________________
૬૯
પ્રતિમાશતક | શ્લોક પલ હેતુહિંસાનો નિરાસ નથી, આમ છતાં તેઓ પ્રજ્ઞાપનીય હોય તો હેતુહિંસા નિરનુબંધ બને છે. આ રીતે સમ્યક કરાયેલી પૂજામાં કેવલ સ્વરૂપહિંસા જ છે, જે ફક્ત દ્રવ્યાશ્રવરૂપ છે. જેમ સંયમી મુનિ સંયમની વૃદ્ધિ માટે યતનાપૂર્વક વિહાર કરતા હોય ત્યારે વાઉકાયની વિરાધનારૂપ સ્વરૂપહિંસા છે, તેની જેમ આ રીતે કરાયેલી પૂજામાં ફક્ત સ્વરૂપહિંસા છે, તે દ્રવ્યાશ્રવરૂપ છે. ટીકાર્ચ -
તન્નાદ' - ત્યાં પૂર્વમાં સિદ્ધ કર્યું કે, દ્રવ્યસ્તવમાં ફક્ત સ્વરૂપહિંસા છે ત્યાં, મૂળશ્લોકમાં કહે છે -
દ્રાવતશ્ય .. વારવચન | અને દ્રવ્યાશ્રવથી સ્વનો જે અધ્યાત્મભાવ તેની ઉન્નતિનું બાધા પણ નથી; કેમ કે “અધ્યવસાયથી જ બંધ અને મોક્ષ છે,” એ પ્રકારનું આચારનું આચારાંગ સૂત્રનું, વચન છે. વિશેષાર્થ :
જ્યાં અનુબંધહિંસા અને હેતુહિંસા નથી, ત્યાં હિંસાને અનુકૂળ કોઈ પરિણતિ નથી, પરંતુ મોક્ષને અનુકૂળ પરિણામ છે, ત્યાં જે કાંઈ સ્વરૂપહિંસા થાય, તે યોગના પ્રવર્તનરૂપ છે, જે દ્રવ્યાશ્રવ સ્વરૂપ છે. તેથી જિનાર્ચામાં જે વિધિપૂર્વક યત્ન કરે છે, ત્યાં ફક્ત સ્વરૂપહિંસા હોય છે, તેથી ત્યાં દ્રવ્યાશ્રવ હોય છે અને તેનાથી પોતાના અધ્યાત્મભાવની ઉન્નતિનો બાધ થતો નથી.
પૂજાકાળમાં ભગવાન પ્રત્યેના બહુમાનભાવને કારણે બહુમાનની વૃદ્ધિ અર્થક ક્રિયા અંશમાં જે વાંછા છે, તેના કારણે બહુમાનને અનુકૂળ એવી પુષ્પાદિથી પૂજા થાય છે, તેમાં હિંસાના પરિણામથી અસંવલિત એવો જે યોગ વર્તે છે, તેનાથી થતી જે દ્રવ્યહિંસા છે, તે દ્રવ્યાશ્રવરૂપ છે. તેનાથી ભગવાનની પૂજાને કારણે વધતો જતો જે અધ્યાત્મભાવ છે તેનો બાધ થતો નથી; કેમ કે આચારાંગ સૂત્રનું વચન છે કે, અધ્યવસાય જ બંધ અને મોક્ષ સ્વરૂપ છે. તેથી પ્રસ્તુતમાં જે અધ્યવસાય છે, તે ભગવાન પ્રત્યેના બહુમાનભાવની વૃદ્ધિને અનુકૂળ છે, અને દ્રવ્યાશ્રવરૂપ જે યોગ=વ્યાપાર છે, તેમાં સ્વરૂપહિંસા છે, તે બંધનું કારણ બનતી નથી; કેમ કે બંધને અનુકૂળ અધ્યવસાય નથી. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, પૂજામાં યતનાપૂર્વકનો સદાશય હોવા છતાં પૂજાની ક્રિયાથી પુષ્પાદિ જીવોને કિલામણાદિ થાય છે, તેથી ભગવાનની ભક્તિકાળમાં જે અધ્યાત્મભાવની વૃદ્ધિ થાય છે, તેનો બાધ થશે;
જ્યારે સામાયિકાદિ કરવામાં આવે તો અધ્યાત્મભાવની વૃદ્ધિનો બાધ નહિ થાય. તેથી પૂજા કરતાં સામાયિકમાં યત્ન કરવો એ જ વધારે ઉચિત છે. એવી શંકાને સામે રાખીને કહે છે – ટીકા -
इदमेव कथम् ? अत्राह-हि-यत:, समये-सिद्धान्ते, योगस्थितिव्यापकं यावद्योगास्तिष्ठन्ति