________________
૭૩૨
ટીકાર્થ ઃ
भावानैकान्त्यं વવનાત્, નિત્યસ્મૃત્યાદિ દ્વારા ભાવનવનો ઉત્પાદ=નવા નવા ભાવોનો ઉત્પાદ, અને અપ્રતિપાત=વિદ્યમાન ભાવોનો અપ્રતિપાત, અને ગુણવૃદ્ધિ આદિ રૂપ પણ ભાવતું અનેકાંતપણું વ્રતગ્રહણાદિ ક્રિયાની સાથે તુલ્ય છે. તેમાં હેતુ કહે છે - ‘સા હિો ..... णिच्चसइए' ઈત્યાદિ વચન છે= વિંશિકા-૯/૬-૮ નું વચન છે. વિશિકાની ગાથાનો અર્થ આ પ્રમાણે છે – एसा ठिईओ શિઘ્યક્ષ અહીં આ સ્થિતિ છે. ચારિત્ર ગ્રહણથી જ નક્કી ભાવ થતો નથી, ગ્રહણ પછી પણ થાય છે, થયેલો પણ કર્મોદયથી ચાલ્યો જાય છે, તે કારણથી નિત્યસ્મૃત્યાદિથી ચારિત્રની ક્રિયામાં પ્રયત્ન કરવો જોઈએ.
.....
પ્રતિમાશતક | શ્લોક : ૬૦
.....
વિશેષાર્થ :
નિત્યસ્મૃતિ આદિ કરે તો નવા નવા ભાવો ઉત્પન્ન થાય અને ન કરે તો ન થાય, એ પ્રકારનું ભાવનું અનેકાંતપણું વ્રતગ્રહણાદિ ક્રિયાની સાથે તુલ્ય છે. તેથી જો માનસઉપયોગના અભાવનો સંભવ હોવાના કારણે દ્રવ્યસ્તવને અનુપાદેય કહેવામાં આવે, તો ભાવસ્તવના કારણીભૂત એવી વ્રતગ્રહણની ક્રિયાને પણ અનુપાદેય કહેવી પડે, અને નિત્યસ્મૃતિ આદિથી ભાવનું અનેકાંતપણું છે, તેમાં સાક્ષી તરીકે વિંશિકાની ગાથા કહેલ છે.
ઉત્થાન :
અહીં શંકા થાય કે દ્રવ્યસ્તવ સંયમીને અનુપાદેય છે માટે દ્રવ્યસ્તવ કરતાં ભાવસ્તવ જ શ્રેષ્ઠ છે. તેથી કહે છે –
ટીકાર્થ ઃ
.....
उपरितन . અનુપાવેયત્વાત્, ઉપરમાં અનુપાદેયપણું પણ તે જ પ્રકારે છે=જે પ્રકારે દ્રવ્યસ્તવમાં છે, તે જ પ્રકારે ચારિત્રની ક્રિયામાં પણ છે; કેમ કે પ્રમત્તસ્થવિરકલ્પિકાદિ ક્રિયાનું અપ્રમત્ત જિતકલ્પિકાદિઓને અનુપાદેયપણું છે.
વિશેષાર્થ:
સ્થવિકલ્પની ક્રિયા કરનારાઓ ક્યારેક પ્રમત્ત ગુણસ્થાનકમાં હોય છે તો ક્યારેક અપ્રમત્ત ગુણસ્થાનકમાં પણ હોય છે, પરંતુ વિશેષ પ્રકારના અપ્રમત્તભાવમાં તેઓ યત્ન કરી શકતા નથી. આથી જ તેઓ જ્યારે સ્થવિરકલ્પિકાદિ ક્રિયાઓ કરે છે ત્યારે, પ્રશસ્તરાગમાં વર્તતા હોય છે ત્યારે, ક્વચિત્ ધ્યાનદશામાં પણ હોય કે ક્વચિત્ વ્યુત્થાનદશામાં પણ હોય છે.
જિનકલ્પીઓ પણ પ્રમત્ત-અપ્રમત્ત ગુણસ્થાનકમાં હોય છે, તો પણ તેઓ વિશેષ અપ્રમાદમાં યત્નવાળા હોય છે. આથી જ તેઓનું અતિશય ઉદાસીન ચિત્ત હોય છે અને બહુલતાએ તેઓ ધ્યાનદશામાં