Book Title: Pratima Shatak Part 02
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 445
________________ ૭૬૦ પ્રતિમાશતક / બ્લોક : ૬૦ કરાયેલા ધનની પણ, સિદ્ધિ છે, અને તઆરંભથી અજિત કર્મનિર્જરણ જ દ્રવ્યસ્તવસંભવી એવા ભાવથી થાય છે. જેથી કરીને તૈગમનથભેદના આશ્રયણ વડે કરીને કાંઈ અનુપાત્ર નથી. III ટીકામાં ‘તત:' છે ત્યાં હેતુઅર્થક પંચમી છે એટલે અર્થ આ મુજબ કરવો. ત્રિવર્ગની અવિરોધી એવી અર્થ ઉપાર્જનની ક્રિયા હોવાને કારણે પ્રથમ વર્ગમાં અર્થની પણ સિદ્ધિ છે. વિશેષાર્થ : ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થો છે, અને તેમાં જીવ સાક્ષાત્ પ્રયત્ન કરી શકે છે; અને મુનિ મોક્ષરૂપ પુરુષાર્થમાત્રના અર્થી હોવાથી કેવલ ધર્મપુરુષાર્થમાં જ યત્ન કરે છે. અને શ્રાવક મોક્ષનો અર્થી હોવા છતાં સાંસારિક સુખની ઈચ્છા પણ સર્વથા છોડી શકતો નથી, તેથી જ તે સંયમ ગ્રહણ કરતો નથી. અને મોક્ષનો અર્થી હોવાથી ધર્મપુરુષાર્થમાં યત્ન કરે છે, તેમ સંસારના સુખનો અર્થી હોવાથી અર્થકામમાં પણ યત્ન કરે છે. પરંતુ તેના અર્થ-કામનો યત્ન ધર્મપુરુષાર્થનો બાધ ન કરે તેવો હોય છે, અને ધર્મપુરુષાર્થ પણ અર્થ-કામનો બાધ ન કરે તેવો હોય છે. તેથી શ્રાવક ધર્મ-અર્થ અને કામ – એ ત્રણે પુરુષાર્થો પરસ્પર અવિરોધરૂપે સેવે છે, માટે ત્રિવર્ગના અવિરોધી એવા અર્થપુરુષાર્થના સેવનને કારણે પ્રથમવર્ગસ્થાનીય એવા ધર્મમાં અર્થ પુરુષાર્થના સેવનથી પ્રાપ્ત કરાયેલા ધનની પણ સિદ્ધિ છે. તેથી શ્રાવકનું ધન પણ નૈગમનયના ભેદના આશ્રયથી ધર્મપુરુષાર્થરૂપ કહી શકાય. અને અર્થપુરુષાર્થ માટે કરાયેલા આરંભથી જનિત જે કર્મબંધ તેનું નિર્જરણ પણ દ્રવ્યસ્તવથી થનારા ભાવ વડે થાય છે. તેથી તેમ કહી શકાય કે, શ્રાવકે પૂજાથી પૂર્વકાળમાં જે ધનાર્જનની ક્રિયા કરેલી, તે નૈગમનયને આશ્રયીને ધર્મના સેવનની ક્રિયારૂપ છે, અને તેનાથી બંધાયેલું કર્મ દ્રવ્યસ્તવથી થયેલા ભાવને કારણે નાશ પામે છે, માટે કેચિત્કારના મત પ્રમાણે પણ કૂપદૃષ્ટાંત સંગત થઈ જશે. III

Loading...

Page Navigation
1 ... 443 444 445 446