________________
પ્રતિમાશતક | શ્લોક : પ.
ઉ૭ કરી શકે છે, તેવા વિશિષ્ટ ભાવો સામાયિકાદિથી કરી શકતો નથી; તેથી ફળનો અર્થ એવો શ્રાવક વિશેષરૂપે દ્રવ્યસ્તવમાં યત્ન કરે છે.
હવે કોઈ શ્રાવક દ્રવ્યસ્તવની જેમ સામાયિકથી પણ સમાન ફળ મેળવી શકે છે, તો તેને આશ્રયીને શું? તે વાત મૂળ શ્લોકમાં બતાવતાં કહે છે –
હેવંતરથી હેતુ વિફળ નથી.
આશય એ છે કે, મોક્ષના કારણરૂપ દ્રવ્યસ્તવ કરતાં હેવંતરરૂપ સામાયિકથી હેતુ વિફળ નથી=મોક્ષના કારણરૂપ દ્રવ્યસ્તવરૂપ હેતુ વિફળ નથી. માટે જેમ શ્રાવકને સામાયિક કર્તવ્ય છે તેમ ઉચિત કાર્યરૂપ દ્રવ્યસ્તવ પણ કર્તવ્ય છે એ સિદ્ધ થાય છે. અને તે જ પદાર્થને સ્પષ્ટ કરવા માટે તથા ર થી કહે છે –
અને તે રીતે=હેવંતરથી હેતુ વિફળ નથી તે રીતે, શ્રાવકને દાનાદિ, સામાયિકાદિ અને દેવપૂજાના શ્રાવકને ઉચિત ફળમાં તૃણ, અરણિ, મણિ ન્યાયથી કારણપણું હોવાને કારણે દોષ નથી.
આશય એ છે કે, જેમ તૃણથી અગ્નિ પેદા થઈ શકે છે, અરણિના કાષ્ઠથી અગ્નિ પેદા થઈ શકે છે અને મણિથી અગ્નિ પેદા થઈ શકે છે, તેથી અગ્નિનો અર્થી જે વખતે જે ઉપલબ્ધ હોય તેનાથી અગ્નિ માટે યત્ન કરે છે; તેમ શ્રાવક પણ શ્રાવકાચારના ઉચિત ફળની પ્રાપ્તિ દાનાદિ, સામાયિકાદિ અને દેવપૂજાથી કરી શકે છે. તેથી ઉચિત કાળે તે દાનાદિમાં પ્રયત્ન કરે, તેમ ઉચિત કાળે સામાયિકમાં પણ યત્ન કરે અને ઉચિત કાળે દેવપૂજામાં પણ યત્ન કરે. પરંતુ એમ ન વિચારે કે, સામાયિકથી મને ફળની પ્રાપ્તિ થાય છે, તો દેવપૂજા કરવાની જરૂર નથી; કેમ કે, જેમ નિર્જરાનું કારણ શ્રાવક માટે સામાયિક છે, તેમ દેવપૂજા પણ છે. માટે શ્રાવકને સામાયિકથી નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ હોવા છતાં દેવપૂજામાં યત્ન કરે તેમ સ્વીકારવામાં દોષ નથી.
હેવંતરથી હેતુ વિફળ નથી, એ જ વાતને આગમવચનથી સ્પષ્ટ કરવા માટે કહે છે કે, આથી કરીને જ સાધુને આશ્રયીને કહેવાયેલું છે – જેને જેવા પ્રકારનો રોગ હોય તેને તેવા પ્રકારે જુદી જુદી ચિકિત્સા હોય છે. તે રીતે સાધુને સંવર-નિર્જરાના કારણરૂપ એવો તપ પણ, કોઈક જીવને આશ્રયીને કોઈક તપ ઉપકારક થાય, અને અન્ય જીવને આશ્રયીને અન્ય તપ ઉપકારક થાય. જેમ કોઈ જીવ સ્વાધ્યાયાદિથી વિશેષ સંવેગ પેદા કરી શકતો હોય તો સ્વાધ્યાયાદિથી તેને ઉપકાર થાય, અને કોઈ જીવ વિશેષ પ્રકારના ઉપવાસાદિ તપથી વિશેષ સંવેગ પેદા કરી શકતો હોય તો તેવા જીવોને આશ્રયીને ઉપવાસાદિ તપ ઉપકારક થાય. પરંતુ એટલા માત્રથી સ્વાધ્યાયાદિને આશ્રયીને ઉપવાસાદિને સંવરના અકારણ તરીકે સ્વીકારી શકાય નહિ. તેથી જેમ જે સાધુને જે તપથી નિર્જરાની સિદ્ધિ થઈ હોય તે સાધુ તેમાં જ યત્ન કરે તો પણ, અન્ય તપ કર્તવ્ય નથી તેમ કહી શકાય નહિ; તે જ રીતે જે શ્રાવક સામાયિકથી મોક્ષને અનુકૂળ ભાવો કરી શકે છે, તે શ્રાવક સામાયિકમાં યત્ન કરે તો પણ, જે શ્રાવકને ભગવાનની પૂજાથી પણ વિશેષ પરિણામ થતો હોય તેણે પણ સામાયિકથી જ આત્મહિત સાધવું અને દેવપૂજા કર્તવ્ય નથી, તેમ સ્વીકારી શકે નહિ. પરંતુ પોતાની ભૂમિકા પ્રમાણે જ્યારે સામાયિકથી લાભ થતો હોય ત્યારે સામાયિકમાં યત્ન કરે, અને જ્યારે સામાયિકથી તેવો ભાવ કરી શકે તેમ ન હોય ત્યારે દ્રવ્યસ્તવમાં યત્ન કરે, કે જેથી વિશેષ પ્રકારનો ભાવ દ્રવ્યસ્તવથી ઉલ્લસિત થાય.
Q-૨૩