________________
૭૧૪
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ =એકાગ્રતારૂપ ધ્યાન વગરના કાળમાં પણ, સંસ્કારશેષપણા વડે અનુવર્તે છે. અન્યથા વ્યુત્થાનકાળમાં સમાધિજનિત ભાવ જો સર્વથા ન અનુવર્તે તો, ક્રિયાના સાફલ્યની અસિદ્ધિ છે. કેમ કે આ ભાવ છે, આના વગર દ્રવ્યક્રિયારૂપ ચેણ તુચ્છ છે, એ પ્રમાણે વચન છે. વિશેષાર્થ :
જે વિવેકસંપન્ન ગૃહસ્થો ભગવાનના લોકોત્તર સ્વરૂપને જાણીને તેમના પ્રત્યે ભક્તિવાળા થયા છે, તેમને “લોકોત્તમ એવા ભગવાનની ભક્તિથી હું આ સંસારસાગરને તરું,” આવા પ્રકારનો સમાધિજનિત ભાવ ભગવાનની પૂજાકાળમાં વર્તે છે, અને આ સમાધિજનિત ભાવ હંમેશાં મૈત્યાદિભાવોથી ઉપભ્રંહિત હોય છે, અને આવો ભાવ જ્યારે જીવ વ્યુત્થાનદશામાં પણ હોય ત્યારે પણ સંસ્કારશેષરૂપે હોય છે. આ ભાવ વ્યુત્થાનદશામાં પણ સંસ્કારશેષરૂપે ન હોય તો ભગવાનની પૂજાની ક્રિયા સફળ નથી. તેમાં યુક્તિ બતાવે છે –
આ ભાવ છે= “ભગવાનની પૂજાને કરીને હું આ સંસારસાગરને તરું” આ પ્રકારનો પ્રણિધાન આશયરૂપ ભાવ છે. આ ભાવ વગરની પૂજાની ચેષ્ટા તુચ્છ દ્રવ્યક્રિયા છે, એવું શાસ્ત્રવચન છે, તેથી જેમને વ્યુત્થાનકાળમાં પણ સંસ્કારશેષરૂપે આ ભાવ નથી, તેમની ભગવાનની પૂજાની ક્રિયા નિષ્ફળ છે.
આનાથી એ ફલિત થાય છે કે, જેઓ સિદ્ધયોગી છે, તેઓ જ્યારે ભગવાનની પૂજા કરે છે ત્યારે તન્મયભાવથી તેમને સમાધિજનિત ભાવ વર્તે છે, તેઓની પૂજાની ક્રિયા પરિપૂર્ણ અબંધનું કારણ છે; અને જેમને ભગવાનની પૂજામાં સમાધિજનિત ભાવ હોવા છતાં વ્યુત્થાનકાળમાં પણ સંસ્કારશેષરૂપે તે ભાવ વર્તે છે, તેઓની પૂજા પણ સફળ બને છે; પરંતુ જેમને લેશ પણ સમાધિજનિત ભાવ નથી, તેવા જીવો એકાગ્રતાથી પૂજા કરતા હોય કે વ્યુત્થાનદશામાં હોય તો પણ તેઓની તે પૂજાની ક્રિયા તુચ્છ અને નિઃસાર છે.
અહીં “સમાધિજનિત' ભાવ કહ્યો, તેનું તાત્પર્ય એ છે કે, જેમનું ચિત્ત ભગવાનના સ્વરૂપના વિચારથી સ્વસ્થતાને પામેલ છે, તેથી પૂજાકાળમાં તેમની ઇંદ્રિયો અનુત્સુક છે, તેથી તેઓ શાસ્ત્રવિધિ પ્રમાણે અલના વગર સમ્યફ પ્રકારની પૂજાની વિધિમાં પ્રયત્ન કરી શકે છે. આવા જીવોના પૂજાકાળમાં ઇંદ્રિયોના અન્ય વ્યાપારો શાંત થયેલા છે. આથી જ સાક્ષાત્ ભગવાનની સાથે વાર્તાલાપ કરતા હોય તેવા પ્રકારનું ઉત્તમ માનસ તેઓને પ્રવર્તે છે, તે સમાધિજનિત ભાવ સિદ્ધયોગીને છે.
વળી, તે સમાધિજનિત ભાવ હંમેશાં મૈત્રાદિથી ઉપઍહિત હોય છે. તેનું સ્વરૂપ એ છે કે, જ્યારે જીવને આ સંસારસાગરમાં લોકોત્તમ એવા ભગવાન તારનારા છે, એવો બોધ થાય છે, ત્યારે ભગવાન પ્રત્યે અતિ બહુમાનભાવ થાય છે, અને જે વિવેકસંપન્ન હોય તેને વિચાર આવે છે કે, “હું એ રીતે લોકોત્તમ એવા ભગવાનની ભક્તિ કરું કે જેથી જગતના જીવોને પણ ભગવાન પ્રત્યે બહુમાનભાવ પેદા થાય.” આ પ્રકારનો ભાવ જગતના જીવોના હિતની ચિંતારૂપ છે, તેથી મૈત્રીપરિણામવાળો છે. વળી ભગવાનના