________________
પ્રતિમાશતક | શ્લોક : ૬૦
૭૪૯
પાપબંધ થાય છે, આ બે જ શાસ્ત્રસંમત છે. પરંતુ પૂ. અભયદેવસૂરિ મહારાજસાહેબે પૂર્વમાં કહ્યું કે, ધર્માર્થપ્રવૃત્તિમાં આરંભજનિત અલ્પ પાપનું ઈષ્ટપણું છે, અને તેમાં ભગવતીનો પાઠ સાક્ષીરૂપે આપ્યો. એ રીતે વિચારીએ તો પૂજાના અધ્યવસાયમાં પુષ્પાદિની હિંસારૂપ આરંભ હોવાને કારણે અલ્પ પાપબંધ થાય છે, અને ભગવાનની ભક્તિનો અધ્યવસાય હોવાને કા૨ણે પુણ્યબંધ અને નિર્જરા થાય છે, અને તેમ સ્વીકારવાથી શુભાશુભરૂપ મિશ્ર અધ્યવસાયની પ્રાપ્તિ થાય, અને તેમ સ્વીકા૨વાથી ઐરાશિક મતના સ્વીકારની આપત્તિ આવે. જેમ ઐરાશિક મત જીવ, અજીવ અને નોજીવને સ્વીકારે છે, તેમ શુભ, અશુભ અને મિશ્ર અધ્યવસાયરૂપ ઐરાશિક મતની પ્રાપ્તિ થાય. તે શાસ્ત્રસંમત નથી, તે બતાવવા માટે કહે છેટીકા ઃ
न च पुण्यजनकाध्यवसायेन (पुण्यजनक ) योगेन वाल्पस्यापि पापस्य बन्धसम्भवः, अध्यवसायानां योगानां वा शुभाशुभैकरूपाणामेवोक्तत्वात्तृतीयराशेरागमेऽप्रसिद्धेः, एतच्चोपपादयिष्यत उपरिष्टात् भाष्यसंमत्या । भगवत्यां सुपात्रेऽशुद्धदानेऽल्पपापबहुतरनिर्जराभिधानं च निर्जराविशेषमुपलक्षयति । स च शुद्धदानफलावधिकापकर्षात्मकः, प्रकृते च चारित्रफलावधिकापकर्षात्मको दानादिचतुष्कफलसमशीलः सोऽधिक्रियत इति कथङ्कारमशुद्धदानेन शुद्धपूजायां तुल्यत्वमुपनीयमानं तपस्विभिश्चमत्कारसारं चेतो रचयितुं प्रत्यलम्, अशुद्धदानं हि अतिथिसंविभागव्रतस्यातिचारभूतम्, शुद्धपूजा च समग्रश्राद्धधर्मस्य तिलकीभूतोत्तरगुणरूपेति । तथा चाह वाचकचक्रवर्त्ती ‘चैत्यायतनप्रस्थापनानि कृत्वा च शक्तितः प्रयतः ।
पूजाश्च गन्धमाल्याधिवासधूपप्रदीपाद्याः । । ' इत्यादि । (प्रशमरति गा. ३०५ )
ટીકાર્ય :
पुण्यजनक
વન્યસમ્ભવઃ, પુણ્યજનક અધ્યવસાય દ્વારા અથવા પુણ્યજનક યોગથી અલ્પ પણ પાપતા બંધનો સંભવ નથી. તેમાં હેતુ કહે છે -
*****
.....
अध्यवसायानां . માધ્યમસ્ત્યા । અધ્યવસાયો કે યોગોનું શુભાશુભ=શુભ કે અશુભ એકરૂપ જ ઉક્તપણું છે; કેમ કે આગમમાં તૃતીય રાશિની અપ્રસિદ્ધિ છે. એ વિશેષાવશ્યક ભાષ્યની સંમતિથી શ્લોક-૯૦ માં આગળ ઉપપાદન કરાશે.
૦ ‘પુષ્પનનાધ્યવસાયેન યોોન વા’ પાઠ છે, ત્યાં ‘પુજાનનાધ્યવસાયેન પુષ્પનનો ઘેન વા' પાઠની સંભાવના છે અને તે મુજબ અમે અર્થ કરેલ છે.
વિશેષાર્થ :
આગમમાં જેમ જીવ અને અજીવરૂપ બે રાશિ જ પ્રસિદ્ધ છે, પરંતુ જીવ, અજીવ અને નોજીવરૂપ ત્રણ રાશિ પ્રસિદ્ધ નથી, તેમ અધ્યવસાયો કે યોગોનું કાં તો શુભરૂપ કે કાં તો અશુભરૂપ જ શાસ્ત્રમાં