कालतो भावतश्चोपयोगं ददाति, तत्र द्रव्यतः कोऽहं ? प्रव्रजितोऽप्रव्रजितो वा ? क्षेत्रतः किमपरितलेऽन्यत्र वा ? कालतः किमियं ત્રિવિલો વી ? ભવિત: ક્રિાતિના પડિતોડહં ન વેતિ !'-(ઓ. નિ. દ્રો. વૃ. પૃ. ૮૩) “જો કાય-ચિંતા (લઘુનીતિ કે વડીનીતિ-મલમૂત્ર-વિસર્જન') માટે ઊઠે તો શું કરે ? તે કહે છે-“દ્રવ્યાદિ-ઉપયોગ” એટલે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી ઉપયોગ મૂકે. ત્યાં દ્રવ્યથી એમ વિચારે કે “હું કોણ છું ? પ્રવૃતિ કે અપ્રવ્રજિત ?' ક્ષેત્રથી એમ વિચારે કે હું ઉપર છું કે નીચે ? કાલથી એમ વિચારે કે આ રાત્રિ છે કે દિવસ ? ભાવથી એમ વિચારે કે હું કાય-ચિંતાથી પીડિત છું કે કેમ ? એટલે કે મારે ઠલ્લે-માર્ગે (સ્પંડિલ-માત્રાને માટે) મલ-મૂત્ર-વિસર્જન માટે જવાની જરૂર છે કે કેમ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org