________________
૭૫૪
પ્રતિમાશતક | શ્લોક : ૬૦ ટીકાર્ચ -
વસ્તુતઃ ..... પત? વાસ્તવિક રીતે અપ્રાસુક દાનનું દષ્ટાંત લુબ્ધકદષ્ટાંતથી ભાવિત દાતાની અપેક્ષાએ જ ભગવતીવૃત્તિમાં ભાવિત કરાયું છે. જેથી કરીને વિધિપર વ્યુત્પન્નકૃત પૂજામાં વિપરીત વ્યુત્પન્નકૃત દાનતુલ્યપણું કહેવાતું કઈ રીતે ઘટે? અર્થાત્ ન ઘટે. વિશેષાર્થ -
વસ્તુતઃ' થી જે કહ્યું તેનો આશય એ છે કે, ભગવતીમાં અપ્રાસુક દાન આપનારને અલ્પ કર્મબંધ અને બહુનિર્જરા થાય છે એ પ્રમાણે જે કથન છે, તે અપવાદિક અશુદ્ધ દાન માટે નથી, પરંતુ પાર્થસ્થાદિ દ્વારા લુબ્ધકના દષ્ટાંતથી ભાવિત એવા મુગ્ધ દાતાની અપેક્ષાએ છે. જેમ કે પાર્થસ્થાદિ પોતાના ભક્ત શ્રાવકને કહે છે કે, શિકારી હંમેશાં હરણ પાછળ દોડે છે, તેમ શ્રાવકે સાધુની પાછળ પડીને સાધુના પાતરા ભરવા એ જ શ્રાવકનું કર્તવ્ય છે; પરંતુ સાધુને કહ્યું કે ન કહ્યું, એ વિચાર શ્રાવકે કરવાનો નથી. આવા પ્રકારના પાર્શ્વસ્થાદિના વચનથી ભાવિત મુગ્ધ જીવો, સુસાધુને અપ્રાસુક દાન આપે તો તેમને દાનત શુભ અધ્યવસાય હોવાને કારણે ઘણી નિર્જરા થાય છે, અને તેમનામાં રહેલા અવિવેકને કારણે અલ્પ પાપકર્મબંધ ભગવતીમાં કહેલ છે. તેથી વિધિમાં તત્પર અને શાસ્ત્રથી વ્યુત્પન્ન એવી વ્યક્તિથી કરાતી શુદ્ધ પૂજામાં વિપરીત વ્યુત્પન્નથી કરાયેલા અશુદ્ધ દાનની સાથે તુલ્યપણું કહેવું, એ કઈ રીતે સંગત થાય ? અર્થાત્ પૂજ્ય અભયદેવસૂરિ મહારાજે ભગવતીના પાઠથી પૂજાને અશુદ્ધ દાનતુલ્ય કહી, તે કથન શુદ્ધ પૂજામાં ઘટી શકે નહિ.
અહીં વિધિપર અને વ્યુત્પન્નકૃત પૂજા કહેવાથી એ પ્રાપ્ત થાય છે, જે જીવ શાસ્ત્રમાં બતાવેલી પૂજાવિષયક વિધિમાં વ્યુત્પન્ન છે=વિધિમાં નિપુણ છે, અને પૂજાકાળમાં અપ્રમાદી છે, તેથી બરાબર વિધિ પ્રમાણે પૂજા કરે છે, માટે તેની પૂજા પરિપૂર્ણ ભગવાનના વચનાનુસાર જ બને.
ભગવતીના પાઠમાં જે અશુદ્ધ દાનની વાત છે, તે જેઓ પાર્થસ્થાથી ભાવિત મતિવાળા છે, અને જેઓને પાર્થસ્થાએ શાસ્ત્રની મર્યાદાથી વિપરીત બોધ કરાવ્યો છે તેથી જેઓ વિપરીત વ્યુત્પન્ન છે, તેવા વિપરીત વ્યુત્પન્ને આપેલું દાન તે શાસ્ત્રવિધિ પ્રમાણે નથી, છતાં સાધુની ભક્તિના આશયવાળું છે, તેથી ત્યાં શુભ અધ્યવસાય છે, તો પણ તેમણે આપેલા દાનમાં વિપરીત વિધિ હોવાને કારણે અલ્પ પાપબંધ સ્વીકારેલ છે. જ્યારે વિધિમાં તત્પર વ્યુત્પન્ન શ્રાવકની પૂજામાં લેશ પણ કર્મબંધ સ્વીકારી શકાય નહિ. તેથી વિપરીત વ્યુત્પન્નકૃત દાનતુલ્ય શુદ્ધ પૂજાને કહેવી સંગત નથી. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું એ રીતે પૂ. અભયદેવસૂરિ મહારાજે પંચાશકની ટીકામાં જે અશુદ્ધ દાનનું કથન કર્યું, તેના બળથી દ્રવ્યસ્તવમાં અલ્પ પાપ માનવું ઉચિત નથી, એ રીતે ગ્લાનની વૈયાવચ્ચમાં જે પંચકલ્યાણક પ્રાયશ્ચિત્તનું કથન કર્યું, તેના બળથી પણ જિનપૂજામાં અલ્પ દોષ છે, તેમ માનવું સંગત નથી. તે બતાવવા અર્થે કહે છે -