________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૦
૩૬૧ (સિદ્ધાંતકારનું વચન) બરાબર નથી. કેમ કે આવા પ્રકારના અર્થનો જતેને યતિને, નિષેધ છે, અર્થાત્ સ્નાત-ઉદ્વર્તન આદિ પ્રકારના અર્થનો જથતિને નિષેધ છે, પરંતુ દેવાચનનો તહીં.
૦ આનાથી એ ફલિત થયું કે, ‘નામુર્તન ... વ્રમવારિણ' એ પ્રકારના વચનથી યતિને પૂજાનો નિષેધ થઈ શકે નહિ, પરંતુ ભોગ માટે જ સ્નાનાદિનો નિષેધ થઈ શકે; અને પૂજાના અંગભૂત સ્નાન તો શ્રાવકની જેમ અન્યને પણ સ્વીકારી શકાય. તેથી જો રોગી શ્રાવક માટે દ્રવ્યસ્તવ ઔષધ માનશો તો સાધુએ પણ દ્રવ્યસ્તવ કરવું જોઈએ.
ઉત્થાન :
અહીં સિદ્ધાંતકાર આ પ્રમાણે કહે કે, સાધુ સાવઘથી નિવૃત્ત છે, માટે દ્રવ્યસ્તવ કરતા નથી.તેથી કહે છે - ટીકાર્ચ -
યદિ તિઃ ..... ચાન્ ! જો યતિ સાવધથી નિવૃત્ત થયેલ છે, તેથી શું દોષ છે, કે જે કારણથી સ્નાન કરીને દેવાર્ચન કરતા નથી?
(સાવધથી નિવૃત્તિ હોવા છતાં કર્મરોગના નાશ માટે યતિએ દ્રવ્યસ્તવ કરવું જોઈએ.) એથી કરીને તિને દ્રવ્યસ્તવ સ્વીકારતી આપત્તિ છે એથી કરીને, જો સ્નાનપૂર્વક દેવતાઅર્ચનમાં સાવધયોગ થાય, તો આ=સાવધયોગ, ગૃહસ્થને પણ તુલ્ય છે. જેથી કરીને તેના વડે પણ=ગૃહસ્થ વડે પણ, તે= દેવતાઅર્ચન, કર્તવ્ય ન થાય.
સાથ દ ...... રૂતિ | ગૃહસ્થ કુટુંબાદિ અર્થે સાવઘમાં પ્રવૃત્ત છે, તે કારણથી ત્યાં પણ= સ્નાનપૂર્વક દેવતાઅર્ચનમાં પણ, પ્રવર્તે. વળી યતિ સાવધમાં અપ્રવૃત્ત હોવાથી કેવી રીતે સ્નાનપૂર્વક દેવતાચનમાં પ્રવર્તે ? એ પ્રકારે સિદ્ધાંતકાર કહે તો ‘નનું થી પૂર્વપક્ષી તેનો જવાબ આપે છે –
નનુ..... પ્રજ્વર્તિતવ્યમ, જોકે કુટુંબાદિ અર્થે ગૃહસ્થ સાવધમાં પ્રવર્તે છે, તો પણ તેના વડે ધર્મ માટે ત્યાં=સ્નાનપૂર્વક દેવતાર્ચનમાં, પ્રવર્તવું જોઈએ નહિ.
ર દિ ..... સાવરિતવ્યમ્ - જે કારણથી એક પાપ આચર્યું હોય તો અન્ય પણ આચરવું ન જોઈએ.
૦ દિ' શબ્દ યસ્માદર્થક છે.
હાથ પાદરાન્ ..... નાનપૂનાવિક ફૂપના ઉદાહરણથી પૂજાદિજનિત આરંભદોષની વિશુદ્ધિ કરીને ગૃહસ્થ ગુણાંતરને પામે છે. જેથી કરીને ગૃહસ્થને સ્નાનપૂજાદિયુક્ત છે. આ પ્રમાણે જો સિદ્ધાંતકાર કહે તો “નન થી પૂર્વપક્ષી કહે છે -
નનુ યથા ....... તિનધારીતિ? જેમ ગૃહસ્થને કૂપના ઉદાહરણથી સ્નાનાદિ યુક્ત છે, એ પ્રમાણે યતિને પણ તે=સ્નાનાદિ, યુક્ત જ છે. અને એ રીતે=જે રીતે રોગના નાશ માટે ગૃહસ્થ તમારા મતે દ્રવ્યસ્તવનો અધિકારી છે, તેથી તેને સ્નાનાદિ યુક્ત છે, એ રીતે, યતિ સ્નાનાદિમાં અધિકારી કેમ નહિ થાય ? અર્થાત્ તમારા માટે ગૃહસ્થની જેમ યતિ પણ સ્નાનાદિનો અધિકારી માનવો પડશે.