________________
૭૪૨
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ યથા #પવનનં ....: સ્થાિિત | જેમ કુપખનન સ્વ અને પરના ઉપકારના માટે થાય છે, એ પ્રકારે સ્નાન અને પૂજાદિક કરણ અને અનુમોદન દ્વારા સ્વ-પરના પુણ્યનું કારણ થાય છે=કરણ દ્વારા સ્વને ઉપકારક બને છે અને અનુમોદના દ્વારા પરને પુણ્યનું કારણ થાય છે.
૦ ‘પુષ્કાનાં ચિિત’ અહીં ‘તિ’ શબ્દ છે, તે દ વિન્મચત્તે થી કહેલ કથનની સમાપ્તિસૂચક છે.
ઉપરમાં કેચિકારે જે કથન કહ્યું, તેનું પંચાશકના વૃત્તિકાર પૂજ્ય અભયદેવસૂરિ મહારાજ સાહેબ નિરાકરણ કરે છે -
ન ચૈતન્.... ઉમ્ - આ=કેટલાકે કહ્યું એ, આગમાનુપાતી=આગમાનુસારી, નથી. તેમાં હેતુ કહે છે -
જે કારણથી ધર્માર્થપ્રવૃત્તિમાં પણ આરંભજનિત અલ્પપાપનું ઈષ્ટપણું છે, અન્યથા ધર્માર્થ પ્રવૃત્તિમાં પણ આરંભજનિત અલ્પપાપનું ઈષ્ટપણું ન હોય તો, ભગવતીમાં કેવી રીતે કહેવાયું છે -
તહાવું .... Mફ હે ભગવંત ! પ્રતિહત પ્રત્યાખ્યાન પાપકર્મવાળા તેવા પ્રકારના શ્રમણ કે બ્રાહ્મણને અમાસુક, અષણીય અશનાદિ વડે પ્રતિલાભ કરતો શું કરે છે ?
હે ગૌતમ ! અલ્પપાપકર્મનો બંધ અને પાપકર્મની બહુતર=ઘણી નિર્જરા, કરે છે.
તથા .. થાર્થઃ | તે જ પ્રમાણે ગ્લાનની પ્રતિચરણા=સેવા, પછી પંચકલ્યાણક પ્રાયશ્ચિત્તની પ્રતિપત્તિ પણ=પ્રાપ્તિ પણ કઈ રીતે થાય ? એથી કરીને પ્રસંગ વડે સર્યું. આ પ્રમાણે પંચાશક-૪/૧૦ ની ગાથાનો અર્થ જાણવો.
૦ પંચાશક મૂળ ગાથા-૪/૧૦ ની ટીકા અહીં પૂરી થાય છે. વિશેષાર્થ :
પંચાશક ૪/૧૦ ની ટીકામાં અનુમાનનો પ્રયોગ કર્યો કે, ભગવાનની પૂજાકાળમાં કરાતા સ્નાનાદિ કાંઈક સદોષ હોવા છતાં પણ અધિકારીને ગુણ કરનારા બને છે. સ્નાનાદિની ક્રિયા આરંભસ્વરૂપ છે તેથી તે સદોષ છે, છતાં ભગવાનની ભક્તિ કરવાના વિશિષ્ટ શુભભાવનો હેતુ છે, માટે ગુણને કરનાર છે, અને તેમાં ફૂપદૃષ્ટાંતનું યોજન કર્યું. તેનાથી એ કહેવું છે કે, જેમ કૂપખનનની ક્રિયાથી શ્રમ-તૃષા આદિ દોષો પ્રાપ્ત થાય છે, તો પણ જળ પ્રગટ થયા પછી તે દોષો દૂર થાય છે, અને સ્વ-પરનો ઉપકાર થાય છે; તે રીતે પૂજા અર્થે સ્નાનાદિ ક્રિયામાં પણ હિંસારૂપ આરંભ દોષ હોવા છતાં “હું ભગવાનની પૂજા અર્થે સ્નાન કરું છું,” એ પ્રકારનો શુભ અધ્યવસાય થવાને કારણે વિશિષ્ટ પાપકર્મની નિર્જરા અને પુણ્યબંધનું કારણ સ્નાનાદિ ક્રિયા થાય છે. આ રીતે દૃષ્ટાંતનું યોજન કરવાથી એ નક્કી થાય છે કે, પૂજા અર્થે સ્નાનાદિ ક્રિયામાં કાંઈક દોષ પણ છે, આમ છતાં તે સ્નાનાદિ ક્રિયાથી થતા શુભભાવથી તે દોષ દૂર થાય છે.
આ કથન કેટલાક બીજી રીતે કહે છે. તે આ રીતે -
પૂજા અર્થે સ્નાનાદિ કરવાના કાળમાં પણ જીવને શુભ અધ્યવસાય જ વર્તે છે, તેથી લેશ પણ કર્મબંધ થતો નથી, માટે ફૂપદષ્ટાંતને ઉપરમાં જોડ્યું તેમ જોડવું જોઈએ નહિ. પરંતુ જેમ કૂવો ખોદ્યા પછી