________________
૭૯
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ ટીકાર્ય :
- પૂર્તિવ્યતા .... સંમવા, તેઓના મતમાં=કેચિત્કારના મતમાં પૂજાની ઈતિકર્તવ્યતાની સંપત્તિ જ કૂપ ઉત્પત્તિ છે, (અ) દ્રવ્યસ્તવના પૂર્વકાળમાં કરાયેલ ધનઅર્જનનો આરંભ જ પ્રતિપન્નગૃહસ્થ ધર્મના પ્રાણપદ દ્રવ્યસ્તવના ફૂપખનનસ્થાનીય છે; કેમ કે તત્કાલ ઉપાર્જિતઃપૂજાની ઈતિકર્તવ્યતાના કાફકાલ ઉપાર્જિત, દ્રવ્ય વડે કરીને જ દ્રવ્યસ્તવનો સંભવ છે. વિશેષાર્થ :
શ્રાવક પૂજા કરવા માટે સ્નાનનો પ્રારંભ કરે ત્યારથી માંડીને પૂજાની સર્વ ક્રિયા સમાપ્ત થાય તે પૂજાની ઈતિકર્તવ્યતા છે, અને તેની પ્રાપ્તિ જ કૂપની ઉત્પત્તિ છે. જેમ કૂપની પ્રાપ્તિથી તૃષાદિ સર્વ દોષો દૂર થાય છે, તેમ પૂજાની ઈતિકર્તવ્યતાની સંપત્તિથી જ પૂર્વ અર્જિત કર્મ વિનાશ પામે છે. અને જે જીવ શ્રાવકધર્મ સ્વીકારે છે, તે પ્રતિપન્ન ગૃહસ્થધર્મવાળા કહેવાય છે, તેને પ્રાણ આપનાર દ્રવ્યસ્તવ છે; કેમ કે દ્રવ્યસ્તવ કરવાથી જ તે શ્રાવકધર્મ ટકી શકે છે કે વૃદ્ધિમતુ બની શકે છે, અને નિષ્પન્ન ન થયો હોય તો નિષ્પન્ન થઈ શકે છે. તેથી શ્રાવકધર્મના પ્રાણપદ દ્રવ્યસ્તવ છે, અને તે દ્રવ્યસ્તવની નિષ્પત્તિના પૂર્વકાળમાં ધનાર્જન માટે જે આરંભ કરાય છે, તે કૂપખનનસ્થાનીય છે. જેમ કૂપખનનથી તૃષા આદિ શમતી નથી, પરંતુ કાદવ આદિથી શરીરનો ઉપલેપ થાય છે, તેમ ગૃહસ્થ પૂર્વમાં જે ધનાર્જન કરે છે, તે વખતે ધનની તૃષ્ણા આદિ પોષાય છે, તેનાથી તે કર્મમલથી ખરડાય છે, આમ છતાં તે કાળમાં ઉપાર્જિત ધનથી તે દ્રવ્યસ્તવ કરી શકે છે.
જેમ કૂપનનનની ક્રિયાથી કાદવ વડે લેખાવા છતાં કૂપની પ્રાપ્તિ =જળની પ્રાપ્તિ, પછી તેનાથી શુદ્ધિ થાય છે, તેમ પ્રસ્તુતમાં ધનાર્જનથી બંધાયેલ કર્મ, તે ધન દ્વારા નિષ્પન્ન થયેલ દ્રવ્યસ્તવથી દૂર થાય છે. અને કૂપખનનથી જેમ અન્ય પણ લાભો થાય છે, તેમ દ્રવ્યસ્તવથી અન્ય પણ લાભો થાય છે. તેથી પૂજાની ક્રિયાના પ્રાફકાલીન જે આરંભ તે જ કૂપખનનસ્થાનીય છે. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, પંચાશકમાં પૂજાને કૂપના દષ્ટાંતથી ભાવન કરેલ છે. તેથી પૂજાની ક્રિયામાં જ કૂપનનનની જેમ લેપ સ્વીકારવો ઉચિત ગણાય, પરંતુ પૂજાથી અતિરિક્ત ધનાર્જનની ક્રિયામાં નહિ; કેમ કે તે ધર્મના સેવનરૂપ નથી પરંતુ અર્થના સેવનરૂપ છે. જ્યારે પ્રસ્તુતમાં કૂપદષ્ટાંત ધર્મસેવનની ક્રિયામાં યોજવાનું કહેલ છે, અર્થ પુરુષાર્થના સેવનમાં યોજવાનું કહેલ નથી. તેથી કહે છે – ટીકાર્ય :
ત્રિવવિધિ ત્રિવર્ગના અવિરોધી એવા તેનાથી=અર્થ ઉપાર્જનની ક્રિયાથી, પ્રથમ વર્ગમાં=ધર્મ અર્થ અને કામમાં જે પ્રથમ વર્ગ સ્થાનીય ધર્મપુરુષાર્થ છે તેમાં, આની પણ=પ્રાફકાલીન આરંભથી