________________
પ્રતિમાશતક શ્લોકઃ ૩૬ ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી કહે કે, નદી ઊતરવામાં થતી હિંસા ખરેખર અમને ઈષ્ટ નથી, પરંતુ નદી ઊતર્યા વગર સંયમના પાલનને અનુકૂળ વિહાર અશક્ય છે, તેથી અમે નદી ઊતરીએ છીએ. તેને ગ્રંથકાર કહે છે -
ટીકાર્ય :
શક્ય ... વામ I એ રીતે પ્રતિમાઅર્ચનમાં પણ કહેવું શક્ય છે. વિશેષાર્થ:
મલિનારંભી એવા ગૃહસ્થને વીતરાગની દ્રવ્યપૂજા ભગવાન પ્રત્યેના વિનયની વૃદ્ધિ અર્થે અવશ્ય કર્તવ્ય છે, અને તે દ્રવ્યપૂજા સત્ત્વવધ વગર અશક્ય છે, તેથી પુષ્ટાલંબનક નદીઉત્તરણ અને ભગવાનની દ્રવ્યપૂજા એ બે સ્થાનોમાં તુલ્યતા છે. ટીકા:
भक्तिसाधनीभूतपुष्पादिसत्त्ववधस्य शक्यपरिहारत्वात्तदकरणे तत्परिहारः शक्य इति चेत् ? नद्यनुत्तरणे तज्जीववधपरिहारः शक्य इति तुल्यम् । साधुना कुलाद्यप्रतिबद्धेन विहारस्तावदवश्यं कर्त्तव्यः स च नद्युत्तरणं विना न सम्भवतीत्यनन्यगत्या एव नद्युत्तार इति चेत् ? साधुधर्माशक्तस्य श्राद्धस्यावश्यं कर्त्तव्या भगवद्भक्तिः प्रतिमार्चनं विना न संभवति इत्यत्रापि अनन्यगतिकत्वं तुल्यम् ।
ટીકાર્ય :
મસિધિનીમૂત.... તુમ્ ભક્તિના સાધનભૂત એવાં પુષ્પાદિરૂપ સત્ત્વવધવું શક્ય પરિહારપણું હોવાથી તેના અકરણમાં દ્રવ્યસ્તવના અકરણમાં, તેનો પરિવાર સત્ત્વવધનો પરિહાર, શક્ય છે. એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકાર કહે છે કે, નદી નહિ ઊતરવામાં તે જીવોના વધનો પરિહાર-જલના જીવોના વધનો પરિહાર, શક્ય છે, એથી કરીને તુલ્ય છે. અર્થાત્ સાધુને નદીઉત્તરણ અને ગૃહસ્થને ભગવાનની પૂજા એ બંને તુલ્ય છે. વિશેષાર્થ:
પૂર્વપક્ષીને એ કહેવું છે કે, શ્રાવક ભગવાનની પૂજા ન કરે તો ભગવાનની ભક્તિમાં થતા જીવવધનો પરિહાર થઈ શકે, માટે પ્રતિમાઅર્ચનમાં જીવવધનો પરિહાર અશક્ય છે, તેમ કહી શકાય નહિ. તેને ગ્રંથકાર કહે છે કે, જો તેમ સ્વીકારીએ તો સાધુ પણ નદી ઊતરે નહિ તો જીવવધનો પરિહાર શક્ય છે, તેથી ભગવાનની ભક્તિમાં થતો જીવવધ અને સાધુની નદીઉત્તરણમાં થતો જીવવધ બંને સમાન છે. માટે પૂર્વપક્ષી ભગવાનની પૂજાનો નિષેધ કરતો હોય તો તેણે સાધુને નદી ઊતરવાનો નિષેધ કરવો જોઈએ.