________________
પ્રતિમા શતક | શ્લોક : ૬૦
૭૨૧
વ્યાખ્યા :- વ્યસ્તવો • કૃત્યર્થઃ । દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ એ બંનેમાં દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એ પ્રમાણે બુદ્ધિ થાય. અહીં પ્રશ્ન થાય કે, ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એ પ્રકારે બુદ્ધિ કેમ થાય ? તેને સ્પષ્ટ કરતાં કહે છે -
આ પ્રકારે જો તું માને છે=આગળમાં જે ‘તથાદિ’ થી બતાવે છે, એ પ્રકારે જો તું માને છે, તો ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એ પ્રકારની બુદ્ધિ થાય. એમ તાત્પર્ય સમજવો.
વિશેષાર્થ :
આશય એ છે કે, આ. નિ. ભાષ્ય મૂળ ગાથા-૧૯૨માં દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એ પ્રકારની બુદ્ધિ થાય, એટલું જ કહ્યું છે. પરંતુ એનો અર્થ એ છે કે, ‘તાન્નિ’ થી જે આગળમાં કહેવાનું છે, એ પ્રકારે જો તું માને છે, તો તને આ પ્રકારની બુદ્ધિ થશે, એમ મૂળ ગાથાનો અર્થ છે.
ટીકાર્થ ઃ
વ્યાખ્યા :- તથાદિ સ્વપરાનુપ્રશ્નઃ, તે આ પ્રમાણે - ખરેખર આ કરાયે છતેદ્રવ્યસ્તવ કરાયે છતે, વિત્તના પરિત્યાગથી શુભ જ અધ્યવસાય થાય છે અને તીર્થનું ઉન્નતિકરણ થાય છે, અને કરાતા એવા તેને= દ્રવ્યસ્તવને, જોઈને અન્ય પણ પ્રતિબોધ પામે છે. એથી કરીને સ્વ-પરનો અનુગ્રહ છે (એ પ્રકારે જો તું માને છે તો ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવ પ્રભૂતતર ગુણવાળો=બહુગુણવાળો છે, એ પ્રકારની તારી મતિ થાય, એ પ્રમાણે અન્વય જાણવો.)
વિશેષાર્થ :
.....
ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવને જે બહુગુણવાળો માને છે, તેમનું કહેવું એ છે કે
(૧) દ્રવ્યસ્તવમાં વિત્તના પરિત્યાગથી શુભ અધ્યવસાય થાય છે.
(૨) દ્રવ્યસ્તવને જોઈને અન્ય ધર્માત્માઓ તેની અનુમોદના કરે છે. તેનાથી તેઓના હૈયામાં જે ધર્મભાવની વૃદ્ધિ થાય છે, તે તીર્થનું ઉન્નતિકરણ છે; કેમ કે, દ્રવ્યસ્તવની અનુમોદના કરીને તેઓએ ભગવાનના શાસનને પોતાના હૈયામાં ઉન્નત કર્યું છે.
(૩) દ્રવ્યસ્તવને જોઈને બીજા પણ=ધર્માત્માઓ સિવાયના અન્ય પણ, પ્રતિબોધને પામે છે. એથી કરીને દ્રવ્યસ્તવથી સ્વ-૫૨નો અનુગ્રહ થાય છે.
આવશ્યકનિર્યુક્તિ ભાષ્ય ગાથા-૧૯૨ના ઉત્તરાર્ધમાં ચાલના કર્યા પછી પ્રતિષ્ઠાપિત અર્થનું ઉત્થાન કરતાં કહે છે -
ઢીકાર્ય ઃ
વ્યાખ્યા :- સર્વમિાં ગમ્યતે । આ સર્વ સપ્રતિપક્ષ છે=પૂર્વમાં કહ્યું કે, દ્રવ્યસ્તવ કરાયે છતે વિત્તના પરિત્યાગથી શુભ જ અધ્યવસાય થાય છે, તેનો પ્રતિપક્ષ દ્રવ્યસ્તવ કરાયે છતે વિત્તના પરિત્યાગથી શુભને બદલે અશુભ અધ્યવસાય પણ થાય છે, તેમ તીર્થની ઉન્નતિને બદલે તીર્થની ઉન્નતિ નથી પણ થતી, અને કરાતા એવા દ્રવ્યસ્તવને જોઈને અન્ય
.....