________________
પ્રતિમાશતક | શ્લોક : ૬૦
ટીકાર્થ ઃ
૭૫૫
ग्लानप्रतिचरणान्तरं સોબતયા | ગ્લાન પ્રતિચરણા=ગ્લાનની સેવા, પછી પંચકલ્યાણક પ્રાયશ્ચિત્તની પ્રતિપત્તિ પણ ગીતાર્થ આદિ અન્યતર પદના વૈકલ્યમાં જછે, એથી કરીને (ગીતાર્થાદ) સર્વ પદના સાફ્સમાં પ્રાયશ્ચિત્તકરણ સ્વરૂપથી સદોષ હોવાથી કલ્પમાત્ર છે.
.....
ઉત્થાન :
પૂર્વમાં પૂજ્ય અભયદેવસૂરિ મહારાજે કહ્યું કે, કેચિત્કારનો મત અનાગમિક છે, અને તેમાં દૃષ્ટાંત તરીકે પંચકલ્યાણક પ્રાયશ્ચિત્તનું દૃષ્ટાંત આપ્યું. તેથી પંચકલ્યાણક પ્રાયશ્ચિત્તના દૃષ્ટાંતનું તાત્પર્ય શું છે, તે બતાવીને હવે એ પંચકલ્યાણક પ્રાયશ્ચિત્તનું દૃષ્ટાંત પૂજામાં જોડી શકાય નહિ, તે યુક્તિથી બતાવે છે
ટીકા ઃ
एतद्दृष्टान्तावष्टम्भे च जिनपूजां कृत्वापि प्रायश्चित्तं कर्त्तव्यं स्यात् तच्च नेर्यापथिकामात्रमप्युक्तम् अशुद्धदानेऽपि च श्राद्धजीतकल्पादावुक्तमिति वृथा वल्गनमेतदभिन्नसूत्राभिमानिनाम् । अतिचारजनकक्लिष्टभावशोधनमपि तुल्याधिकशुद्धाध्यवसायेनैवान्यथा ब्राह्मयादीनां स्वल्पमायाया अत्यशुभविपाके प्रमत्तसाधूनामिदानीं चारित्रं कथं निर्वहेदित्यर्थपदभावने प्रपञ्चितं पञ्चवस्तुक एवेति यतना भावशुद्धस्याधिकारिणः क इवात्रोपलेपः ? इति केषाञ्चिन्मतं नानागमिकमाभाति ।
ટીકાર્ય ઃ
एतद् दृष्टान्त
સમ્, અને આ દૃષ્ટાંતના અવખંભમાં=અવલંબતમાં, જિનપૂજા કરીને પણ પ્રાયશ્ચિત્ત કર્તવ્ય થાય, અને તે=જિનપૂજા કરીને પ્રાયશ્ચિત્ત ઈર્યાપથિક માત્ર પણ (શાસ્ત્રમાં) કહેવાયું નથી.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, જેમ ગ્લાનની પ્રતિચરણા પછી ગીતાર્યાદિ પદનું વૈકલ્ય હોય તો શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત આવે છે, તો જિનપૂજા કર્યા પછી પ્રાયશ્ચિત્ત કેમ આપવામાં નથી આવતું ? તેના સમાધાન માટે જિનપૂજા એ શ્રાવકવ્રતના અતિચારરૂપ નથી, તેથી ત્યાં પ્રાયશ્ચિત્ત નથી, એમ હૃદયમાં રાખીને, શ્રાવકવ્રતના અતિચારમાં જ પ્રાયશ્ચિત્ત આવે છે, તે બતાવવા માટે અતિથિસંવિભાગ વ્રતના અતિચારરૂપ અશુદ્ધ દાનમાં પ્રાયશ્ચિત્ત આવે છે, તે બતાવતાં કહે છે .
ટીકાર્ય :
अशुद्धदाने
વાનમ્, અને અશુદ્ધ દાનમાં જ શ્રાદ્ધજિતકલ્પાદિમાં (પ્રાયશ્ચિત્ત કર્તવ્ય) કહેવાયું છે, એથી કરીને અભિજ્ઞશ્રુતઅભિમાનીઓનું આ વૃથા વલ્ગત=ખોટી કૂદાકૂદ છે.