________________
૭૫૨
પ્રતિમાશતક | શ્લોક : ૬૦ દ્રવ્યસ્તવમાં લેશ પણ દોષ નથી, પરંતુ શ્રાદ્ધધર્મની પરાકોટિની ઉત્તરગુણની શુદ્ધ આચરણા છે. આમ, પૂજામાં લેશ પણ દોષ નથી, માટે સદોષ એવા અશુદ્ધ દાનની સાથે શુદ્ધ એવા દ્રવ્યસ્તવની તુલના કરવી તે વિચારણીય છે. ટીકાર્ય :
તથા.... વાયવર્તાિ - શુદ્ધ પૂજા સમગ્ર શ્રાદ્ધધર્મના તિલકભૂત ઉત્તરગુણરૂપ છે, તે પ્રકારે વાચક ચક્રવર્તી કહે છે. તેનો ભાવ આ પ્રમાણે છે.
વૈચાતિન... પ્રવીવાદા રૂત્યકિ - ચૈત્યઆયતનની પ્રસ્થાપના કરીને શક્તિથી પ્રયત્નવાળો ગંધ, માલ્ય, અધિવાસ, ધૂપ અને પ્રદીપાદિ ક્રિયાઓ જેમાં છે એવી પૂજા કરે ઈત્યાદિ કહેલ છે. વિશેષાર્થ :
પ્રશમરતિ ગાથા-૩૦૫ માં કહ્યું છે કે, શ્રાવક બારવ્રતોને સારી રીતે પાળીને શક્તિસંપન્ન શ્રાવક ચૈત્યાયતનની=જિનાલયની, પ્રતિષ્ઠા કરીને શક્તિ પ્રમાણે ભગવાનની શ્રેષ્ઠ પૂજા કરે. એ પ્રમાણે પ્રશમરતિના વચનથી એ નક્કી થાય છે કે, શ્રાવકધર્મ સારો પાળ્યા પછી પણ સમગ્ર શ્રાદ્ધધર્મના તિલકભૂત એવી આ શુદ્ધ પૂજા છે. જોકે દર્શનશ્રાવક પણ ભગવાનની પૂજા કરતા હોય, પરંતુ એ આદ્યભૂમિકાની પૂજા છે, જ્યારે બારવ્રતો સારી રીતે પાળનાર શ્રાવક પોતાના ભાવના પ્રકર્ષ માટે વિશિષ્ટ કોટિની પૂજા કરે છે, અને તે શુદ્ધ પૂજા છે અને તે શુદ્ધ શ્રાવકધર્મના તિલકભૂત ઉત્તરગુણરૂપ છે. ઉત્થાન :
પૂજ્ય અભયદેવસૂરિ મહારાજસાહેબે સુપાત્રવિષયક અશુદ્ધ દાનની જેમ પૂજામાં પણ આરંભ હોવાને કારણે અલ્પ કર્મબંધ છે તેમ સ્થાપન કર્યું, અને તે વાત યુક્તિથી સંગત થતી નથી એમ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે કહ્યું, ત્યાં “કથ' થી કોઈ પૂર્વપક્ષી પૂ. અભયદેવસૂરિ મહારાજના કથનની સંગતિ થાય તેવી યુક્તિ બતાવે છે – ટીકા :
अथ शुद्धदानविधिरुत्सर्गोऽशुद्धदानविधिश्चापवादः, उत्सर्गापवादौ च स्वस्थाने द्वावपि बलवन्तावित्यपवादविधिविषयीभूताशुद्धदानतुल्यत्वं देवपूजायामुच्यमानं न दोषायेत्यभिप्राया, तर्हि अशुद्धदानपदं कस्य बिभीषिकायै ? स्वरूपतोऽशुद्धताया: स्वरूपत आरम्भवत्तायाश्चानतिदोषत्वात्। वस्तुतोऽप्रासुकदानदृष्टान्तो लुब्धकदृष्टान्तभावितदात्रपेक्षयैव भावितो भगवतीवृत्ताविति विधिपरव्युत्पन्नकृतपूजायां विपरीतव्युत्पन्नकृतदानतुल्यत्वमभिधीयमानं कथं घटेत ? ग्लानप्रतिचरणान्तरं पञ्चकल्याणकप्रायश्चित्तप्रतिपत्तिरपि गीतार्थाद्यन्यतरपदवैकल्य एवेति सर्वपदसाकल्ये प्रायश्चित्तकरणं कल्पमात्रम्, स्वरूपतः सदोषतया ।