________________
૭૪૬
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ મહારાજ સાહેબના વ્યાખ્યાનમાં, ધર્માર્થપ્રવૃત્તિમાં પણ આરંભજનિત અલ્પદોષનું જે ઈષ્ટપણું કહેવાયું છે, તે ગ્રંથકર્તાને પંચાશક ગ્રંથના કર્તા શ્રી હરિભદ્રસૂરિ મહારાજાને, સ્વરસસિદ્ધ ક્યાં છે? અર્થાત્ સ્વરસસિદ્ધ નથી. તેમાં હેતુ કહે છે -
ષોડશ મથાનાતુ, (૧ લો હેતુ) ષોડશકમાં યતનાથી હિંસા નથી ઈત્યાદિનું જ અભિધાન છે. યતનાથી હિસા નથી, એમ ષોડશકમાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું, તેનું તાત્પર્ય બતાવે છે –
વતનામાવ ..... તિત્વાન્ ! યતના વડે ભાવશુદ્ધિવાળાને પૂજામાં કાયવધના અસંભવનું જ ષોડશકતા કથનમાં દર્શિતપણું છે. વિશેષાર્થ :
પંચાશકની પૂજ્ય અભયદેવસૂરિ મહારાજની ટીકામાં જે કહ્યું કે કિંચિત્ સદોષ પણ સ્નાનાદિ અધિકારીને ગુણકર છે, એમ કહીને પૂજાઅર્થક સ્નાનાદિને કિંચિત્ સદોષ સ્વીકાર્યા, અને ‘ફૂદ વિન્ચીને થી કેચિત્કારે જે કહ્યું તે આગમાનુપાતી નથી, તેમ બતાવીને તેમાં હેત કહ્યો કે, ધર્માર્થપ્રવૃત્તિમાં પણ આરંભજનિત અલ્પ પાપનું ઈષ્ટપણું છે. એનાથી એ પ્રાપ્ત થયું કે, પૂજ્ય અભયદેવસરિ મહારાજ સાહેબને ધર્માર્થપ્રવૃત્તિમાં પણ આરંભજનિત અલ્પપાપનું ઈષ્ટપણું છે, પરંતુ તે ગ્રંથકર્તા પૂ. હરિભદ્રસૂરિ મહારાજાને માન્ય નથી, તેમ ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજ કહે છે; કેમ કે, પંચાશકગ્રંથના કર્તા પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ ષોડશકમાં યતનાથી હિંસા નથી, એમ કહેલ છે; અને તેમાં મુક્તિ આપેલ છે કે, યતનાપૂર્વક પૂજા કરનારને ભાવશુદ્ધિ હોય છે, માટે ભાવશુદ્ધિવાળાને પૂજામાં કાયવધનો અસંભવ છે.
આશય એ છે કે, બાહ્ય કાયવધને આશ્રયીને કાયવધ સ્વીકારવામાં આવતો નથી, પરંતુ મુનિ જેમ શાસ્ત્રવિધિ પ્રમાણે નદી ઊતરતો હોય તો પણ તે ષકાયનું પાલન કરે છે, તેમ સ્વીકારવામાં આવે છે; તેમ પૂજામાં અપેક્ષિત યતનાથી જેના ભાવની શુદ્ધિ વર્તતી હોય તે વ્યક્તિની પૂજામાં પુષ્પાદિ જીવોને કિલામણા થતી હોય તો પણ તેમાં કાયવધ નથી, એમ કહેવામાં આવે છે; કેમ કે પરિણામ પ્રમાણે જ હિંસાથી કર્મબંધ કે કર્મબંધનો અભાવ થાય છે. પૂજામાં હિંસાને અનુકૂળ પરિણામ નથી, માટે ત્યાં કર્મબંધ નથી; અને હિંસાને અનુકૂળ કર્મબંધ નથી, માટે હિંસા નથી. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, ધર્માર્થપ્રવૃત્તિમાં પણ આરંભજનિત અલ્પદોષનું જે ઈષ્ટપણું કહેવાયું છે, તે પંચાશકના ગ્રંથકર્તા પૂ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજાને સ્વરસસિદ્ધ ક્યાં છે ? તેમાં બીજો હેતુ કહે છે - ટીકાર્ચ -
પૂનાપગ્યા . ચાલ્યાના, (૨ જો હેતુ) પૂજા પંચાશકમાં પણ કાયવધથી કેવી રીતે પૂજા પરિશુદ્ધ છે ? એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તરમાં મહું .. હદિરનો પૂજા પંચાશક ગાથા-૪૨ માં