________________
૭૨૦
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ પ્રતિબોધ નથી પણ પામતા, એ રૂપ આ સર્વ સપ્રતિપક્ષ છે, એ પ્રમાણે ચિત્તમાં સ્થાપન કરીને, દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એ પ્રકારના અર્થની અસારતા ખ્યાપન કરવા માટે આવશ્યકનિયુક્તિ ગાથા-૧૯૨ના ઉત્તરાર્ધમાં કહે છે -
આ દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એ પ્રકારનું અનિપુણમતિનું વચન છે. દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એ અનિપુણમતિનું વચન કેમ છે ? એથી કરીને કહે છે -
છ જીવના હિતને જિનેશ્વરો કહે છે–પૃથ્વીકાયાદિ છ જીવના હિતને તીર્થકરો પ્રધાન મોક્ષનું સાધન કહે છે. . અહીં પ્રધાન મોક્ષસાધનમ્ એ પદ આવશ્યકનિર્યુક્તિ ભાષ્ય ગાથા-૧૯રમાં અધ્યાહારરૂપે છે. વિશેષાર્થ :
સર્વમિદં સપ્રતિપક્ષમ્' જે કહ્યું તેનો આશય એ છે કે, “તથાદિ થી દ્રવ્યસ્તવને બહુગુણવાળો સ્થાપન કરવા માટે ત્રણ કારણો બતાવ્યાં. એ ત્રણ કારણો સપ્રતિપક્ષ છે, તે આ રીતે -
(૧) દ્રવ્યસ્તવમાં વિત્તના પરિત્યાગથી શુભ અધ્યવસાય થાય છે. તેનો પ્રતિપક્ષ એ છે કે, દ્રવ્યસ્તવમાં વિત્તના પરિત્યાગથી અશુભ પણ અધ્યવસાય થાય છે.
(૨) દ્રવ્યસ્તવથી તીર્થનું ઉન્નતિકરણ થાય છે, તેનો પ્રતિપક્ષ એ છે કે, દ્રવ્યસ્તવમાં શુભ અધ્યવસાયરૂપ ભાવસ્તવ હોય તો જ તીર્થની ઉન્નતિ થાય છે, અને શુભ અધ્યવસાયરૂપ ભાવસ્તવ ન હોય તો તીર્થની ઉન્નતિ થતી નથી.
(૩) કરાતા એવા દ્રવ્યસ્તવને જોઈને શિષ્ટ પુરુષો પ્રતિબોધ પામે છે. તેનો પ્રતિપક્ષ એ છે કે, ભાવરહિત એવા દ્રવ્યસ્તવને કરાતો જોઈને શિષ્યો પ્રતિબોધ પામતા નથી.
આ સર્વ સપ્રતિપક્ષ છે, એ પ્રમાણે ચિત્તમાં સ્થાપન કરીને દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એ પ્રકારના કથનની અસારતા ખ્યાપન કરવા માટે કહે છે – દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એ પ્રકારનું વચન અનિપુણ મતિવાળાનું વચન છે.
આશય એ છે કે, દ્રવ્યસ્તવ એ પુષ્પાદિના અભ્યર્ચનરૂપ છે અને તેનાથી શુભ ભાવ થાય કે ન થાય ઈત્યાદિરૂપ પ્રતિપક્ષ વિદ્યમાન છે, જે આવશ્યકનિયુક્તિની ટીકામાં આગળ બતાવવાના છે. તેથી જો દ્રવ્યસ્તવથી શુભ અધ્યવસાય ન થતો હોય તો દ્રવ્યસ્તવ અસાર છે, માટે દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એ અનિપુણ મતિવાળાનું વચન છે. અને તે જ વાતને ભગવાનના વચનથી દઢ કરવા માટે કહે છે કે, ષડૂજીવનું હિત જિનો કહે છે=તીર્થકરો ષડૂજીવના હિતને મોક્ષનું પ્રધાન કારણ કહે છે. તેથી એ પ્રાપ્ત થાય કે, મોક્ષનું પ્રધાન કારણ ષડૂજીવનું હિત છે, અને તે ષડૂજીવના હિતને અનુકૂળ એવો શુભ અધ્યવસાય જો વ્યસ્તવથી થતો હોય તો તે દ્રવ્યસ્તવ ફળવાન છે, અન્યથા દ્રવ્યસ્તવ વ્યર્થ છે. અને ભાવસ્તવ તો ષડૂજીવના હિતરૂપ છે, તેથી ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એ અસાર વચન
છે.