________________
પ૪
શ્લોક ઃ
પ્રતિમાશતક | શ્લોક : ૩૮
गर्तादङ्गविघर्षणैरपि सुतं मातुर्यथाहेर्मुखात्, कर्षन्त्या नहि दूषणं ननु तथा दुःखानलार्चिर्भृतात् । संसारादपि कर्षतो बहुजनान् द्रव्यस्तवोद्योगिनस्तीर्थस्फातिकृतो न किञ्चन मतं हिंसांशतो दूषणम् ।। ३८ ।।
શ્લોકાર્થ
જે રીતે ગર્તાથી=ખાડાથી, અંગના વિઘર્ષણ વડે ઘસડાવાથી પણ સાપના મુખથી પુત્રને ખેંચતી માતાને દૂષણ નથી, તે રીતે દુઃખરૂપી અગ્નિજ્વાલાથી પૂરિત એવા સંસારથી પણ ઘણા મનુષ્યોને ખેંચનાર અને તીર્થની સ્ફાતિ=ઉન્નતિ, કરનાર એવા દ્રવ્યસ્તવમાં ઉધમીની હિંસાના અંશને કારણે નક્કી કોઈ દૂષણ મનાયેલું નથી. II૩૮।।
ટીકા ઃ
'गर्ताद्' इति : - यथा- गर्ताद्-विवरादतित्वरयाऽङ्गस्य विघर्षणैरपि कृत्वाऽहेर्मुखात् = सर्पस्य વવનાત્, સુતં વર્ષન્યા માતુ: ન દિ=બેવ, ફૂલમ્ । નનુ-નિશ્ચયે, તથા દુઃહાનતાધિમૃતાત્ असुखाग्निज्वालापूरितात्, संसारादपि बहुजनान् बीजाधानद्वारेण कर्षतो द्रव्यस्तवे उद्योगिनः = उद्यमवतः, तीर्थस्फातिकृतः = जिनशासनोन्नतिकारिणः, हिंसांशतः = हिंसांशेन, न दूषणं मतम्, स्वरूपहिंसायां दोषस्याबलवत्त्वाद्, उद्देश्यफलसाधनतयाऽनुबन्धतोऽदोषत्वाद्वा ।। ३८ ।।
ટીકાર્થ -
યથા ..... ઞયોષાદા ।। જે રીતે ખાડામાંથી અતિત્વરાથી અંગના વિઘર્ષણ વડે પણ પુત્રનું સાપથી રક્ષણ કરવા અર્થે ખેંચતી માતાને દૂષણ નથી, તે રીતે દુઃખરૂપી અગ્નિજ્વાલાથી ભરેલા એવા સંસારમાંથી ઘણા લોકોને બીજાધાન દ્વારા ખેંચનારા એવા દ્રવ્યસ્તવમાં ઉદ્યમવાળાઓને જિનશાસનની ઉન્નતિ કરનારાઓને હિંસાના અંશને કારણે નક્કી દૂષણ નથી; કેમ કે સ્વરૂપહિંસામાં દોષનું અબલવાનપણું અથવા તો ઉદ્દેશ્યને અનુરૂપ ફળનું સાધનપણું હોવાને કારણે અનુબંધથી= ફ્ળથી, અદોષપણું છે. ।।૩૮।
વિશેષાર્થ :
(૧) સ્વરૂપહિંસામાં દોષનું અબલવાનપણું છે, તેનો ભાવ એ છે કે, જિનપૂજામાં ફક્ત સ્વરૂપથી હિંસા છે, તેથી જિનપૂજાથી થતા લાભોની અપેક્ષાએ પુષ્પાદિના જીવોને પીડારૂપ જે દોષ છે, તેનું અબલવાનપણું છે.