________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૬૦
૭૨૩ આવશ્યકનિયુક્તિ ભાષ્ય ગાથા-૧૯૧માં કહ્યું કે, દ્રવ્યસ્તવ પુષ્પાદિરૂપ છે, અને ભાવવ વિદ્યમાન ગુણોની ઉત્કીર્તનાસ્વરૂપ છે. ત્યારપછી આવશ્યકનિયુક્તિ ભાષ્ય ગાથા-૧૯રના પૂર્વાર્ધમાં એવી શંકા કરી કે, દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે એવી મતિ થાય. અને તેનું નિરાકરણ કરતાં ભાવસ્તવ બહુગુણવાળો છે, એ સ્થાપન કરવા માટે તે જ ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે, આ અનિપુણ મતિવાળાનું વચન છે અને જિનેશ્વરો પડૂજીવ નિકાયના હિતને કહે છેઃજિનેશ્વરો ષજીવનિકાયના હિતને મોક્ષનું પ્રધાન કારણ કહે છે. આ બંને કથન સાંભળીને પ્રશ્ન થાય કે, ભાવસ્તવ જિનેશ્વરના વિદ્યમાન ગુણોની ઉત્કીર્તનારૂપ છે કે ષડૂજીવનિકાયના હિતરૂપ છે, કે પછી વિદ્યમાન ગુણોની ઉત્કીર્તના અને ષડૂજીવનિકાયનું હિત એક જ પદાર્થ છે ?
આનું સમાધાન એ છે કે, ભાવસ્તવ તો ભગવાનના વિદ્યમાન ગુણોની ઉત્કીર્તનાસ્વરૂપ છે, પરંતુ ભગવાનના ગુણોની ઉત્કીર્તના છ જીવ નિકાયનું હિત કરનાર મુનિ વિશેષ પ્રકારે કરી શકે છે, તેનું કારણ એ છે કે મુનિ ભગવાનના ગુણોની અતિ આસન્ન રહેલા હોય છે.
ભગવાનના ગુણોનું કીર્તન એટલે ભગવાનના ગુણોને પોતાના આત્મામાં આવિર્ભાવ કરવાની ક્રિયા.” ભગવાન વિતરાગ છે, તેથી તેઓ નિસ્પૃહતાની નિષ્ઠા સુધી પહોંચેલા છે. જ્યારે મુનિ હજુ વીતરાગ નથી, પરંતુ નિસ્પૃહી હોય છે. આથી જ તેમને સંસારના કોઈપણ ભૌતિક સુખો કે વિષયોની સ્પૃહા હોતી નથી. આમ નિસ્પૃહી મુનિ ભગવાનના નિસ્પૃહતા આદિ ગુણોની કીર્તના કરીને પોતાના નિસ્પૃહ ભાવને નિષ્ઠા તરફ લઈ જવા યત્ન કરે છે, તેથી મુનિના જીવનમાં ભગવાનના વિદ્યમાન ગુણોની કીર્તના મુખ્યરૂપે હોય છે.
જ્યારે શ્રાવક હજુ સંપૂર્ણ નિસ્પૃહી બન્યો નથી, પરંતુ તેને નિસ્પૃહતા સારભૂત લાગે છે. તેથી જ નિસ્પૃહી એવા ભગવાન કે નિસ્પૃહી એવા મુનિઓ પ્રત્યે તેને બહુમાનભાવ છે. અને તે નિસ્પૃહતા પ્રત્યેનો બહુમાનભાવ છે, તે જ તેનો ભાવસ્તવ છે. તેથી નિસ્પૃહતાનો પરિણામ નહિ હોવા છતાં નિસ્પૃહતાનો બહુમાનભાવ શ્રાવકને હોવાથી તેમને ભાવસ્તવ અલ્પ માત્રામાં છે, જ્યારે મુનિમાં નિસ્પૃહતાના પરિણામપૂર્વક નિસ્પૃહ શિરોમણિ એવા ભગવાન પ્રત્યે બહુમાન થાય છે. તેથી બાહ્ય રીતે મુનિ કે શ્રાવકની ભગવાનના ગુણોની ઉત્કીર્તના સમાન હોવા છતાં મુનિ જે ભગવાનના ગુણોની ઉત્કીર્તન કરે છે, તે વિશેષ પ્રકારનો ભાવસ્તવ છે.
મુનિમાં નિસ્પૃહતા વર્તે છે, તેથી જ તેને જગતના તમામ પદાર્થો પ્રત્યે સમભાવ હોય છે. તે જ રીતે પજવનિકાય પ્રત્યે પણ સમભાવ હોય છે. તેથી જ મુનિ પજવનિકાયના પાલનમાં યત્ન કરે છે, અને આ ષડૂજીવનિકાયના પાલનમાં કરાતો યત્ન ભગવાનના બહુમાનપૂર્વક ભગવાનની આજ્ઞાના પાલનસ્વરૂપ છે, તેથી આજ્ઞાપ્રતિપત્તિરૂપ ભાવસ્તવસ્વરૂપ છે. શાસ્ત્રમાં જે ચાર પ્રકારની પૂજા કહી છે, તેમાં પુષ્પ અને આમિષ પૂજા એ દ્રવ્યસ્તવરૂપ છે, અને તે શ્રાવકોને મુખ્ય હોય છે. અને સ્તોત્રપૂજા એ ભગવાનના ગુણના કીર્તનરૂપ છે, જે શ્રાવકને અલ્પ માત્રામાં હોય છે, અને સાધુને વધારે હોય