________________
પ્રતિમાશતક | શ્લોક : ૧૦
૭૩૯ વ્યાખ્યા :
- “નાનારિ' કહ્યું, ત્યાં '' થી એ સમુચ્ચય કરવો છે કે, સાધુને સ્નાનાદિવર્જન અને શ્રાવકને પૂજા તો ગુણકારી થાય છે, પણ સ્નાનાદિ દેહશૌચ આદિ, પણ ગુણકારી થાય છે.
નાનામિાં ‘તિ શબ્દથી વિલેપનાદિનું ગ્રહણ કરવું. અર્થાત્ પૂજા કરનાર પોતાના દેહ ઉપર ઉત્તમ દ્રવ્યનું જે વિલેપન કરે છે, તેનું ગ્રહણ કરવું. તેનાથી સ્નાનાદિ ગુણકારી થાય છે એમ કહ્યું, ત્યાં યતના એટલે રક્ષણ કરવા માટે શક્ય જીવરક્ષણરૂપ યતના સમજવી.
તે સ્નાનાદિક, શું સાધુને પણ (ગુણકારી થાય ?) એ પ્રમાણે શંકા કરીને કહે છે -
આરંભવાળાને સ્વજન-ઘર આદિ નિમિત્તે કૃષિ આદિકખેતી આદિ, કર્મ વડે પૃથિવી આદિ જીવના ઉપમનમાં યુક્ત એવા ગૃહસ્થને ગુણકારી થાય, પરંતુ સાધુને નહિ; કેમ કે તેનું સાધુનું, સર્વ સાવઘયોગથી વિરતપણું છે.
અહીં સર્વસાવદ્યયોગથી વિરતપણું કહ્યું, તેથી સાધુ આરંભ-સમારંભ ન કરે, પણ સંયમની રક્ષા માટે નદી ઊતરે છે તેનાથી રત્નત્રયીની વૃદ્ધિ થાય છે, તેમ ભાવની વૃદ્ધિ માટે સાધુએ દ્રવ્યસ્તવ કરવું જોઈએ, અને તેના માટે સ્નાનાદિ કરે તો શું વાંધો છે ? તેથી કહે છે –
વિસ્તવ .... અનાર પર્વ અને ભાવાસ્તવમાં આરૂઢપણું છે, જે કારણથી ભાવાસ્તવમાં આરૂઢને સ્નાનાદિપૂર્વક દ્રવ્યસ્તવ અનાદેય જ છે=ભાવસ્તવમાં આરૂઢને દ્રવ્યસ્તવની જરૂર નથી, અને તેના માટે સ્નાનાદિની પણ જરૂર નથી.
૦ મવક્તવાઢસ્ય દિ' અહીં ‘દિર છે, તે “મા” અર્થક છે. ભાવસ્તવમાં આરૂઢને સ્નાનાદિપૂર્વક દ્રવ્યસ્તવ અનાદેય જ કેમ છે ? તેમાં હેતુ કહે છે –
માવતરાર્થનેવ ..... વણ્યતીતિ ભાવસ્તવ માટે જ તેનું દ્રવ્યસ્તવનું, આશ્રયણીયપણું છે દ્રવ્યસ્તવ આશ્રયણીય છે અને (ભાવસ્તવ આરૂઢને) તેનું=ભાવસ્તવનું, સ્વતઃ જ સિદ્ધપણું છે દ્રવ્યસ્તવના આલંબન વગર જ સિદ્ધપણું છે.
છે ‘વસ્થતીતિ’ અહીં “તિ’ શબ્દથી એ બતાવાય છે કે, શ્રાવકને ભાવસ્તવ માટે દ્રવ્યસ્તવનો આશ્રય કરવાનો છે અને સાધુને દ્રવ્યસ્તવ વગર જ ભાવસ્તવ સિદ્ધ છે, અને આ અર્થ અન્ય પ્રકરણમાં ગ્રંથકાર સ્વયં કહેવાના છે. જેથી કરીને ભાવસ્તવ આરૂઢને સ્નાનાદિપૂર્વક દ્રવ્યસ્તવ અનાદેય છે, પરંતુ દ્રવ્યસ્તવમાં હિંસા છે માટે સાધુને દ્રવ્યસ્તવ અનાદેય છે એમ નથી.
અને આ જ અર્થને પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજા પંચાશકગ્રંથના અન્ય પ્રકરણમાં સ્વયં જ કહેશે.
ગુણાય .... અવયંભાવેન | પંચાશક-૪/૧૦ મૂળગાથામાં જે કહ્યું કે, આરંભવાળાને શુભભાવના હેતુથી સ્નાનાદિ પણ નક્કી ગુણ માટે થાય છે, ત્યાં સુય ગુણ માટે=પુણ્યબંધ લક્ષણ ઉપકાર માટે, થાય છે, એમ સમજવું, અને નિયન' નો અર્થ અવયંભાવેન નકકી=અવશ્ય ગુણ માટે થાય છે, તેમ કરવો.
અથ ... નાના, અહીં પૂર્વપક્ષી કહે કે, આરંભીને આરંભવાળાને, સ્વરૂપથી જ સદોષ પણ (સ્નાનાદિ) કેવી રીતે ગુણ માટે થાય ? અર્થાત્ ન થાય. એથી કરીને કહે છે -