________________
૭૫૩
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ ટીકાર્ય :
૧ શુદ્ધતાન ...... અનતિવો ત્વાન્ ! શુદ્ધ દાનવિધિ ઉત્સર્ગ છે અને અશુદ્ધ દાનવિધિ અપવાદ છે અને ઉત્સર્ગ અને અપવાદ સ્વાસ્થાનમાં બંને બળવાન છે. એથી કરીને અપવાદવિધિવિષયભૂત અશુદ્ધદાતતુલ્યપણું દેવપૂજામાં કહેવાથે છતે દોષ માટે નથી, એ પ્રમાણે પૂર્વપક્ષીનો અભિપ્રાય છે. તેને ગ્રંથકાર કહે છે -
તો અશુદ્ધ દાનપદ કોના ભયને માટે થાય ? તેમાં હેતુ કહે છે -
(અશુભ દાનમાં વર્તતી) સ્વરૂપથી અશુદ્ધતાનું અને પૂજામાં વર્તતી આરંભવતાનું અનતિદોષપણું છે=લેશ પણ દોષ નથી. વિશેષાર્થ :
‘મા’ થી પૂર્વપક્ષીને કહેવાનો આશય એ છે કે, ઉત્સર્ગથી સાધુને શુદ્ધ દાન આપવાની વિધિ છે અને અપવાદથી અશુદ્ધ દાન આપવાની વિધિ છે. ઉત્સર્ગના સ્થાનમાં ઉત્સર્ગ બળવાન હોય છે અને અપવાદના સ્થાનમાં અપવાદ બળવાન હોય છે. તેથી અપવાદિક વિધિના વિષયભૂત અશુદ્ધ દાનતુલ્ય દેવપૂજાને અમે કહીએ છીએ. તેથી પૂજ્ય અભયદેવસૂરિ મહારાજે અશુદ્ધ દાનતુલ્ય જિનપૂજાને ગ્રહણ કરીને કૂપદષ્ટાંતની સંગતિ કરી છે, તે સંગત થઈ જશે. તેને ગ્રંથકાર કહે છે –
અપવાદિક અશુદ્ધ દાનતુલ્ય જિનપૂજાને કહેતા હો તો અમને કોઈ બાધ નથી; કેમ કે અપવાદિક દાનમાં સ્વરૂપથી અશુદ્ધતા હોવા છતાં તેનાથી કોઈ કર્મબંધ થતો નથી, તેમ અપવાદિક શુદ્ધ પૂજા પણ
સ્વરૂપથી આરંભવાળી હોવા છતાં તેનાથી કોઈ કર્મબંધ થતો નથી. માટે પૂજામાં અલ્પ કર્મબંધ છે, તેમ પૂજ્ય અભયદેવસૂરિ મહારાજ કહે છે તે વાત અપવાદિક અશુદ્ધ દાનસ્થાનીય શુદ્ધ પૂજાને ગ્રહણ કરીએ તો સંગત થાય નહિ.
આશય એ છે કે, જેમ ઉત્સર્ગ એ ભગવાનની આજ્ઞા છે, તેમ અપવાદ પણ ભગવાનની આજ્ઞા છે. તેથી તેવા કારણને પામીને કોઈ શ્રાવક અપવાદથી સાધુને અશુદ્ધ દાન આપતો હોય ત્યારે તે ભગવાનની આજ્ઞાનું જ પાલન કરે છે અને ભગવાનની આજ્ઞાના પાલનથી એકાંતે કર્મની નિર્જરા જ પ્રાપ્ત થાય, પરંતુ અપવાદિક અશુદ્ધ દાનમાં વર્તતી અશુદ્ધતાને કારણે અલ્પ કર્મબંધ છે, તેમ કહી શકાય નહિ. તેથી પૂજાને અપવાદિક અશુદ્ધ દાનસ્થાનીય જો પૂર્વપક્ષી સ્વીકારે તો પૂજ્ય અભયદેવસૂરિ મહારાજનું પૂજાથી જે અલ્પ કર્મબંધ કહેલ છે તે વચન સંગત થાય નહિ. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, અપવાદથી અપાતા અશુદ્ધ દાનમાં જો લેશ પણ કર્મબંધ ન હોય તો ભગવતીમાં કહ્યું છે કે, સાધુને અશુદ્ધ દાન આપે તેને અલ્પ પાપબંધ અને બહુનિર્જરા થાય છે, તે કઈ રીતે સંગત થાય ? એથી કહે છે -