________________
૭૨૮
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ ઉત્થાન :
પૂર્વમાં ચાલનામાં કહેલ કે દ્રવ્યસ્તવથી તીર્થનું ઉન્નતિકરણ છે, તેનું નિરાકરણ થયું. ત્યારપછી ચાલનામાં કહેલ કે, કરાતા એવા દ્રવ્યસ્તવને જોઈને અન્ય પણ પ્રતિબોધ પામે છે, તેનું નિરાકરણ કરતાં કહે
ટીકાર્ય :વ્યાખ્યા - તમેવ ...તિ થાર્થ /- અને કરાતા એવા તેને જ=ભાવસ્તવને જ, જોઈને અન્ય પણ શિષ્ટ પુરુષો પ્રતિબોધને પામે છે. જેથી કરીને સ્વ-પર અનુગ્રહ પણ અહીંયા=ભાવસ્તવમાં, જ છે. એ પ્રમાણે ગાથાર્થ છે.
૦ Mિા તિ’ અહીં “તિ’ શબ્દ છે, તે ત્રણે હેતુનો પરામર્શક છે. તેથી એ પ્રાપ્ત થાય કે, ભાવસ્તવ કરવાથી પોતાના આત્મા ઉપર અનુગ્રહ થાય છે, તે જ રીતે તીર્થની ઉન્નતિકરણ અને અન્ય જીવોને પ્રતિબોધ દ્વારા પર ઉપર અનુગ્રહ થાય છે. આ રીતે ભાવસ્તવથી સ્વ-પર અનુગ્રહ થાય છે, પરંતુ ભાવસ્તવ વગરના કેવલ દ્રવ્યસ્તવથી સ્વ-પર અનુગ્રહ થતો નથી, અને એ બતાવવા માટે ' પછી ૪ વ’ શબ્દ મૂક્યો છે. અર્થાત્ ભાવસ્તવ વગરના દ્રવ્યસ્તવથી સ્વ-પર અનુગ્રહ થતો નથી, પરંતુ ભાવસ્તવથી જ સ્વ-પર અનુગ્રહ થાય છે.
વિશેષાર્થ –
દ્રવ્યસ્તવ અંતર્ગત ભાવસ્તવને જોઈને અથવા સંયમપાલનરૂપ ભાવસ્તવને જોઈને પ્રશંસા કરવા છતાં અવિચારક જીવોને પ્રતિબોધની પ્રાપ્તિ થતી નથી, પરંતુ શિષ્ટજીવોને જ પ્રતિબોધની પ્રાપ્તિ થાય છે. તેઓ ભાવતવથી નિરપેક્ષ કરાતા એવા દ્રવ્યસ્તવથી પ્રતિબોધ પામતા નથી, પરંતુ કરાતા એવા દ્રવ્યસ્તવ અંતર્ગત ભાવસ્તવથી અથવા કેવલ ભાવસ્તવથી પ્રતિબોધ પામે છે; કેમ કે શિષ્ટ પુરુષો ઉત્તમ ભાવને જોનારા હોય છે. કોઈ જીવ વૈભવપૂર્વક ભગવાનની પૂજા કરતો હોય તો પણ માનખ્યાતિ આદિ અર્થે કરતો હોય તો શિષ્ટ પુરુષો તેની પ્રશંસા કરતા નથી કે પ્રભાવિત થતા નથી, પરંતુ તેઓ પૂજા કરનાર જીવના હૈયામાં ભગવાનની ભક્તિરૂ૫ ઉત્તમ ભાવો જુએ છે, ત્યારે તેમને થાય છે કે, આ લોકોનો ધર્મ ઘણો સુંદર છે કે જેથી આ રીતે વિવેકપૂર્વક ભગવાનની ભક્તિ કરે છે. શિષ્ટોને આ પ્રકારનો જે ભાવ થાય છે, તે જ ભગવાનના માર્ગમાં પ્રવેશ કરવારૂપ પ્રતિબોધ છે.
અહીં તીર્થની ઉન્નતિ ધર્મજીવોના હૈયામાં વર્તતા ધર્મભાવની વૃદ્ધિરૂપ છે, અને અન્ય જીવોને પ્રતિબોધની પ્રાપ્તિ એ ભગવાનના શાસનમાં નવા જીવોના પ્રવેશની પ્રાપ્તિરૂપ છે. ઉત્થાન -
પૂર્વમાં કહ્યું કે ભાવસ્તવથી જ તીર્થનું ઉન્નતિકરણ આદિ થાય છે. ત્યાં કોઈ શંકા કરે છે - ટીકા :
आह-यद्येवं किमयं द्रव्यस्तव एकान्तत एव हेयो वर्त्तते ? आहोस्विदुपादेयोऽपि ? उच्यते, साधूनां हेय