________________
પ્રતિમાશતક | શ્લોક : ૬૦ ત્યાનાભિપ્રાયા, ત્યાં=પૂજા પંચાશક ગાથા-૪૫ માં જિનપૂજાવિષયક કાયવધમાં ઉપેત્ય પ્રવૃત્તિ બતાવી ત્યાં, યતના વડે જ હિંસા સ્વરૂપના ત્યાજનનો અભિપ્રાય છે.
तत्र
૭૪૮
.....
જિનપૂજા સંબંધી કાયવધમાં ઉપેત્ય પ્રવૃત્તિ બતાવી, ત્યાં યતના વડે જ હિંસા સ્વરૂપના ત્યાજનનો અભિપ્રાય કેમ છે ? તેમાં હેતુ કહે છે -
प्रमादयोगेन અસિદ્ધેઃ । પ્રમાદયોગેન ઈત્યાદિ લક્ષણની અસિદ્ધિ છેયતનાથી પ્રવૃત્ત વ્યક્તિની ‘પ્રમાયોોન પ્રાળવ્યવરોનાં હિંસા' એ રૂપ હિંસાના લક્ષણની પૂજાથી થતા કાયવધમાં અસિદ્ધિ છે.
પૂજાપંચાશક ગાથા-૪૫ વૈજ્ઞાનિ મોદ્દો ।। નો અર્થ આ પ્રમાણે છે - વળી જેઓ દેહ વગેરેના નિમિત્તે પણ કાયવધમાં તે પ્રકારે પ્રવૃત્ત થાય છે, તેઓનું જિનપૂજા સંબંધી કાયવધમાં અપ્રવર્તન મોહ છે.
વિશેષાર્થ :
.....
પૂજાપંચાશક ગાથા-૪૫ માં કહ્યું કે, જેઓ શરીરાદિ માટે કાયવધમાં પ્રવર્તતા હોય, તેઓ જિનપૂજામાં કાયવધ છે માટે તેમાં અપ્રવૃત્તિ કરે તે તેમનો મોહ છે. આ શાસ્ત્રવચનથી એ જણાય છે કે, જિનપૂજામાં કાયવધ જાણવા છતાં આત્મકલ્યાણ માટે જિનપૂજામાં પ્રવૃત્તિ કરવી જોઈએ.
અહીં પ્રશ્ન થાય કે, જિનપૂજામાં કાયવધ છે એમ જાણવા છતાં વિવેકી જીવ તેમાં પ્રવૃત્તિ કેમ કરે? તેથી કહે છે કે, વિવેકી જીવ યતનાપૂર્વક જિનપૂજામાં પ્રવૃત્તિ કરે તો ત્યાં હિંસાના સ્વરૂપનો ત્યાગ થાય છે, એવો સૂત્રનો અભિપ્રાય છે.
અહીં પ્રશ્ન થાય કે, જિનપૂજામાં કાયવધ હોવા છતાં યતનાપૂર્વક પ્રવૃત્તિ કરતો હોય તો પણ હિંસાનું સ્વરૂપ તો વિદ્યમાન છે, તેથી ત્યાં હિંસાના સ્વરૂપનો ત્યાગ થાય છે, એમ કઈ રીતે કહી શકાય ? તેથી કહે છે કે, “પ્રમાદયોગ વડે કરીને પ્રાણવ્યપરોપણ હિંસા” એ રૂપ હિંસાના લક્ષણની પૂજામાં અસિદ્ધિ છે; કેમ કે, પૂજામાં પ્રવૃત્તિ કરનાર વ્યક્તિને પ્રમાદ નથી, પરંતુ ભગવાનની આજ્ઞાનુસાર અપ્રમાદભાવથી ઉચિત ક્રિયા કરવાનો યત્ન છે. તેથી પૂજામાં સ્વરૂપહિંસા હોવા છતાં પ્રમાદયોગ નહિ હોવાને કારણે કર્મબંધના કારણભૂત હિંસા નથી.
ઉત્થાન :
(૧) પૂર્વમાં કહ્યું કે, પૂજ્ય અભયદેવસૂરિના વ્યાખ્યાનમાં આરંભજનિત અલ્પદોષનું જે ઈષ્ટપણું કહેવાયું, તે પંચાશકના ગ્રંથકારશ્રી પૂ. હરિભદ્રસૂરિ મહારાજાને અભિમત નથી, અને તેની ત્રણ પ્રકારના હેતુઓથી પુષ્ટિ કરી. ત્યાં કોઈને શંકા થાય કે ભગવાનની પૂજા શુભભાવરૂપ હોવા છતાં તેમાં જીવ વિરાધના પણ છે, તેથી જ પૂજ્ય અભયદેવસૂરિ મહારાજસાહેબે પૂજામાં આરંભજનિત અલ્પ કર્મબંધ કહેલ છે, એમ સ્વીકારવામાં શું વાંધો છે ? તેથી કહે છે -
અથવા
(૨) સામાન્ય રીતે શુભ અધ્યવસાયથી પુણ્યબંધ અને નિર્જરા થાય છે, અને અશુભ અધ્યવસાયથી