________________
૫૮
વિશેષાર્થ :
પ્રતિમાશતક | શ્લોક : ૬૦
અતિચારજનક ક્લિષ્ટભાવનું શોધન પણ તેના તુલ્ય કે અધિક એવા શુદ્ધ અધ્યવસાયથી જ થાય છે. તેથી જ કાળના દોષને કારણે પ્રમત્ત સાધુઓને હમણાં ચારિત્રનું વહન થાય છે; કેમ કે કાળ અને સત્ત્વબળની હાનિના કારણે વારંવાર સ્ખલના થવા છતાં પણ કલ્યાણના અર્થ સાધુ, સતત ઉપયોગપૂર્વક આલોચનાદિ કરીને અતિચાર સદેશ કે અધિક શુભ અધ્યવસાયને પેદા કરી લે છે, તેથી ચારિત્ર રહી શકે છે, જ્યારે બ્રાહ્મી આદિએ સ્વલ્પ માયા વડે જે અતિચાર પેદા કર્યો, તે પણ તુલ્ય કે અધિક શુભ અધ્યવસાય દ્વારા નિવર્તન ન કરી શકવાને કારણે અશુભ વિપાકને પામ્યા. તે રીતે જે સાધુઓ હમણાં કાલદોષને કારણે ઘણા અતિચારો સેવે છે અને પછી તુલ્ય કે અધિક શુભ અધ્યવસાય કરી શકતા નથી, તેઓને ચારિત્ર ટકી શકે નહિ. પરંતુ પ્રમત્ત સાધુઓને હમણાં ચારિત્ર શાસ્ત્રસંમત છે, તેથી જ અતિચારજનક ક્લિષ્ટ ભાવનું શોધન પણ તુલ્ય કે અધિક શુદ્ધ અધ્યવસાયથી હમણાં પણ કેટલાક સાધુઓ કરે છે, તેમ માનવું પડે. આ કથન પંચવસ્તુ ગ્રંથમાં વિચાર નામના દ્વારમાં અર્થપદનું ભાવન કરવાનું કથન ગાથા-૮૬૫ થી ગાથા-૮૭૪માં કરેલ છે, ત્યાં પ્રપંચિત છે. એથી કરીને યતનાભાવશુદ્ધ એવા અધિકારીને કર્મબંધરૂપ ઉપલેપ પૂજામાં નથી, એ અર્થ પ્રાપ્ત થાય છે. કેમ કે અતિચારજનક ક્લિષ્ટભાવનું શોધન જો તુલ્ય કે અધિક શુભભાવથી થતું હોય તો પૂજા વખતે જ્યારે યતનાનો ભાવ પરિપૂર્ણ વર્તતો હોય તેવા અધિકારીને કર્મબંધ કઈ રીતે થઈ શકે ? કેમ કે જે શુદ્ધભાવ અતિચારના શોધનનું કારણ હોય તે શુદ્ધભાવ કર્મબંધનું કારણ હોઈ શકે નહિ.
અહીં યતનાભાવશુદ્ધ એવો અધિકારી એટલા માટે કહેલ છે કે, અનધિકારી એવા સાધુ પૂરી યતનાથી જિનપૂજા કરે તો ત્યાં કર્મબંધ થાય; કેમ કે સાધુને દ્રવ્યસ્તવ કરવાનો શાસ્ત્રમાં નિષેધ છે, માટે સાધુ દ્રવ્યસ્તવનો અનધિકારી છે. પરંતુ દ્રવ્યસ્તવનો અધિકારી એવો શ્રાવક પરિપૂર્ણ શાસ્ત્રવિધિ પ્રમાણે દ્રવ્યસ્તવ કરે તો કર્મબંધ થાય નહિ; કેમ કે યતના વડે શુદ્ધભાવવાળા એવા અધિકારીને પૂજામાં લેશ પણ કર્મબંધ નથી. આથી કરીને કેટલાકનો મત ગ્રંથકારને અનાગમિક ભાસતો નથી.
ઉત્થાન :
હવે તે કેટલાકના મત પ્રમાણે કૂપદ્દષ્ટાંતની સંગતિ કઈ રીતે થાય છે ? તે બતાવે છે - ટીકા ઃ
पूजेतिकर्त्तव्यतासंपत्तिरेव च तन्मते कूपोत्पत्तिः, तत्प्राक्कालीन एव चारम्भः प्रतिपन्नगृहस्थधर्मप्राणप्रदद्रव्यस्तवस्य कूपखननस्थानीयः, तत्कालोपार्जितद्रव्येनैव द्रव्यस्तवसंभवात्, त्रिवर्गाविरोधिनस्ततः प्रथमवर्गेऽस्यापि सिद्धिः, तदारम्भार्जितकर्मनिर्जरणमेव च द्रव्यस्तवसम्भविना भावेनेति न किञ्चिदनुपपन्नं नैगमनयभेदाश्रयणेन ॥ ६० ।।