________________
૭પ૧
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ વિશેષાર્થ :
ભગવતીમાં સુપાત્રને અશુદ્ધ દાન આપવાથી અલ્પ પાપકર્મ બંધ અને બહુનિર્જરાનું કથન છે, તે કથન મુગ્ધ જીવને આશ્રયીને છે; પરંતુ વિવેકસંપન્ન જીવ કારણે સુપાત્રમાં અશુદ્ધ દાન આપે તો પણ તેનાથી શુદ્ધ દાન આપવા સદશ બહુનિર્જરા થાય છે, એ પ્રકારનું તાત્પર્ય પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજાએ સ્વયં કાત્રિશત્ કાત્રિશિકામાં કહેલ છે, અને આ ગ્રંથમાં પણ આગળ કહેવાના છે. તેથી એ પ્રાપ્ત થાય કે, સુપાત્રને શુદ્ધ દાન આપવાથી જેમ ઘણી નિર્જરા થાય છે, તેમ સુપાત્રને કારણવિશેષ અશુદ્ધ દાન આપવાથી પણ ઘણી નિર્જરાવિશેષ થાય; અને મુગ્ધ જીવ સુપાત્રને જે અશુદ્ધ દાન આપે છે, ત્યાં તેમને વિવેકનો અભાવ છે તેથી અલ્પ પાપબંધ કહેલ છે, અને ગુણવાન એવા સાધુની ભક્તિ કરવાનો આશય છે તેથી બહુનિર્જરા કહેલ છે. પરંતુ સુપાત્રદાનમાં આપવાના અધ્યવસાયકાળમાં તે અધ્યવસાય શુભાશુભ ઉભયરૂપ નથી, પરંતુ કેવળ શુભરૂપ છે. તેથી અવિવેકથી યુક્ત એવો શુભ અધ્યવસાય હોવાને કારણે વિવેકથી યુક્ત એવા શુભ અધ્યવસાયથી થતી નિર્જરા કરતાં અલ્પ નિર્જરા થાય છે. તેથી જ ગ્રંથકારશ્રીએ ખુલાસો કર્યો કે, શુદ્ધ દાનના ફળની અપેક્ષાએ અપકર્ષાત્મક નિર્જરા અશુદ્ધ દાનથી થાય છે.
આશય એ છે કે, કોઈ વ્યક્તિ સુપાત્રમાં શુદ્ધ દાન આપે અને તેનાથી જે નિર્જરા-ફળ મળે, તેની અપેક્ષાએ મુગ્ધ જીવને અલ્પ નિર્જરા થાય છે, પરંતુ ત્યાં અશુદ્ધ દાનકૃત અલ્પ પાપબંધ અને શુભ અધ્યવસાયકૃત ઘણી નિર્જરા થાય છે, તેવો ભાવ નથી. આ રીતે ભગવતીના પાઠમાં કહેલ સુપાત્રદાનવિષયક અશુદ્ધ દાનમાં શુદ્ધ દાનફલાવધિક અપકર્ષાત્મક નિર્જરાવિશેષ સ્વીકારાય છે, અને દ્રવ્યસ્તવમાં ચારિત્રથી થનારી નિર્જરાવધિક અપકર્ષાત્મક દાનાદિ ચારના ફળની સાથે સમાન એવી નિર્જરાવિશેષ સ્વીકારાય છે. એથી કરીને અશુદ્ધ દાનની સાથે શુદ્ધ પૂજામાં પૂજ્ય અભયદેવસૂરિ મહારાજ વડે બતાવાતું એવું તુલ્યપણું, કઈ રીતે ચિત્તને આ ઉચિત વિચારણા કરી છે, એ પ્રકારે ચમત્કાર પેદા કરવા માટે સમર્થ થઈ શકે ? અર્થાત્ ન થઈ શકે. કેમ કે, અશુદ્ધ દાન અતિથિસંવિભાગવતના અતિચારભૂત છે, અને શુદ્ધ પૂજા એ સમગ્ર શ્રાદ્ધધર્મના તિલકભૂત ઉત્તરગુણરૂપ છે.
આશય એ છે કે, પંચાશક-૪/૧૦ ની ટીકામાં પૂ. અભયદેવસૂરિ મહારાજાએ કહ્યું કે, ધર્માર્થપ્રવૃત્તિમાં પણ આરંભજનિત અલ્પ પાપનું ઈષ્ટપણું છે, અને તેની પુષ્ટિ માટે ભગવતીનું કથન બતાવ્યું. ત્યાં ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજા કહે છે કે, તે બંને નિર્જરામાં મોટો ભેદ છે. સુપાત્રમાં અશુદ્ધ દાન અપાય છે ત્યાં શુદ્ધદાનફલાવધિક અપકર્ષાત્મક નિર્જરાવિશેષ છે, જ્યારે દ્રવ્યસ્તવમાં શુદ્ધદાનફલાવધિક અપકર્ષાત્મક નિર્જરાવિશેષ નથી, પરંતુ ચારિત્ર ફલાવધિક અપકર્ષાત્મક નિર્જરાવિશેષ છે, અને તે નિર્જરાવિશેષ શ્રાવકને માટે બતાવેલ દાન-શીલ-તપ અને ભાવ જે ચાર પ્રકારના ધર્મો છે, તત્સદશ છે. તેથી અશુદ્ધ દાનની સાથે શુદ્ધ પૂજામાં તુલ્યપણું કહેવું તે વિચારણીય છે; કેમ કે, અશુદ્ધ દાન અતિથિસંવિભાગ વતના અતિચારરૂપ છે, તેથી તે યત્કિંચિત્ દોષરૂપ છે, તે માટે ત્યાં દોષકૃત અપકર્ષ છે. જ્યારે શુદ્ધ