________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૪
૪૬૧ રેવોલ્ટેશન ..... તળે ! દેવતાના ઉદ્દેશથી અર્થાત્ જિનભવન પ્રત્યે ભક્તિમાત્રના ઉદ્દેશથી જિનભવન ગૃહસ્થોને કર્તવ્ય છે. આ અત્યંત શુદ્ધ, અનિદાન જ ભાવ શુભાશય છે, એ પ્રમાણે તેના જાણનારાઓ વડે કહેવાય છે. વિશેષાર્થ:
લોકમાં દેવતાને ઉદ્દેશીને હોમ-હવનરૂપ જે ત્યાગ કરવામાં આવે છે, ત્યાં ત્યાગશબ્દનો પ્રયોગ પ્રચુરતાથી થાય છે. તેના કરતાં દ્રવ્યસ્તવ જુદો છે, તે બતાવવા માટે યજ્ઞપદની આગળ ભાવપદનું યોજના કરેલ છે, તેથી ભાવયજ્ઞપદ ભગવાનની પૂજાનો વાચક બને છે. તે બતાવવા માટે ગ્રંથકાર કહે છે કે, ભાવપદના સ્પસંદાનથી=ભાવપદનું યોજન કરવાથી, વિતરાગ દેવતાની ઉપસ્થિતિ થાય છે, અર્થાત્ ભગવાનની પૂજા એ ભાયજ્ઞ છે એમ કહેવાથી આ વીતરાગ દેવતાની પૂજા છે, એ પ્રકારની ઉપસ્થિતિ થાય છે. તેથી વીતરાગની પૂજામાં ભાવયજ્ઞપદની પ્રવૃત્તિ ઉચિત છે, માટે પૂર્વમાં સ્વયં ગ્રંથકારે દ્રવ્યસ્તવને ભાવયજ્ઞ કહ્યો તે ઉચિત છે. અને તેમાં ષોડશક ગ્રંથની સાક્ષી આપી એ પાઠનું તાત્પર્ય પૂર્વના કથન સાથે આ રીતે છે –
ષોડશકના સાક્ષીપાઠમાં દેવતાના ઉદ્દેશનો અર્થ કર્યો કે, વીતરાગ દેવતાની ભક્તિમાત્રના ઉદ્દેશથી જિનભવન કરાવવું જોઈએ. તેથી અન્ય દેવતાઓના ઉદ્દેશથી કરાતા ત્યાગ કરતાં વીતરાગ દેવતાને ઉદ્દેશીને કરાતો ત્યાગ એ શુભ ભાવરૂપ છે, એ ફલિત થાય છે. માટે અન્ય દેવતાના ઉદ્દેશથી કરાતા ત્યાગમાં યાગશબ્દની જે પ્રવૃત્તિ થાય છે, તેની વ્યાવૃત્તિ કરવા માટે વીતરાગ દેવતાની ભક્તિમાં ભાવયજ્ઞપદનો પ્રયોગ થાય છે. ઉત્થાન :
પૂર્વમાં ‘પથ' થી જે કહ્યું કે, યજ્ઞ શબ્દ લૌકિક ભાગમાં પ્રસિદ્ધ છે, તેના વ્યાવર્તન માટે દ્રવ્યસ્તવમાં ભાવયજ્ઞ પદ પ્રવર્તશે અને ત્યાર પછી ‘મથ' થી તિ વેત્ સુધીના કથનથી જવાબ આપ્યો કે, દેવતાઉદ્દેશક ત્યાગમાં “યાગ' શબ્દનો પ્રચુર પ્રયોગ છે, તેથી ભાવપદના યોગવાળા “યાગ' શબ્દથી વીતરાગ દેવતાની ઉપસ્થિતિ થાય છે, માટે વીતરાગની પૂજામાં ભાવયજ્ઞપદની પ્રવૃત્તિ ઉચિત છે. આ બંને કથનમાં ભેદ હોવા છતાં સામાન્યથી એક જેવાં જ દેખાય; કેમ કે પ્રથમ કથનમાં લૌકિક યાગમાં દ્રવ્યયજ્ઞ અને ભગવાનની પૂજામાં ભાવયજ્ઞ પદના પ્રયોગનું કથન છે, અને બીજા કથન પ્રમાણે અન્ય દેવતાઉદ્દેશક ત્યાગમાં યજ્ઞપદનો પ્રયોગ અને વીતરાગ દેવતાઉદ્દેશક ત્યાગમાં ભાવયજ્ઞ પદનો પ્રયોગ દેખાય છે. તેથી પ્રથમ કથન કરતાં બીજા કથનથી શું વિશેષતા પ્રાપ્ત થાય છે કે, જેના કારણે ભગવાનની પૂજામાં ભાવયજ્ઞપદનો પ્રયોગ કરવો ઉચિત છે ? તે બતાવવા અર્થે કહે છે - ટીકાર્ય :
રેવતોરોન - ઉન્નયનાન્ અને દેવતાના ઉદ્દેશ વડે કરાયેલો ત્યાગ એ નિશ્ચયથી આત્મઉદ્દેશથી જ છે; કેમ કે દેવતાપણું એ વીતરાગપણારૂપ છે. એથી કરીને સમાપતિથી તેનું વીતરાગત્વનું, સ્વાત્મામાં ઉત્તયન થાય છે.