________________
પ્રતિમાશતક | શ્લોક : ૧૦
૭૩૭ પૂર્વ પૂર્વતર ક્રિયામાં પણ શુભભાવનો અવય હોવાથી તે ફળની શુભાનુબંધી પ્રભૂતતર નિર્જરારૂપ પૂજા ફળની, ઉપપત્તિ છે.
પ્રસ્થકળ્યાયથી શુભભાવના અન્વયે દ્વારા સ્નાનાદિમાં નિર્જરારૂપ ફળની ઉપપત્તિ બતાવી. તેને જ પુષ્ટ કરતાં કહે છે -
નૈનન મકાન ... તુર્થપક્વાશ | ગમન ના અભિપ્રાયથી આથી જ=સ્નાનાદિમાં શુભભાવના અન્વયને કારણે નિર્જરા ફળની ઉપપત્તિ છે આથી જ, પૂજા માટે સ્નાનાદિ ક્રિયામાં પણ યતનાથી અધિકારની સંપત્તિ હોવાને કારણે ચતુર્થ પંચાશકમાં શુભભાવના અન્વયે ઉપદર્શિત કરાયો છે–દેખાડાયો છે. વિશેષાર્થ :
પૂર્વપક્ષીનું કહેવું એમ છે કે, પૂજાના પ્રારંભ પૂર્વે પૂજા અર્થે સ્નાનાદિ ક્રિયા કરાય છે તે વખતે જે જલાદિ જીવોની વિરાધના થાય છે, ત્યાં પાપનો બંધ થાય છે. ત્યારપછી ભગવાનની પૂજા પુષ્પાદિથી કરાય છે ત્યારે, શુભભાવ વર્તે છે ત્યારે, નિશ્ચયથી શુભભાવને કારણે વિશિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે; અને વ્યવહારનયથી તે શુભભાવથી અન્વિત પુષ્પાદિઅર્ચન ક્રિયાથી વિશિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે, તેથી પૂર્વમાં સ્નાનાદિ વખતે બંધાયેલું કર્મ અને અન્ય કર્મ નાશ પામે છે; તો પણ સ્નાન પૂજાનું અંગ છે, તેથી પૂજા માટે કરાતા સ્નાનાદિથી બંધાયેલા પાપનું કારણ ભગવાનની પૂજા છે. માટે સ્નાનાદિથી જે કર્મબંધ થાય છે તે, અને પૂર્વોપાર્જિત અન્ય કર્મ, ભગવાનની પૂજામાં વર્તતા શુભભાવથી નાશ પામે છે, તેથી કૂપદષ્ટાંત ત્યાં સંગત થઈ જશે.
તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતકાર કહે છે કે, એમ ન કહેવું; કેમ કે, પ્રસ્થકદષ્ટાંતથી સ્નાનાદિની ક્રિયામાં પણ શુભભાવનો અન્વય છે. જેમ કોઈ લાકડું કાપવા જાય છે ત્યારે હું પ્રસ્થક બનાવું છું' - એમ કહે છે, તે રીતે સ્નાનાદિ કરતી વખતે પણ “હું પૂજા કરું છું' - એવો અધ્યવસાય થઈ શકે છે. તેથી ભગવાનની પૂજાના શુભભાવથી સહિત યતનાપૂર્વક સ્નાનક્રિયા કરનારને તે વખતે પણ નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ થાય છે. તેથી સમ્યગુ યતનાવાળાને સ્નાનાદિની ક્રિયામાં પણ અશુભ કર્મબંધ થતો નથી. માટે કૂપદષ્ટાંત શુદ્ધભાવનો નિર્વિષય છે=વિધિશુદ્ધ કરાતી પૂજામાં કૂપદષ્ટાંતનું યોજન નથી; કેમ કે પ્રસ્થકળ્યાયથી પૂજાની પૂર્વની ક્રિયારૂપ સ્નાનાદિ ક્રિયામાં શુભભાવના અન્વયને કારણે નિર્જરાફળની ઉપપત્તિ છે. આ જ કારણે નૈગમનયના અભિપ્રાયથી પૂજા માટે સ્નાનાદિ ક્રિયામાં પણ તેનાથી અધિકારની સંપત્તિ હોવાને કારણે ચતુર્થ પંચાશકમાં શુભભાવનો અન્વય બતાવ્યો છે.
આશય એ છે કે પૂજા માટે સ્નાનાદિ ક્રિયામાં પણ યતનાપૂર્વક અધિકારની પ્રાપ્તિ થાય છે, અને યતનાપૂર્વક અધિકારની પ્રાપ્તિ હોવાથી તે જ રીતે કોઈ કરે તો અવશ્ય ત્યાં ભગવાનની આજ્ઞા હોવાથી શુભભાવના અન્વયે પ્રાપ્ત થાય. આમ છતાં યતનાથી અધિકારની પ્રાપ્તિ હોવા છતાં ક્વચિત્ પ્રમાદને કારણે સમ્યગુ યતના ન કરે તો ત્યાં કર્મબધ થાય, પરંતુ જે રીતે અધિકાર પ્રાપ્ત થતો હોય તે જ રીતે