________________
૭૨૬
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ અવિવેકીને શુભ અધ્યવસાયની અનુપપત્તિ કેમ છે, તે બતાવતાં કહે છે - તે ...... પ્રવૃત્તિરિતિ, અને દેખાય છે કે, કીતિ આદિ માટે પણ સત્ત્વોની=જીવોની, દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ છે.
વિશેષાર્થ :
અહીં સુધીનું કથન દ્રવ્યસ્તવથી શુભ અધ્યવસાય થાય છે એ પ્રકારના વચનના નિરાકરણરૂપ છે. અને તેનો ભાવ એ છે કે, દ્રવ્યસ્તવમાં વિત્તના પરિત્યાગથી શુભ અધ્યવસાય થાય એવો એકાંત નથી, કોઈકને શુભ અધ્યવસાય થાય અને કોઈકને શુભ અધ્યવસાય ન પણ થાય, એવા અનેકાંત છે. અને તે જ બતાવતાં કહ્યું કે, અલ્પસત્ત્વવાળા જીવોને શુભ અધ્યવસાય થતો નથી. અલ્પસત્ત્વવાળા જીવો દ્રવ્યસ્તવ કરે છે, પરંતુ દ્રવ્યસ્તવ દ્વારા ભગવાનના ગુણોનું સ્મરણ કરીને આત્માના ગુણોને ખીલવવામાં તેઓનો યત્ન નહિ હોવાને કારણે શુભ અધ્યવસાય થતો નથી, કેવલ આચરણારૂપે દ્રવ્યસ્તવ તેઓ કરે છે. અને અવિવેકી જીવો કીર્તિ આદિ માટે પણ દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરે છે, તેથી તેમને શુભ અધ્યવસાય થતો નથી.
અહીં વિશેષ એ ભાસે છે કે, અલ્પસત્ત્વવાળા જીવો પ્રાયઃ અનનુષ્ઠાનવાળા છે, તેથી તેઓને શુભ અધ્યવસાય થતો નથી. અને અવિવેકી જીવો છે, તે કીર્તિ આદિ માટે દ્રવ્યસ્તવ કરે છે અને “આદિ' પદથી પરલોકના ભૌતિક સુખો માટે કરે છે, જે વિષાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાનમાં જાય છે. અને તે ત્રણે અનુષ્ઠાનવાળાને દ્રવ્યસ્તવથી શુભ અધ્યવસાય થતો નથી, તેથી તે દ્રવ્યસ્તવ શુભ અધ્યવસાય પ્રત્યે વ્યભિચારી છે. ઉત્થાન :
દ્રવ્યસ્તવથી શુભ અધ્યવસાય થતો નથી, તે બતાવીને, કોઈક જીવને શુભ અધ્યવસાય થાય છે, એમ કહ્યું. તેને સ્વીકારીને પૂર્વપક્ષી કહે કે, ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એમ માનીએ તો શું વાંધો છે ? તેથી કહે છે – ટીકાર્ચ - વ્યાખ્યા :- શમાધ્યવસાયમાવે ... સરમા તિ, શુભ અધ્યવસાય થવા છતાં પણ તેનું જ શુભ અધ્યવસાયનું જ, ભાવસ્તવપણું હોવાને કારણે અને ઈતરનું દ્રવ્યસ્તવનું તત્કારણપણું=શુભ અધ્યવસાયરૂપ ભાવસ્તવનું કારણપણું, હોવાને કારણે, અપ્રધાનપણું જ છે. તેમાં હેતુ કહે છે - ફળપ્રધાન સર્વ આરંભો છે.
અહીં પ્રતિમાશતક મુ. પુ. માં પ્રજ્ઞપ્રધાનામામા તિ ચાત્ એ પાઠ આવશ્યકનિયુક્તિ ભાષ્ય ગાથા૧૯૩ની ટીકા મુજબ છે, અને પ્રતિમાશતકની હ. પ્રતમાં ‘છત્તપ્રથાના સરંભ તિ’ એ પ્રમાણે પાઠ છે, તે બંનેનો અર્થ એક જ છે. અહીં આરંભ કે સમારંભથી પ્રવૃત્તિ લેવાની છે. વિશેષાર્થ –
અહીં ‘
સમ' પછી ‘તિ’ શબ્દ છે, તે હેતુઅર્થક છે. તેથી એ પ્રાપ્ત થયું કે ફળપ્રધાન સર્વ આરંભો=પ્રવૃત્તિઓ, છે, એથી કરીને દ્રવ્યસ્તવ અપ્રધાન છે; કેમ કે ભાવસ્તવ એ ફળસ્થાનીય છે અને