________________
ઉ૪૮
પ્રતિમાશતક | શ્લોક: ૫૩ પ્રસ્તુતમાં ખાઈનું પાણી અશુદ્ધ છે, તેમ વ્યવહારનય માને છે, અને તે ઈન્દ્રિયોને ઉપઘાતક છે. પરંતુ ઉપઘાતક દ્રવ્ય પ્રત્યે દ્વેષાદિ ભાવો કરવામાં આવે તો આત્માનું અહિત કરે છે, તેથી અશુભ પરિણામવાળા પુદ્ગલને આશ્રયીને અશુભ ભાવો ન કરવા તે વ્યવહારનો ઉપદેશ છે.
જ્યારે નિશ્ચયનો ઉપદેશ એ છે કે, અશુભ પરિણામવાળા પુદ્ગલોમાં વર્તતો અશુભભાવ છે, તેની સાથે ઈન્દ્રિયનો સંનિકર્ષમાત્ર થવાથી તે અશુભ ભાવ આત્માને પ્રાપ્ત થતી નથી, પરંતુ આત્મા મિથ્યાભિમાન કરે છે કે, તે પુદ્ગલો મને પ્રાપ્ત થયા, તેથી તેના પ્રત્યે દ્વેષ કરે છે. વસ્તુતઃ પુદ્ગલોનો ભાવ પુદ્ગલોમાં વર્તે છે અને આત્માનો પરિણામે આત્મામાં વર્તે છે, તેથી તે પુદ્ગલોના પરિણામ સાથે પોતાને કોઈ સંબંધ નથી, ફક્ત જ્ઞાતૃભાવરૂપે વર્તતો આત્મા ય પરિણામરૂપે પુદ્ગલોના ભાવોનું પરિચ્છેદન માત્ર કરે છે. આ રીતે ઉભયનય દૃષ્ટિથી વર્તતા તથભાવોને ભગવાને કહેલ છે તે રીતે જિતશત્રુ રાજા જાણતા નથી.
(૪) અવિતથ એવા જિનપ્રજ્ઞપ્ત ભાવોને તેઓ જાણતા નથી, એમ કહ્યું તેનો ભાવ એ છે કે, વ્યવહારનયર્થી કે નિશ્ચયનયથી પરસ્પર સાપેક્ષ રીતે પદાર્થને ભગવાન તે જ રીતે બતાવે છે કે, બંને નયોને સ્વસ્થાને યોજીને બંને નયોથી જીવ પોતાનું હિત કરી શકે, આ અવિતથ જિનપ્રજ્ઞપ્ત ભાવ છે. પરંતુ તે બંને નયોની દૃષ્ટિને અસ્થાને યોજન કરે તો હિતનો વ્યાઘાત થાય છે.
જેમ પરપદાર્થને પરપદાર્થ સાથે કોઈ સંબંધ નથી, તેમ નિશ્ચયનયની દૃષ્ટિને સામે રાખીને ગુણસંપન્ન એવા ગુરુ આદિથી પણ પોતાને કોઈ ઉપકાર નથી, એમ માનીને, ગુરુ આદિના વિનયાદિ ન કરે તો પોતાનું જ અહિત થાય. તેથી તે સ્થાને વ્યવહારનયનું અવલંબન લઈને ગુરુ આદિના વિનયાદિ કરવા તે જ ઉચિત બને છે.
ઈન્દ્રિયોના વિષયભૂત ભાવોનો જ્યારે ઈન્દ્રિય સાથે સહજ સંપર્ક થાય, ત્યારે નિશ્ચયનયનું અવલંબન લઈને તે ભાવરૂપે પરિણમન પામતા આત્માને અટકાવવાનો યત્ન કરવો, તે નિશ્ચયનું સ્થાન છે; અને ઈન્દ્રિયોને પોતાને અનુકૂળ વિષયોથી દૂર રાખવાનો યત્ન કરવો, તે વ્યવહારનયનો વિષય છે. આ રીતે ઉભયનયોને યોજે તે અવિતથ જિનપ્રજ્ઞપ્ત ભાવ છે, અને આ અવિતથ જિનપ્રજ્ઞપ્ત ભાવને જિતશત્રુ રાજા જાણતા નથી.
(૫) સભૂત એવા જિનપ્રજ્ઞપ્ત ભાવોને જિતશત્રુ રાજા જાણતા નથી, એમ કહ્યું તેનો ભાવ એ છે કે, - દરેક પદાર્થનો જે મૂળ સ્વભાવ છે, તે સદ્ભત ભાવોને બતાવનાર છે. જેમ કે, ચેતનદ્રવ્યનો જ્ઞાનપરિણામ, પુદ્ગલદ્રવ્યનો પૂરણ-ગલન સ્વભાવ, ધર્માસ્તિકાયનો ગતિસહાયકવભાવ, અધર્માસ્તિકાયનો સ્થિતિસહાયકવભાવ ઈત્યાદિ સ્વભાવની યથાર્થતા જાણતો હોય તો, પ્રસ્તુત ખાઈવર્તી જલ પુદ્ગલસ્વરૂપ છે, તેમાં પૂરણ-ગલન સ્વભાવ છે; જ્યારે મારો સ્વભાવ ચૈતન્યસ્વરૂપ છે, તેથી અન્ય પદાર્થના સ્વભાવની સાથે મને કોઈ નિસ્બત નથી, પરંતુ ત્રિકાળવર્તી ચૈતન્ય એક સ્વભાવવાળો હું છું, અને તે જ મારા માટે પરમાર્થ રૂપ છે. આ પરમાર્થને જે જાણે છે તે સદ્ભૂત જિનપ્રજ્ઞપ્ત ભાવને જુએ છે - જાણે છે. જ્યારે જિતશત્રુ રાજા આ રીતે સદ્ભુત જિનપ્રજ્ઞપ્ત ભાવોને જાણતા નથી.