________________
પ્રતિમાશતક | શ્લોક : ૧૦
૭૪૩ જળની પ્રાપ્તિ થવાથી સ્વ-પરનો ઉપકાર થાય છે, તે રીતે સ્નાન અને ભગવાનની પૂજા કરવામાં આવે તેના દ્વારા પોતાને શુભ અધ્યવસાય થાય છે, તેથી પોતાને પુણ્યબંધની પ્રાપ્તિ થાય છે, અને પરને તેની અનુમોદનાનો પરિણામ થાય છે. તે આ રીતે -
પૂજા અર્થે સ્નાન કરનારને સ્નાન કરવાના કાળમાં હું ભગવાનની ભક્તિ કરું છું, માટે ભગવાનની આજ્ઞા પ્રમાણે સ્નાન કરું, એ પ્રકારનો શુભઅધ્યવસાય થાય છે, અને ઉત્તમ શ્રાવકની સ્નાનાદિપૂર્વકની ભગવાનની ભક્તિને જોઈને અન્યને પણ થાય છે કે, ખરેખર આમનો જન્મ સફળ છે કે જેથી આવા વિવેકપૂર્વકની ધર્મની પ્રવૃત્તિ કરે છે. તેથી અનુમોદના દ્વારા પરને ઉપકાર થાય છે.
આ રીતે કેશિકાર કૂપદષ્ટાંતનું ભોજન કરે છે, તે વાત પૂજ્ય અભયદેવસૂરિ મહારાજને માન્ય નથી. તેથી તેઓ કહે છે કે – આ કથન શાસ્ત્રવચનને અનુસરતું નથી. તેમાં તેઓ યુક્તિ આપે છે કે, ધર્મ માટે પ્રવૃત્તિ કરવામાં જે હિંસાવાળી પ્રવૃત્તિ છે, તેનાથી અલ્પ પાપબંધ તો થાય છે, માટે કૂપદૃષ્ટાંત પૂર્વમાં યોજન કર્યું, તેમ જ યોજન કરવું જોઈએ. આ પ્રકારનો પૂ. અભયદેવસૂરિ મહારાજ સાહેબનો અભિપ્રાય છે. તેમાં તેઓ યુક્તિ આપે છે કે, જો ધર્માર્થ હિંસાવાળી પ્રવૃત્તિમાં અલ્પપાપબંધ ઈષ્ટ ન હોય તો ભગવતીસૂત્રમાં જે કહ્યું છે, તે સંગત થાય નહિ.
ભગવતીસૂત્રમાં જે કહ્યું છે, તેનો આશય એ છે કે, કોઈ વ્યક્તિ તેવા પ્રકારના ઉત્તમ સાધુને અપ્રાસુક અને અષણીય ભિક્ષા આપે ત્યારે તે ભિક્ષા અપ્રાસુક અને અષણીય હોવાથી તે દાનક્રિયામાં અલ્પ કર્મબંધ થાય છે, અને ત્યાં મહાત્માની ભક્તિનો શુભઅધ્યવસાય થાય છે તેથી ઘણી નિર્જરા થાય છે.
વળી, કોઈ વ્યક્તિ ગ્લાનની સેવા કરે ત્યારે ગમે તેટલી યતના રાખે તો પણ ગ્લાન વ્યક્તિ ઊઠવા આદિમાં સમર્થ ન હોવાને કારણે વૈયાવચ્ચ કરતી વખતે કાંઈક આરંભરૂપ દોષની સંભાવના રહે છે, તેને કારણે શુભ અધ્યવસાયપૂર્વક ભક્તિ કરનારને પણ તે અજયણાકૃત થયેલા આરંભને કારણે અલ્પ પાપ બંધાય છે, અને તેના કારણે તેને પંચકલ્યાણક પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય છે. તેથી ધર્માર્થ પ્રવૃત્તિમાં પણ જે હિંસાદિ થાય, તેનાથી અલ્પ પાપબંધ સ્વીકારીને શુભ અધ્યવસાયથી ઘણી નિર્જરા થાય તેમ માનવું ઉચિત છે. અને તેમ સ્વીકારીએ તો કૂપદૃષ્ટાંતનું યોજન પૂર્વમાં પંચાશકમાં કર્યું, તે રીતે જ થઈ શકે; કેમ કે સ્નાનાદિમાં થયેલા આરંભકૃત પાપનો નાશ સ્નાનાદિકાળમાં થતા શુભઅધ્યવસાયથી થાય છે, તેમ માનવાથી કૂપદૃષ્ટાંત સંગત થાય છે. ઉત્થાન :
પૂર્વમાં યતના વડે વિહિત સ્નાનાદિને શુભભાવના હેતુ કહ્યા, હવે સ્નાનગત યતના અને સ્નાનની યાતનાકૃત શુભભાવની હેતતાને બતાવતાં કહે છે - ટીકાર્ય :
મુનીવેન .... વુડા વળી ભૂમિપ્રેક્ષણ, જળગાળણ આદિ સ્નાનાદિમાં યતના વર્તે છે. બુધોને આનાથી યતના વિહિત સ્નાનાદિથી, વિશુદ્ધભાવ શુભઅધ્યવસાય, અનુભવસિદ્ધ જ છે.