________________
૭૩૫
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ વિશેષાર્થ -
પૂર્વમાં સિદ્ધ કર્યું એ રીતે દ્રવ્યસ્તવ અને ચારિત્રની ક્રિયા સર્વ રીતે તુલ્ય છે, અને જિનશાસનમાં દરેક યોગોમાં વર્તતા અનંતા જીવો કેવલી થયા, એ પ્રકારના ઓઘનિયુક્તિ ગાથા-૨૭૮ ના વચનથી પ્રાપ્ત થાય છે કે, જિનશાસનમાં વિહિત એવી ચારિત્રની ક્રિયાથી અન્ય પણ શુભયોગમાં સર્વકર્મનો ક્ષય થાય છે. અને એ રીતે જિનશાસનમાં વિહિત એવા દ્રવ્યસ્તવમાં પણ જો શુભયોગ વર્તતો હોય તો સર્વકર્મનો ક્ષય થઈ શકે છે, અને તે જ રીતે કરાતા એવા દ્રવ્યસ્તવમાં નાગકેતુ વગેરેને ભાવશુદ્ધિથી કેવલજ્ઞાનના ઉત્પાદનું શ્રવણ છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે, જેમ ચારિત્રની ક્રિયામાં પૂરી થતાપૂર્વક પ્રવર્તનારને શુભ અનુબંધવાળી ઘણી નિર્જરાનો લાભ થાય છે, તેમ જે પરિપૂર્ણ શાસ્ત્રીય યતનાપૂર્વક દ્રવ્યસ્તવમાં પ્રવર્તતો હોય તેને શુભ અનુબંધવાળી એવી ઘણી નિર્જરાનો લાભ થાય છે. આ જાતિના ફળનું ઉપદર્શન એ બતાવે છે કે, દ્રવ્યસ્તવમાં પૂરી યતનાપૂર્વક પ્રવર્તનારને પુષ્પાદિની હિંસાકૃત કોઈ પણ પાપનો સંભવ નથી, પરંતુ પ્રમાદથી પૂજાકાળમાં જે કાંઈ યતનામાં અલના થાય છે તસ્કૃત પાપબંધ થાય છે, અને તે કૂપદૃષ્ટાંતથી નાશ પામે છે. પરંતુ પૂર્ણ યતનાપરાયણને પૂજામાં લેશ પણ પાપબંધ થતો નથી, આથી કરીને પરિપૂર્ણ યતનાપરાયણ એવા શુદ્ધ ભાવવાળાને કૂપદષ્ટાંત નિર્વિષય છે.
યત્ર વીત્યંઘર્થના .શુદ્ધમાવસ્ય નિર્વિષય: ટૂંપવૃષ્ટાન્ત: ” એ કથનનો સંક્ષિપ્ત સાર આ પ્રમાણે -
પૂર્વમાં દ્રવ્યસ્તવ અને ભાવાસ્તવમાં વિશેષતા બતાવતાં કહ્યું કે, દ્રવ્યસ્તવ અનેકાંતિક છે, અને વળી દ્રવ્યસ્તવથી શુભઅધ્યવસાય થાય તો પણ તે શુભઅધ્યવસાય ભાવસ્તવરૂપ હોવાથી ભાવસ્તવ જ પ્રધાન છે, તેથી સાધુને દ્રવ્યસ્તવ અનાદરણીય છે, એમ આવશ્યકનિયુક્તિ ભાષ્ય ગાથા-૧૯૧ થી ૧૯૪ માં સ્થાપન કર્યું. એ વાતને સામે રાખીને દ્રવ્યસ્તવ અને ચારિત્રની ક્રિયામાં તુલ્યતા બતાવતાં કહે છે –
દ્રવ્યસ્તવ જેમ કીર્તિ આદિ માટે થાય છે, તેમ ચારિત્રની ક્રિયા પણ કીર્તિ આદિ માટે થાય છે. જ દ્રવ્યસ્તવ જેમ અપ્રધાન છે અને ભાવસ્તવ પ્રધાન છે, તેમ ચારિત્રની ક્રિયા પણ અપ્રધાન છે અને
ભાવચારિત્ર પ્રધાન છે. જ દ્રવ્યસ્તવ જેમ અનેકાંતિક છે, તેમ ચારિત્રની ક્રિયા પણ અનેકાંતિક છે. જ દ્રવ્યસ્તવ સાધુને જેમ અનાદરણીય છે, તેમ જિનકલ્પિકાદિને સ્થવિરકલ્પાદિની ક્રિયા અનાદરણીય
જ દ્રવ્યસ્તવસ્થલીય અસંયમથી ઉપાર્જિત અને અન્ય નિરવશેષ કર્મનું ક્ષપણ જેમ દ્રવ્યસ્તવથી જનિત પરિણામથી થાય છે, તેમ ચારિત્રની ક્રિયાથી જનિત પરિણામથી પણ થાય છે. આ રીતે દ્રવ્યસ્તવ અને ચારિત્રની ક્રિયા સર્વ પ્રકારે તુલ્ય છે એ બતાવીને એ કહેવું છે કે, જેમ