________________
૭૧૬
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ ટીકા :
एवं विविक्तविवेकेऽविरतसम्यग्दृष्टेरपि पूजायां न बन्धोऽविरत्यंशजस्तु बन्धोऽन्यः पूजायोगाप्रयुक्तः, अन्यथा जिनवन्दनादावपि तदापत्तेस्तत इह कूपनिदर्शनं कूपज्ञातं, कस्यचित् यथाश्रुतज्ञस्याशङ्कापदं-आशङ्कास्थानम् ।। ટીકાર્ય :
વં વિવિ¢વિવે..... તલાપત્તે , એ રીતે પૂર્વમાં સ્થાપન કર્યું એ રીતે સમ્યગ્દર્શનના સિદ્ધિયોગ કાળમાં પૂજાથી લેશ પણ કર્મબંધ થતો નથી, અને વ્યથાનદશા હોય ત્યારે પણ સમાધિજનિત ભાવ સંસ્કારશેષપણા રૂપે હોવાને કારણે ત્યાં બંધ હોવા છતાં ક્રિયાનું સાફલ્ય છે, એ રીતે, વિવિક્તનો વિવેક કરાયે છ7=પૂજાના અધિકારી એવા અવિરતસમ્યગ્દષ્ટિમાં ધ્યાનદશા અને વ્યુત્થાનદશારૂપ જે વિવિક્ત એવો વિભાગ, તેમાંથી વ્યુત્થાનદશાવાળાને છોડીને અવ્યુત્થાનદશાવાળા અવિરતસમ્યગ્દષ્ટિને ગ્રહણ કરવારૂપ વિવેક કરાયે છતે, અવિરતસમ્યગ્દષ્ટિને પણ પૂજામાં બંધ નથી. વળી, અવિરતિ અંશથી જન્ય અન્ય બંધ પૂજાયોગથી અપ્રયુક્ત છે. તેમાં હેતુ કહે છે - અન્યથા જિસવંદનાદિમાં પણ તેની આપત્તિ છે.
તત: ..... સાશાસ્થાનમ્ ! તેથી કરીને=અવિરત સમ્યગ્દષ્ટિને પણ પૂજામાં બંધ નથી તેથી કરીને, અહીંયાં=પૂજામાં, યથાશ્રુતને જાણનારા એવા કોઈકને ફૂપદગંત આશંકાનું સ્થાન બને છે.
છે ‘વિરતીરે' અહીં ‘પ' થી એ કહેવું છે કે, દેશવિરતિધરને તો પૂજામાં બંધ નથી, પણ અવિરતસમ્યગ્દષ્ટિને પણ પૂજામાં બંધ નથી. વિશેષાર્થ :
સિદ્ધયોગી એવો અવિરતસમ્યગ્દષ્ટિ જ્યારે જગદ્ગુરુની પૂજામાં તન્મયભાવવાળો બને છે, ત્યારે તેની પૂજાની સર્વ ક્રિયા યતનાથી ઉપઍહિત હોય છે. તેથી તેમની પૂજાની ક્રિયામાં પૂજાગૃત લેશ પણ કર્મબંધ થતો નથી, પરંતુ પૂજાકૃત નિર્જરા કે પુણ્યાનુબંધિ પુણ્ય જ બંધાય છે; અને પોતે જે અવિરતિ ગુણસ્થાનકે છે, તેને કારણે જ્ઞાનાવરણીયાદિ પાપ પ્રકૃતિરૂપ કર્મ બંધાય છે, તે પૂજાયોગથી અપ્રયુક્ત છે. જો આવું ન માનો અને એમ માનો કે, અવિરતિ અંશથી થનારો બંધ પૂજામાં વર્તતી પુષ્પાદિના ઉપમદનજન્ય જે અવિરતિ છે, તકૃત છે, તો જિનવંદનાદિમાં પણ તેની આપત્તિ આવે; કેમ કે જિનવંદનકાળમાં પણ ત્યાં યદ્યપિ હિંસા નહિ હોવા છતાં અવિરતસમ્યગ્દષ્ટિને અવિરતિ અંશથી થનારો બંધ હોય છે.
પૂર્વમાં કહ્યું એ રીતે સિદ્ધયોગી એવા અવિરતસમ્યગ્દષ્ટિને પૂજામાં કર્મબંધ નથી, તેથી કરીને પૂજામાં યથાશ્રુતને જાણનારા એવા કોઈકને કૂપદૃષ્ટાંત આશંકાનું સ્થાન છે. તે આ પ્રમાણે –
યથાશ્રુત કૂપદષ્ટાંત જાણનાર જીવ જે પ્રમાણે કૂપદષ્ટાંત સંભળાય છે, તે પ્રમાણે તે જાણતો