________________
૭૩૧
પ્રતિમાશતક | શ્લોકઃ ૬૦ प्रभूततरनिर्जराफलत्वोपदर्शनमेव द्रव्यस्तवेऽल्पस्यापि पापस्य सम्भवं न सहते इति शुद्धभावस्य निर्विषय: कूपदृष्टान्तः । ટીકાર્ચ - -
૩૪ત્ર .... તુ, અહીંયાં-પૂર્વમાં આવશ્યકતિર્થંક્તિમાં ફૂપદષ્ટાંત કહ્યું તે સ્થાનમાં, દ્રવ્યસ્તવમાં કીતિ આદિ માટે પણ પ્રવૃત્તિ હોવાથી શુભ અધ્યવસાયનો વ્યભિચાર કહ્યો, તે ચારિત્રની ક્રિયામાં પણ તુલ્ય છે.
૦ ‘સત્ર' નો અન્વય “શુદ્ધાવસ્થ નિર્વિષયઃ પઠ્ઠા ની સાથે છે. ઉત્થાન :
અહીં શંકા થાય કે શુભ અધ્યવસાયનું જ ભાવસ્તવપણું હોવાને કારણે તેના કારણપણા વડે= ભાવસ્તવના કારણપણા વડે, પુષ્પાદિ અભ્યર્ચનક્રિયાનું અપ્રધાનપણું છે, તેથી દ્રવ્યસ્તવ કરતાં ભાવસ્તવ જ શ્રેષ્ઠ છે; કેમ કે દ્રવ્યસ્તવમાં જે શુભઅધ્યવસાય છે, તે ભાવરૂવરૂપ છે, અને તેના કારણભૂત એવી પૂજાની ક્રિયા અપ્રધાનભૂત હોવાને કારણે ભાવસ્તવ જ આદરણીય છે એ ફલિત થાય છે. તેથી ભાવસ્તવના અર્થીએ ચારિત્રમાં જ યત્ન કરવો જોઈએ, પરંતુ દ્રવ્યસ્તવમાં યત્ન ન કરવો જોઈએ. તેથી કહે છે – ટીકાર્ય :
શુમાધ્યવસાય .... તથાત્વાપત્તિI અને શુભઅધ્યવસાયનું જ ભાવસ્તવપણું હોવાને કારણે તેના કારણપણા વડે=ભાવસ્તવના કારણપણા વડે, પુષ્પાદિ અભ્યર્ચનક્રિયાનું અપ્રધાનપણું હોત છતે, ચારિત્રના ભાવથી તેની ક્રિયાનીચારિત્રની ક્રિયાની, પણ તથાપણાની=અપ્રધાનપણાની, આપત્તિ છે. વિશેષાર્થ :
દ્રવ્યસ્તવ પુષ્પાદિથી અભ્યર્થનરૂપ છે અને તે અપ્રધાન હોવાથી પ્રધાન એવું ભાવસ્તવ જ ઉપાદેય છે, એમ કહીને પૂર્વપક્ષી દ્રવ્યસ્તવ કરતાં ભાવસ્તવમાં યત્ન કરવાનું કહેતો હોય, તો ચારિત્રનો પરિણામ ભાવસ્તવરૂપ છે અને તેની નિષ્પત્તિને અનુકૂળ જે ચારિત્રની ક્રિયાઓ છે તે અપ્રધાન છે, તેથી ચારિત્રની ક્રિયામાં પણ યત્ન ન કરવો જોઈએ, એ પ્રકારની આપત્તિ આવે.
ઉત્થાન :
અહીં શંકા થાય કે દ્રવ્યસ્તવમાં ભાવનું અનેકાંતપણું છે; કેમ કે માનસપ્રણિધાનપૂર્વક દ્રવ્યસ્તવ થાય તો ભાવ થાય, અને માનસપ્રણિધાન ન હોય તો કેવલ પુષ્પાદિ અર્ચનરૂપ દ્રવ્યક્રિયા પણ થઈ શકે. તેથી દ્રવ્યસ્તવમાં ભાવનું અનેકાંતપણું હોવાથી ભાવસ્તવમાં જ યત્ન કરવો જોઈએ. તેથી કહે છે -