________________
૭પ૭
પ્રતિમાશતક | શ્લોક : ૧૦
લીધેલ વ્રતના વિરુદ્ધ સેવનમાં જ પ્રાયશ્ચિત્તનો વ્યવહાર છે. આથી જ અશુદ્ધ દાન એ અતિથિસંવિભાગ વતનો અતિચાર છે ત્યાં શ્રાવકને શ્રાદ્ધજિતકલ્પમાં પ્રાયશ્ચિત્ત કહેલ છે, અને સાધુને પણ પકાયના પાલનની પ્રતિજ્ઞા છે, તેથી તેમાં બાહ્યથી પણ કોઈ વિપરીત પ્રવૃત્તિ થાય ત્યારે પ્રાયશ્ચિત્તનો વ્યવહાર છે, તેથી જ ગ્લાનની વૈયાવચ્ચ પછી પંચકલ્યાણક પ્રાયશ્ચિત્ત છે. આ રીતે સૂત્રોના ભિન્ન અર્થો છે, જે અર્થો પૂ. અભયદેવસૂરિ મહારાજ પાડી શક્યા નથી. તેથી ભગવતીના અશુદ્ધ દાનને કહેનાર સૂત્રને, તેમજ ગ્લાનની વૈયાવચ્ચ કરનાર સૂત્રને પૂજામાં જોડીને, ધર્માર્થપ્રવૃત્તિમાં પણ આરંભજનિત અલ્પ પાપબંધ કહે છે.
વસ્તુતઃ ભગવતીના પાઠમાં અશુદ્ધ દાનને કારણે અલ્પ પાપબંધ કહેલ નથી, પરંતુ મુગ્ધ જીવના દાનમાં રહેલા અવિવેકને કારણે અલ્પ પાપબંધ કહેલ છે; અને પંચકલ્યાણક પ્રાયશ્ચિત્તમાં પણ અલ્પ પાપબંધ છે માટે પ્રાયશ્ચિત્ત કહેલ નથી, પરંતુ સાધુનો આચાર છે કે, ષકાયની યતનામાં બાહ્યથી પણ ત્રુટિ થાય તો પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. એ અર્થનો ભેદ ન પાડી શકવાને કારણે પૂજ્ય અભયદેવસૂરિ મહારાજે ભગવતીનું સૂત્ર, પંચકલ્યાણક પ્રાયશ્ચિત્તને કહેનારું સૂત્ર અને ફૂપદષ્ટાંતને કહેનારું સૂત્ર અભિન્નરૂપે બતાવેલ છે. તેથી તેમની આ રીતે સૂત્રોને યોજવાની પ્રવૃત્તિ વૃથા છે. ઉત્થાન :
પૂર્વમાં પંચાશકની ટીકામાં પૂ. અભયદેવસૂરિ મહારાજે કહેલ કે, કેટલાક માને છે કે પૂજા માટે કરાતી સ્નાનાદિ ક્રિયામાં શુભઅધ્યવસાય હોવાને કારણે લેશ પણ પાપબંધ નથી, તેથી તેઓ કૂપદષ્ટાંતનું બીજી રીતે યોજન કરે છે, અને આ કેટલાકનો મત આગમ અનુપાતી નથી, એમ પૂજ્ય અભયદેવસૂરિ મહારાજે કહેલ, અને તેમાં હેત આપેલ કે, ધર્મ માટે કરાતી પ્રવૃત્તિમાં પણ આરંભજનિત અલ્પ પાપબંધ થાય છે, માટે કેટલાકનો મત આગમને અનુસરતો નથી. તેનું નિરાકરણ કરીને કેટલાકનો મત આગમ અનુસારી કઈ રીતે છે, તે બતાવવા અર્થે કહે છે – ટીકાર્ય :
રિવારનન ... સામાતિ | અતિચારજનક ક્લિષ્ટભાવનું શોધન પણ તુલ્ય કે અધિક શુદ્ધ અધ્યવસાયથી જ થાય છે. અન્યથા બ્રાહ્મી આદિને સ્વલ્પ માયા વડે કરીને અતિ અશુભ વિપાક હોતે છતે પ્રમત સાધુઓને હમણાં ચારિત્ર કઈ રીતે નિર્વહન થાય ? એ પ્રકારે પંચવસ્તુ ગ્રંથમાં જ અર્થપદના ભાવમાં પ્રપંચિત કર્યું છે. જેથી કરીને યતનાભાવશુદ્ધ એવા અધિકારીને અહીં=જિનપૂજામાં, ઉપલેપ ક્યાંથી હોય ? અર્થાત્ ન હોય. એથી કરીને કેટલાકનો મત અનામિક ભાસતો નથી.