________________
૭૫૬.
પ્રતિમાશતક | શ્લોકઃ ૧૦ ૦ અશુદ્ધકાનેકવિ અહીં ‘’ શબ્દ ‘વ’ કારાર્થક છે. વિશેષાર્થ :
શાસ્ત્રમાં ગ્લાનની વૈયાવચ્ચ કર્યા પછી પંચકલ્યાણક પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે, તેમાં જેઓ ગીતાર્થ આદિ પદમાંથી કોઈ પદ વગરના હોય તેઓથી ગ્લાનની વૈયાવચ્ચ કરવામાં યતનાની કાંઈક ખામી રહે છે, અને તત્કૃત વૈયાવચ્ચમાં કાંઈક અશુદ્ધિ હોય છે, તેથી તેની શુદ્ધિ માટે તેઓને પંચકલ્યાણક પ્રાયશ્ચિત્ત કરવાનું હોય છે.
જેઓ ગીતાર્થ આદિ પદોવાળા છે, તેઓ જ્યારે ગ્લાનની વૈયાવચ્ચ કરે છે ત્યારે વૈયાવચ્ચમાં શાસ્ત્રમર્યાદાનું લેશ પણ ઉલ્લંઘન નથી. આમ છતાં ગ્લાનની વૈયાવચ્ચ કરવામાં કોઈ બાહ્ય દોષો અપવાદથી સેવવાનો પ્રસંગ આવે છે, તેથી તે ગ્લાનની વૈયાવચ્ચ સ્વરૂપથી સદોષ છે, માટે તે ગ્લાનની વૈયાવચ્ચ યતનાથી શુદ્ધ હોવા છતાં પંચકલ્યાણક પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે, તે સાધુના આચારમાત્ર છે. માટે પંચકલ્યાણક પ્રાયશ્ચિત્ત બે અપેક્ષાએ છે, તેમ ફલિત થાય છે.
(૧) એકની=ગીતાર્યાદિ અન્યતર પદના વૈકલ્યવાળાની, ગ્લાનની વૈયાવચ્ચ કાંઈક અશુદ્ધિવાળી છે, તેની શુદ્ધિ માટે પંચકલ્યાણક પ્રાયશ્ચિત્ત છે.
(૨) બીજાનીeગીતાર્યાદિ પદના સાકલ્યવાળાની, ગ્લાનની વૈયાવચ્ચ પરિપૂર્ણ શુદ્ધ હોવા છતાં ફક્ત સાધુનો આચાર છે કે, સ્વરૂપથી સદોષ પ્રવૃત્તિમાં પ્રાયશ્ચિત્ત કરે, તે માટે પંચકલ્યાણક પ્રાયશ્ચિત્ત છે.
આ પંચકલ્યાણક પ્રાયશ્ચિત્તના દૃષ્ટાંતનું અવલંબન લઈને જિનપૂજા સ્વરૂપથી સાવદ્ય છે, તેથી ત્યાં અલ્પ પાપકર્મબંધ થાય છે, એમ જે પૂ. અભયદેવસૂરિ મહારાજે પંચાશકમાં કહ્યું છે, તે સંગત નથી. તે બતાવતાં કહે છે -
આ પંચકલ્યાણક પ્રાયશ્ચિત્તના દષ્ટાંતનું આલંબન લઈને જિનપૂજા કરીને પણ પ્રાયશ્ચિત્ત કર્તવ્ય થાય; કેમ કે પૂજ્ય અભયદેવસૂરિ મહારાજ સાહેબે કહેલ છે કે, ગ્લાનની વૈયાવચ્ચ કર્યા પછી પંચકલ્યાણક પ્રાયશ્ચિત્ત આવે છે, કેમ કે ત્યાં જે સાવધ પ્રવૃત્તિ છે, તત્કૃત અલ્પ કર્મબંધ છે, તેના કારણે ત્યાં પ્રાયશ્ચિત્ત આવે છે. એ રીતે શ્રાવક જિનપૂજા કરે ત્યાં પણ સાવદ્ય પ્રવૃત્તિ હોવાને કારણે અલ્પ કર્મબંધ થાય છે, તેના માટે શ્રાવકને પણ પ્રાયશ્ચિત્ત કર્તવ્ય થાય. અને પૂજા કર્યા પછી શાસ્ત્રમાં ઈર્યાપથિકમાત્ર પણ પ્રાયશ્ચિત્ત કહ્યું નથી. અશુદ્ધ દાનમાં જ શ્રાદ્ધજિતકલ્પાદિમાં પ્રાયશ્ચિત્ત કહેલ છે. તેથી પંચકલ્યાણક પ્રાયશ્ચિત્તનું દૃષ્ટાંત લઈને જિનપૂજામાં કર્મબંધ છે, તેમ કહી શકાય નહિ.
અહીં પ્રશ્ન થાય કે, જિનપૂજામાં પણ વિધિની સ્કૂલના થાય છે, તો જિનપૂજામાં કેમ પ્રાયશ્ચિત્ત કહ્યું નથી ? તેનું સમાધાન એ છે કે, જિનપૂજા એ શ્રાવકને કર્તવ્ય ક્રિયા છે, તેમાં કોઈ અલના થાય તો અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડ છેલ્લે આપવાથી તેની શુદ્ધિ થઈ જાય છે.